BIG BREAKING: શુભાંશુ શુક્લાની પૃથ્વી પર વાપસી, 18 દિવસ અંતરિક્ષમાં રહ્યા બાદ કેલિફોર્નિયામાં ઉતર્યું ડ્રેગનયાન
Shubhanshu Shukla Earth Return: ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાની 18 દિવસની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) યાત્રા પૂર્ણ થઈ છે. તેઓએ કેલિફોર્નિયા તટ નજીક પેસિફિક મહાસાગરમાં સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ મારફત ઉતરાણ કર્યું છે. શુભાંશુ શુક્લાનું બપોરે 3.1 વાગ્યે સફળતાપર્વક પૃથ્વી પર કમબેક ભારત માટે ગર્વની પળ બની છે.
ડ્રેગન 27,000 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાયુમંડળમાં પ્રવેશ્યું હતું. જ્યાં ગરમી અને ઘર્ષણના કારણે તેનું તાપમાન 1600 સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. જેના લીધે થોડા સમય માટે કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટ્યો હતો. વાયુમંડળમાંથી બહાર નીકળ્યા બાદ નાના-મોટા પેરાશૂટ ખોલ્યા હતા. જેની મદદથી ડ્રેગન કેપ્સૂલને મહાસાગરમાં સુરક્ષિત ઉતાર્યું હતું. જ્યાં રિકવરી ટીમ હોડી અને હેલિકોપ્ટર સાથે તૈયાર હતા. તેઓ શુભાંશુ અને તેની ટીમને તુરંત મેડિકલ તપાસ માટે લઈ ગયા.
10 દિવસ આઇસોલેશનમાં રહેશે
લેન્ડિંગ બાદ શુભાંશુ અને તેની ટીમ 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેશે. જેથી તેમના સ્વાસ્થ્યની તપાસ થઈ શકે અને અંતરિક્ષની અસરોમાંથી બહાર આવી સામાન્ય વાતાવરણને અનુકૂળ બની શકે. તેમની વાપસી ભારત માટે ગર્વની પળ બની છે.
અંતરિક્ષમાંથી બહાર આવેલા શુભાંશુ શુક્લાની પ્રથમ તસવીર
મિશન પાયલટ શુભાંશુ શુક્લા હસતા ચહેરાની સાથે અંતરિક્ષ યાનમાંથી બહાર આવ્યા હતાં. 18 દિવસમાં પ્રથમ વખત ગુરૂત્વાકર્ષણનો અનુભુવ કર્યો હતો. ડ્રેગનયાનમાંથી તમામ ચારેય અંતરિક્ષ યાત્રી બહાર આવ્યા છે. તેઓના મેડિકલ ચેકઅપ થશે. સૌથી પહેલા કમાન્ડર પેગી વ્હિટસન બહાર આવ્યા હતા, બાદમાં શુભાંશુ શુક્લા બહાર આવ્યા હતાં.