- fÃkzkt fu yuõMkuMkrhÍ fuðkt ÷køkþu? íkÃkkMkku ÃkkuíkkLkk VkuxkuøkúkV Ãkh
ઓનલાઇન શોપિંગ આજના જેટલું ટ્રેન્ડી બન્યું નહોતું ત્યારે તેના વિરોધી લોકો
કહેતા, અરે, કપડાં કંઈ ઓનલાઇન લેવાતાં હશે? એ તો હાથમાં લઈને ફીલ કરવાની
વસ્તુ છે. બીજી દલીલ હતી કે એમાં ફિટિંગ
બરાબર ન આવે. આ બંને દલીલનો શોપિંગ સાઇટ્સે જવાબ આપી દીધો - ઓનલાઇન સિલેક્શન કરી
લો, ઓર્ડર-પેમેન્ટ કરી દો, વસ્તુ ઘરે આવી જાય પછી ન ગમે તો રિટર્ન કરી દો, રૂપિયા પાછા મળી જશે!
આ વાત લોકોને જચી ગઈ ને ઓનલાઇન શોપિંગ સતત વધવા લાગ્યું.
હવે આ ટ્રેન્ડને હજી વધુ વેગ આપવા માટે તેમાં આવ્યું છે - ટ્રાય ઇટ ઓન. ચીજવસ્તુ ઘરે પહોંચે ત્યાં
સુધી રાહ જોવાની જરૂર નથી, ઓનલાઇન શોપિંગ સાઇટ પર હો
ત્યારે જ તેની ટ્રાયલ લઈ લો, તમારા પોતાના પર!
અલબત્ત, કન્સેપ્ટ પ્રમાણમાં જૂનો છે
પણ હવે વિવિધ ઓનલાઇન શોપિંગ સાઇટ્સ અને ખાસ તો ગૂગલ મેદાનમાં આવી જતાં, આ ટેકનોલોજીનો ઉપયોગ વધવા લાગ્યો છે.
હવે ભારતમાં પણ પહોંચેલા આ ફીચરની ટ્રાયલ લઈ જોઈએ!
VkuLkLkku
M¢eLk çkLke økÞku xÙkÞ÷ Y{
તમે નજીકના કોઈ સ્ટોરમાં કપડાં ખરીદવા જાઓ ત્યારે મોટા ભાગે આવું કંઈક કરતા
હશો
જુદાં જુદાં ટી-શર્ટ, શર્ટ કે કૂર્તી વગેરે પસંદ
કરો અને તેમાંથી તમારી સાઇઝ પસંદ કરી, ટ્રાયલ રૂમમાં લઈ જઈને તેની
ટ્રાયલ લો. આવે સમયે કોઈ ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ સાથે હોય તો નવાં કપડાં બરાબર
લાગે છે કે નહીં એ વિશે તેમનો અભિપ્રાય લેવા માટે ટ્રાયલ રૂમની બહાર નીકળીને, એમને પણ બતાવો કે એ નવાં કપડાં તમારા પર કેવાં લાગે છે. એ પછી તમને પોતાને તથા
અન્ય વ્યક્તિને ગમી ગયેલાં કપડાં પર પસંદગી ઢોળો ને તેનું પેમેન્ટ કરવા માટે આગળ
વધો.
આ બધું આપણે વાસ્તવિક સ્ટોરમાં કપડાં ખરીદવા ગયા હોઇએ ત્યારે શક્ય બને. હજી
હમણાં સુધી ઓનલાઇન સાઇટ્સ પરથી આ રીતે કપડાં ખરીદીએ ત્યારે તેની ટ્રાયલ લઈ શકાતી
નહોતી.
જે તે કપડાંની ઇમેજ જોઇને આપણે ફક્ત અંદાજ લગાવવો પડે કે તે આપણા પર કેવાં
લાગશે. પછી આંખો મીંચીને ઓર્ડર કરી દેવાનો. કપડાં ડિલિવર થાય ત્યારે છેક તેની
ટ્રાયલ લેવા મળે.
