Science & Technology

'સ્પેસથી સૌને નમસ્કાર, હું બાળકની જેમ શીખી રહ્યો છું', શુભાંશુ શુક્લાનો અંતરિક્ષથી વીડિયો મેસેજ

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં એક રાત પસાર કર્યા બાદ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. એક વીડિયો મેસેજના માધ્યમથી શુભાંશુ શુક્લાના અંતરિક્ષમાંથી નમસ્કાર આવ્યા હતા. અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા AXIOM-4 મિશન હેઠળ અંતરિક્ષમાં ગયા છે. અંતરિક્ષમાં પહોંચ્યા બાદ તેમનો વીડિયો મેસેજ આવ્યો છે. જેમાં શુભાંશુ શુક્લા ઉત્સાહમાં જોવા મળ્યા હતાં. તેમણે વીડિયોમાં કહ્યું કે, અંતરિક્ષમાંથી નમસ્કાર!

Summarized by AI; it may make mistakes. Check important info

'સ્પેસથી સૌને નમસ્કાર, હું બાળકની જેમ શીખી રહ્યો છું', શુભાંશુ શુક્લાનો અંતરિક્ષથી વીડિયો મેસેજ

Shubhanshu Shukla AXIOM Mission 4 ISS: ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં એક રાત પસાર કર્યા બાદ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. એક વીડિયો મેસેજના માધ્યમથી શુભાંશુ શુક્લાના અંતરિક્ષમાંથી નમસ્કાર આવ્યા હતા. અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા AXIOM-4 મિશન હેઠળ અંતરિક્ષમાં ગયા છે. અંતરિક્ષમાં પહોંચ્યા બાદ તેમનો વીડિયો મેસેજ આવ્યો છે. જેમાં શુભાંશુ શુક્લા ઉત્સાહમાં જોવા મળ્યા હતાં. તેમણે વીડિયોમાં કહ્યું કે, અંતરિક્ષમાંથી નમસ્કાર!

વીડિયો મેસેજમાં શુક્લાએ જણાવ્યું હતું કે, અંતરિક્ષમાં હલન-ચલન કરવુ અને ખાણી-પીણી સહિતની વિવિધ બાબતો એક બાળકની જેમ શીખી રહ્યો છું. મને અહીં ખૂબ ઊંઘ આવી રહી છે, આ એક નાની શરુઆત છે. પરંતુ ભારતના માનવ અંતરિક્ષ કાર્યક્રમની દિશામાં એક સ્થિર અને નક્કર પગલું છે. 




આ એક આકર્ષક રાઇડ હતી

આ મિશન અંગે ઉત્સાહિત શુક્લાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર સમય પસાર કરવા અને તમારી સાથે અનુભવ શેર કરવા ઉત્સુક છું. આ મિશન પહેલાં શુક્લા 30 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહ્યા હતા. આ એક મજેદાર રાઇડ રહી. 30 દિવસના ક્વોરેન્ટાઇન બાદ માત્ર અંતરિક્ષમાં જવા માગતો હતો. હું દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માગું છું જે આ મિશનનો હિસ્સો રહ્યા છે. આ મારી એકલાની સફળતા નથી. મારા પરિવાર અને મિત્રોએ મને ખૂબ મદદ કરી છે.

શુક્લાએ પોતાનો નાનકડો સાથીદાર પણ બતાવ્યો

આ વીડિયો મેસેજમાં શુભાંશુ શુક્લા સાથે નાનકડુ સોફ્ટ ટૉય હંસ પણ જોવા મળ્યું હતું. જેને પોતાનો નાનકડો સાથીદાર ગણાવતાં શુક્લાએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં હંસ એ જ્ઞાનનું પ્રતિક છે. હું અહીંનો નજારો માણી રહ્યો છું. શીખી રહ્યો છું. આ માહોલમાં ભોજન કેવી રીતે આરોગવું તે પણ શીખી રહ્યો છું.

 41 વર્ષ બાદ અંતરિક્ષ પહોંચ્યું ભારત

શુભાંશુ શુક્લાએ ગઈકાલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઉડાન ભરી હતી. ઉડાન ભરતી વખતે શુભાંશુ શુક્લાએ કહ્યું હતું કે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ટ્રેનિંગ દરમિયાન મેં ભારતનો તિરંગો મારા ખભા પર રાખ્યો હતો. જે મને યાદ અપાવે છે કે, હું એકલો આ યાત્રા કરી રહ્યો નથી. તમામ ભારતીય તેનો હિસ્સો છે. બુધવારે આ મિશન લોન્ચ થયું હતું. જેના એક કલાક બાદ શુક્લાનો એક વીડિયો મેસેજ આવ્યો હતો કે, તે ચાલક દળની સાથે 7.5 કિમી પ્રતિ સેકન્ડની ગતિએ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છે. ઉડાનના 10 મિનિટ બાદ કહ્યું હતું કે, નમસ્કાર મારા પ્યારા દેશવાસીઓ, આપણે 41 વર્ષ બાદ અંતરિક્ષમાં પહોંચ્યા છીએ. આ એક શાનદાર યાત્રા હતી.