સર્ચ વિથ ગૂગલ લેન્સ- હવે આવે છે વેબ બ્રાઉઝરમાં
હમણાં ગૂગલ અને સેમસંગના નવા ફોનમાં સર્કલ-ટુ-સર્ચ નામે એક ફીચરનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે.
આ ફીચરનો ઇન્ટરફેસ ચોક્કસ સરળ છે, પરંતુ તે ફક્ત પ્રીમિયમ
સ્માર્ટફોન પૂરતો મર્યાદિત છે. બીજી તરફ ટેકનોવર્લ્ડમાં આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા તેમ સરેરાશ બજેટ સ્માર્ટફોનમાં પણ લગભગ આ જ
પ્રકારની સુવિધા ઓલરેડી ઉપલબ્ધ છે! ગૂગલ લેન્સ ફીચરની મદદથી આપણે કોઈ પણ બાબતનો ફોટોગ્રાફ
લઇને તેના વિશે વધુ જાણી શકીએ છીએ. એ લગભગ આ જ પ્રકારની સગવડ આપે છે.
સર્કલ-ટુ-સર્ચ ફીચર એન્ડ્રોઇડ પ્રીમિયમ ફોન્સ તથા આઇફોનમાં શોર્ટકટ સ્વરૂપે ઉપલબ્ધ છે.
મૂળભૂત રીતે ડ્રેગ-ટુ-સર્ચનું કામ કરતું આ ફીચર ગૂગલ લેન્સ સર્વિસ આભારી છે.
આ સુવિધા હવે કમ્પ્યૂટર માટેના ક્રોમ બ્રાઉઝરમાં પણ ઉમેરાઈ રહી છે.
ક્રોમબુકમાં એડ્રેસબારમાં જ ગૂગલ લેન્સનો આઇકન જોવા મળે છે. તેને ક્લિક કરીને સર્કલ-ટુ-સર્ચ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.
ક્રોમબુક સિવાય વિન્ડોઝ અને મેક કમ્પ્યૂટરમાં પણ આ ફીચરનો લાભ મળશે.
અલબત્ત તેમાં આપણને સીધેસીધો એડ્રેસ બારમાં લેન્સનો આઇકન મળશે નહીં.
તેમાં આ ફીચરનો લાભ લેવા માટે, આપણે ક્રોમ બ્રાઉઝરમાં જમણી
તરફ ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે. જમણી તરફ જે પેનલ ખૂલે તેમાં સર્ચ વિથ ગૂગલ લેન્સનો વિકલ્પ ક્લિક કરવાનો
રહેશે. જો તમે વારંવાર આ ફીચરનો ઉપયોગ કરવાના હો તો તેને બ્રાઉઝરની ટોપ પેનલમાં
પિન પણ કરી શકાશે.