એ સમયે જે તે ડ્રેસ ગમે નહીં કે ફિટિંગ બરાબર ન લાગે તો તેને રિટર્ન કરીને
નવેસરથી ખરીદવાની ઝંઝટ કરવી પડે.
હવે વાત બદલાઈ ગઈ છે.
ગૂગલે વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ફીચર લોન્ચ કર્યું છે. દેખીતું છે કે આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો
ઉપયોગ થઈ રહ્યો છે. આમ તો આ ફીચર જૂનું છે. છેક જૂન ૨૦૨૩માં કંપનીએ ટ્રાય ઓન મોડેલ ફીચર લોન્ચ કર્યું હતું, જેની મદદથી એક જ પ્રકારનાં ટી-શર્ટ, ડ્રેસ વગેરે જુદી જુદી સાઇઝ
અને બોડી શેપના લોકો પર કેવાં લાગશે, એ એઆઇ-જનરેટેડ મોડેલ પર જોઈ
શકાય.
હવે એઆઇ મોડેલને સ્થાને આપણે પોતે પોતાનો ફોટો અપલોડ કરીને, પોતાના પર જુદાં જુદાં કપડાં ટ્રાય કરી શકીએ છીએ.
અત્યારે આ ફીચરનો ગૂગલ શોપિંગ, ગૂગલ સર્ચ તથા ગૂગલ ઇમેજિસમાં ઉપયોગ કરી શકાય છે. આ ફીચર યુએસ ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન તથા યુકેમાં લોન્ચ થઈ ગયું છે. તેનો લાભ લેવા માટે આપણે ગૂગલ એકાઉન્ટથી લોગ્ડઇન હોવા જરૂરી છે. એ ઉપરાંત પણ કેટલીક શરતો લાગુ છે. જેમ કે, આપણી ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ તથા આપણા ગૂગલ એકાઉન્ટમાં વેબ એન્ડ એપ એક્ટિવિટી તથા સર્ચ પર્સનલાઇઝેશન ઓન હોવા જોઇએ.
rMk÷uõþLk
fhku, ÃkkuíkkLkku Vkuxku yÃk÷kuz fhku
આ ફીચર ભારતમાં પણ લોન્ચ થઈ ગયું છે એટલે તે કેવી કરામત કરે છે તે તમે જાતે
તપાસી શકો છો. એમ કરવા માટે આપણે ગૂગલ સર્ચ પર હાથ અજમાવીએ. તમારા ફોનમાં કે
બ્રાઉઝરમાં ગૂગલ સર્ચમાં જાઓ. તમે ઇચ્છો તો ક્રોમ બ્રાઉઝરમાં એડ્રેસબારમાં પણ કંઈ
પણ લખીને સર્ચ કરી શકો છો.
(૧) હવે સર્ચ બારમાં ટી-શર્ટ, શર્ટ ફોર મેન કે કૂર્તી ફોર વિમેન જેવું કંઈ પણ સર્ચ કરો. હાલમાં આપણે માત્ર
ટોપ, બોટમ કે ફુલ ડ્રેસ સર્ચ કરતા
હોઇએ ત્યારે આ ફીચરનો લાભ લઈ શકાય છે. અન્ય પ્રકારનાં કપડાં માટે તેનો ઉપયોગ કરી
શકાતો નથી. એવું કેમ? એનું કારણ તરત જ સમજાશે. આપણે
સર્ચ કરેલ કપડાં આપણાં પર કેવા લાગશે તે જોવા માટે આપણે પોતાનો ફોટોગ્રાફ અપલોડ
કરવો પડશે!
(૨) માની લો કે તમે શર્ટ ફોર મેન લખીને ગૂગલમાં સર્ચ કર્યું.
