નવી નજરે, નકશા પર શોધો વિકિપીડિયાના લેખો
- Mfq÷Lkku «ðkMk økkuXÔÞku nkuÞ íkku «ðkMk Ãknu÷k xwhLkkt MÚk¤kuLke rðrfÃkerzÞk Ãkh {w÷kfkík ÷E þfkÞ, Lkõþk Ãkh!
વિકિપીડિયાના લેખો, એ પણ નક્શા પર? આ જમાનામાં આપણને આ વાતની નવાઈ ન લાગવી જોઈએ. આપણે કમ્પ્યૂટર સાયન્સ કે ડેટા
સાયન્સના વિદ્યાર્થી હોઈએ તો જ ડેટા વિઝ્યુઅલાઇઝેશનમાં રસ પડે એવું નથી. આજના
સમયમાં આપણે ટીવી પર ન્યૂઝ ચેનલ્સમાં અને અનેક વેબસાઇટ્સમાં ડેટાની આકર્ષક રજૂઆત
જોતા જ હોઈએ છીએ. ઇન્ટરનેટની વાત આવે ત્યારે ડેટા વિઝ્યુઅલાઇઝેશન વધુ રસપ્રદ બને
કેમ કે તેમાં ડેટાને આપણી મરજી મુજબ, જુદી જુદી રીતે પણ જોઈ શકીએ.
આવી એક તક આપે છે, નીયરબાયવિકિ (https://en.nearbywiki.org/) નામની એક વેબસાઇટ. આ એક એવી
વેબસાઇટ છે જે વિકિપીડિયાના વિવિધ આર્ટિકલ્સને ઇન્ટરએક્ટિવ નકશા પર મૂકી આપે છે!
પીસી કે મોબાઇલમાં આ સાઇટ પર જતાં, પહેલાં આપણું લોકેશન જાણવાની
મંજૂરી માગવામાં આવે. જો આપણે હા કહીએ તો નકશો આપણા લોકેશન પર ઝૂમ થાય અને ચોતરફ
વિકિપીડિયાનો ડબલ્યુ કે વિવિધ આંકડા દર્શાવતા પ્લેસમાર્ક જોવા મળે.
ડબલ્યુ લખેલા પ્લેસમાર્કનો અર્થ સ્પષ્ટ છે
એ લોકેશનને સંબંધિત
કોઈ લેખ વિકિપીડિયા પર છે! સંખ્યાઓ લખેલા પ્લેસમાર્કનો અર્થ પણ સહેલો છે એ લોકેશન વિશે પ્લેસમાર્કમાં દેખાતી સંખ્યા જેટલા આર્ટિકલ્સ વિકિપીડિયા પર છે.
એ સ્થળને ઝૂમ કરતાં જુદાં જુદાં સ્થાનોનાં વિકિપીડિયા આર્ટિકલ દર્શાવતા
પ્લેસમાર્ક્સ જોવા મળે. આપણે કોઈ પ્લેસમાર્ક પર ક્લિક કરીએ તો એ સ્થળ વિશે
વિકિપીડિયામાંના આર્ટિકલમાંથી ટૂંકી વિગત જોવા મળે અને ત્યાંથી આગળ વધીને આપણે
વિકિપીડિયાના આખા આર્ટિકલ સુધી પહોંચી શકીએ!
સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્થળ વિશે સીધું ગૂગલ કરીને, એઆઇને પૂછીને કે ગૂગલ મેપ્સ જેવી સર્વિસમાં સર્ચ કરીને ઘણી વધુ વિગતો મેળવી
શકીએ. પરંતુ મેપ્સ સર્વિસ અને નીયરબાયવિકિ સર્વિસના હેતુ અલગ અલગ છે. મેપ્સમાં
જોવા મળતા રીવ્યૂ કે સવાલ-જવાબો નીયરબાયવિકિમાં જોવા મળતા નથી. તેમાં ફોકસ માત્ર
તે સ્થળ વિશેના વિકિપીડિયામાંના આર્ટિકલ પર છે.
શાળામાં શિક્ષક કે માતા-પિતા પોતાનાં સંતાનોને વિવિધ સ્થળો વિશે સમજ કેળવી
રહ્યા હોય ત્યારે આવી કોઈ સર્વિસની મદદથી એ સ્થાને સંબંધિત વિવિધ વિકિપીડિયા
આર્ટિકલ સુધી સહેલાઈથી પહોંચી શકે છે. આ આર્ટિકલ્સ સામાન્ય સર્ફિંગ કે સર્ચિંગ
દરમિયાન આપણા રડારમાં કદાચ ન આવે પરંતુ નીયરબાયવિકિ પર એ ક્લિકવગા રહે છે.
તમારા પોતાના ગામ-શહેર કે વિસ્તારથી શરૂઆત કરી જુઓ અને પછી દુનિયાભરનાં વિવિધ
સ્થળોની સફર પર નીકળી પડો!