આવા હતા દુનિયાના સૌથી નાના વાંદરા, વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા
નવી દિલ્હી, 24 જુલાઈ 2019, બુધવાર
કેન્યાના વૈજ્ઞાનિકોને વાંદરાના એવા જીવાશ્મ મળ્યા છે જેને દુનિયાના સૌથી નાના વાંદરા કહેવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ જીવાશ્મ 42 વર્ષ જૂના છે અને તેને નેનોપીથેકસ બ્રાઉની નામ આપવામાં આવ્યું છે. આ શોધ કેન્યા નેશનલ મ્યૂઝિયમ, ડ્યૂક અને મિસોરી યૂનિવર્સિટીએ કહી છે.
વૈજ્ઞાનિકોએ કરેલા દાવા અનુસાર આ વાંદરાનું વજન માત્ર 1 કિલો હશે. શોધકર્તાઓનું માનવું છે કે આ પ્રજાતિનો આકાર વિશ્વના સૌથી નાના અને જૂના વાંદરા ટૈલાપોઈન જેવો હશે. આ વાંદરાનું રહેઠાણ પણ કેન્યાના સૂકા ઘાસના મેદાન હતા. જેમ જેમ પર્યાવરણમાં ફેરફાર થયા તેમ તેમ તેની અસર ટૈલાપોઈન અને નેનોપીથેકસ બ્રાઉની પ્રજાતિ પર પડવા લાગ્યો. શોધકર્તાઓએ એમ પણ જણાવ્યું છે કે આ શોધ જણાવે છે કે આ વાંદરાની પ્રજાતિ સૌથી વધારે કેન્યાના પર્યાવરણમાં વધી છે. તેને બીજા ક્રમના સૌથી જૂના વાંદરાની પ્રજાતિ માનવામાં આવે છે. નૈનોપીથેકસ બ્રાઉની પ્રજાતિના વાંદરા કેન્યાના પૂર્વી ક્ષેત્ર કાનાપોઈમાં જોવા મળતી. આ ક્ષેત્ર શુષ્ક છે. શોધ અનુસાર તેમનું નામ વૈજ્ઞાનિક ફ્રેંસિસ બ્રાઉનના નામ પરથી રાખવામાં આવ્યું છે.