આથી સર્ચ રિઝલ્ટ્સ પેજ પર સૌથી ઉપર પોપ્યુલર પ્રોડક્ટ્સ એવા ટાઇટલ સાથે વિવિધ ઓનલાઇન સ્ટોર્સમાં ઉપલબ્ધ મેન્સ શર્ટ્સ જોવા મળશે. આ
રિઝલ્ટ્સમાં વિવિધ મોડેલ પર કે માત્ર શર્ટની ઇમેજ જોવા મળશે. સાથે તેમની કિંમત તથા
ક્યા શોપિંગ પ્લેટફોર્મ પર તે ઉપલબ્ધ છે તે પણ જોવા મળશે.
(૩) આ બધી ઇમેજિસમાંથી તમને
કોઈ શર્ટ ગમે તો તેની ઇમેજ ક્લિક કરો. ફક્ત એ જ શર્ટની ઇમેજ તથા તેની વિગતો
દર્શાવતું એક પેજ ખુલશે. તેમાં ઇમેજની સાથે ટ્રાય ઇટ ઓન લખેલું એક ટચૂકડું બટન જોવા મળશે. તેને ક્લિક કરતાં ગૂગલ આપણને પોતાનો એક
ફોટોગ્રાફ અપલોડ કરવાનું કહેશે.
(૪) આ પછી ગૂગલની એઆઇ તેની કરામત શરૂ કરે છે. તે આપણે સિલેક્ટ કરેલ શર્ટ, ટી-શર્ટ કે કૂર્તીને આપણે અપલોડ કરેલા પોતાના ફોટોગ્રાફ પર સુપર ઇમ્પોઝ કરે છે. જેથી આપણને ખ્યાલ આવી શકે કે જે તે આઉટફિટ આપણા પર કેવું લાગશે!
VkuxkuøkúkV
yÃk÷kuz fhíke ð¾íku þwt æÞkLk hk¾ðwt?
ગૂગલની સિસ્ટમ આપણને કહે છે કે આપણે પોતાના આખા ફીગરનો, સારી લાઇટિંગ સાથેનો માત્ર આપણે પોતે જ હોઇએ તેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. સાથે
એમ પણ કહેવામાં આવશે કે ફોટોગ્રાફમાં આપણા હાથ ખિસ્સામાં ન હોવા જોઇએ તથા
ફોટોગ્રાફમાંનાં કપડાં આપણને સારી રીતે ફીટ થતા હોવાં જોઇએ.
સિસ્ટમ એમ પણ કહે છે કે આપણે પોતાનો જ ફોટો અથવા જેનો ઉપયોગ કરવાની આપણને છૂટ
હોય તેવો ફોટો અપલોડ કરવાનો રહેશે. મતલબ કે પોતાને બદલે કોઈ સેલિબ્રિટીનો
ફોટોગ્રાફ અપલોડ કરી દઇએ એ ન ચાલે. આમાં ગૂગલની જનરેટિવ એઆઇ પ્રોહિબિટેડ યૂઝ
પોલિસી તથા પ્રાઇવસી પોલિસી લાગુ થાય છે એટલે આપણે અપલોડ કરેલો કોઈ ફોટોગ્રાફ
નકારવામાં પણ આવી શકે. તમે ઇચ્છો તો તમારી સેલ્ફી લઇને તેને પણ અપલોડ કરી શકો છો.
આપણે અપલોડ કરેલો ફોટોગ્રાફ સિસ્ટમમાં સેવ થાય છે. આથી જુદાં જુદાં કપડાં
ટ્રાય કરવાં હોય ત્યારે દરેક વખતે આપણે નવો ફોટોગ્રાફ અપલોડ કરવો પડતો નથી. ઉપરાંત જુદી જુદી પ્રોડક્ટ્સની શોપિંગ એડ્સમાં
આ ફીચરનો લાભ લઈ શકાતો નથી. એટલે કે જે પ્રોડક્ટ પર સ્પોન્સર્ડ ટેગ લાગેલ હોય તેની
વર્ચ્યુઅલ ટ્રાયલ લઈ શકાતી નથી.
