મંગળ પર જીવન શક્ય હોવાના સંકેત! સપાટી નીચે મળ્યું તળાવ
- નાસાનો મંગળ ગ્રહની સપાટીની નીચે ત્રણ સરોવર શોધ્યા હોવાનો દાવો
નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર 2020, બુધવાર
મંગળ પર જીવનની શોધ પર નવી અપડેટ જાણવા મળી છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહની સપાટીની નીચે ત્રણ સરોવર શોધ્યા હોવાનો દાવો કર્યો છે. બે વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોએ મંગળ પરની બર્ફીલી સપાટી નીચે એક મોટાં જળાશયની શોધ કરી હતી.
આ પહેલા પણ મળી ચુક્યા છે ખારા પાણીના સરોવર
પર્યાવરણ મેગેઝીન નેચર એસ્ટ્રોનૉમીના એક પેપરમાં દાવો કરવામાં આવ્યો હતો કે શોધકર્તાઓએ પહેલા શોધેલા ખારા પાણીના સરોવર ઉપરાંત મંગળની સપાટીની નીચે ત્રણ સરોવર શોધ્યા છે. આ શોધ માટે યૂરોપિયન અંતરિક્ષ એજન્સીના રડાર ડેટાનો ઉપયોગ કર્યો છે.
75,000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે સરોવર
રિપોર્ટમાં University Romeના એલેના પેટિનેલીના પેપરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે 'બર્ફીલી સપાટીની નીચે એક જળાશય મળ્યું પરંતુ અમને આ ઉપરાંત ત્રણ અન્ય સરોવર પણ મળ્યા છે. આ સરોવર 75,000 વર્ગ કિલોમીટરમાં ફેલાયું છે. સૌથી મોટું સરોવર, જે 30 કિલોમીટર લાંબું છે, જ્યારે ત્રણ નાના સરોવર થોડાક જ કિલોમીટર પહોળા છે.'
મંગળ પર જીવનનું અસ્તિત્ત્વ
માનવામાં આવી રહ્યું છે કે આ શોધ મંગળ પર જીવન જીવવાની વિશેષતાઓને શોધવા માટેનો પાયો તૈયાર કરી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારનાં સરોવર મંગળ પર જીવનનું અસ્તિત્ત્વ હોવા તરફ ઇશારો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલાની શોધ વર્ષ 2012 અને 2015 વચ્ચેની 29 ઑબ્ઝર્વેશનના આધારે કરવામાં આવી હતી. હવે નવા અભ્યાસમાં વ્યાપક ડેટાને ધ્યાનમાં રાખવામાં આવ્યા અને વર્ષ 2012થી 2019 દરમિયાન 134 પોઇન્ટ્સને ધ્યાનમાં રાખતાં શોધ કરવામાં આવી છે.
જો 20 ગણુ વધારે મીઠાનું પ્રમાણ હોય તો નકામું માનવામાં આવશે
મોન્ટાના સ્ટેટ યૂનિવર્સિટીના પર્યાવરણ વૈજ્ઞાનિક જૉન પ્રિસ્કૂના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પૃથ્વીના પાણીથી 20 ગણું વધારે મીઠુ આ સરોવરના પાણીમાં છે તો આ પ્રકારના જળાશયોને જીવનનો આધાર માની શકાય નહીં.