રોકેટમાં ખામી સર્જાતા Axiom-4 મિશન ફરી ટળ્યું, શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં જવા રાહ જોવી પડશે
Shubhanshu Shukla and Axiom-4 News : ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. 'સ્ટેટિક ફાયર' પરીક્ષણ પછી બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન લિક્વિડ ઓક્સિજન (LOx) લીકેજ મળી આવ્યા બાદ મિશન પર બ્રેક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિશન હેઠળ, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ISS મોકલવાના હતા.
સ્પેસએક્સે કરી પુષ્ટી
સ્પેસએક્સે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS) માટે નિર્ધારિત Axiom-4 મિશનના લોન્ચિંગને મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. શુભાંશુને લઈને Axiom-4 મિશન બુધવારે સાંજે 5:30 વાગ્યે લોન્ચ થવાનું હતું. Axiom-4 મિશનમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના અંતરિક્ષ યાત્રીઓ શામેલ હતા.
કઈ ખામી સર્જાઇ?
સ્પેસએક્સે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે Axiom-4 મિશન માટે ફાલ્કન 9 રોકેટનું આવતીકાલનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવી રહ્યું છે જેથી સ્પેસએક્સ ટીમો LOx લીકને ઠીક કરી શકે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે લોન્ચિંગની નવી તારીખ સમારકામ પૂર્ણ થવા અને રેન્જ ઉપલબ્ધતાના આધારે શેર કરવામાં આવશે.