જોકે વાત એઆઇની છે એટલે સ્પષ્ટતા
કરવામાં આવે છે કે એઆઇ જનરેટેડ ઇમેજમાં ભૂલો હોઈ શકે છે. આપણા પોતાના શરીરના શેપ
કે કપડાંની ડિટેઇલમાં ફેરફાર થઈ શકે છે. આ ફીચર માત્ર આપણને ફક્ત એક અંદાજ આપી શકે
છે. કપડાંની એક્ઝેસ્ટ સાઇઝ તથા મટિરિયલ વગેરેનો તેનાથી પાકો અંદાજ મળશે નહીં.
ગૂગલ કહે છે કે આપણે આ વર્ચ્યુઅલ ટ્રાયલ ફીચરનો લાભ લેવા માટે ફોટોગ્રાફ અપલોડ
કરીએ ત્યારે દેખીતી રીતે ગૂગલ એ ફોટોગ્રાફ અને આપણે સિલેક્ટ કરેલ કપડાંનો ઉપયોગ
કરે છે. પરંતુ એ સમયે આપણો કોઈ પણ પ્રકારનો બાયોમેટ્રિક ડેટા મેળવવામાં આવતો નથી
કે સ્ટોર કરવામાં આવતો નથી.
આપણા ફોટોગ્રાફનો ગૂગલના એઆઇ મોડેલ્સને ટ્રેઇન કરવા માટે પણ ઉપયોગ કરવામાં
આવતો નથી. ગૂગલ એવી પણ ખાતરી આપે છે કે આપણો ફોટોગ્રાફ ગૂગલની અન્ય કોઈ પણ
પ્રોડક્ટ, સર્વિસ કે અન્ય થર્ડ પાર્ટી
સાથે શેર કરવામાં આવતો નથી.
મતલબ કે આપણે અપલોડ કરેલ ફોટોગ્રાફનો ટ્રાય ઓન અનુભવ સિવાય બીજી કોઈ રીતે ઉપયોગ કરવામાં આવતો નથી. આપણે વર્ચ્યુઅલ ટ્રાઇ ઓન કરેલ કપડાં સાથેનો ફોટોગ્રાફ અન્ય લોકો સાથે શેર કરી શકીએ છીએ અથવા ઇચ્છીએ ત્યારે તેને ડિલીટ પણ કરી શકીએ છીએ.
ðkík
fÃkzktÚke ½ýe ykøk¤ ðÄe økE Au
ભારતમાં કે વિદેશોમાં વર્ચ્યુઅલ ટ્રાય ઓન પર ફક્ત ગૂગલનો ઇજારો નથી. સમગ્ર વિશ્વમાં ગૂગલ પહેલાં પણ આવી સગવડ આપતાં
કેટલાંય સ્ટાર્ટઅપ હતાં, પણ હવે જાયન્ટ ગૂગલે આ સગવડ
આપી હોવાથી એ સ્ટાર્ટઅપના બિઝનેસને માઠી અસર થવા લાગી છે.
બીજી તરફ કપડાં ઉપરાંત વૉચ, જ્વેલરી વગેરે વિવિધ પ્રકારની
એક્સેસરિઝ, ગોગલ્સ અન્ય પ્રકારના આઇવેર, મેકઅપ આઇટમ્સ વગેરેમાં પણ વર્ચ્યુઅલ ટ્રાય ઓન પોપ્યુલર થવા લાગ્યું છે. ભારતમાં ગૂગલ ઉપરાંત એમેઝોન, માયન્ત્રા, આજિયો, ટાટા ક્લિક, લેન્સકાર્ટ વગેરે કંપની પણ
મોબાઇલ પર પોતાના ઘરમાં કે પોતાના પર જે તે વસ્તુ કેવી લાગશે તેની ટ્રાયલ લેવાની
તક આપે છે. જોકે આ બધામાં એઆઇથી વિશેષ ઓગમેન્ટેડ રિઆલિટી (એઆર)ની વધુ ભૂમિકા હોય
છે.


