Science & Technology

વૈજ્ઞાનિકોએ 13 કરોડ પ્રકાશવર્ષ દૂરથી આવેલું મજબૂત એલિયન સિગ્નલ પકડયું

By GS TEAM
28 Aug 20252 mins read
વૈજ્ઞાનિકોએ 13 કરોડ પ્રકાશવર્ષ દૂરથી આવેલું મજબૂત એલિયન સિગ્નલ પકડયું

- નવા સિગ્નલને રેડિયો બ્રાઇટેસ્ટ ફ્લેશ ઓફ ઓલ ટાઇમ નામ અપાયું

- કેનેડિયન હાઇડ્રોજન ઇન્ટેન્સિટી મેપિંગ એક્સપરિમેન્ટના સાધનની મદદથી આ સંશોધન શક્ય બન્યું

નવી દિલ્હી : માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના ભૌતિક શાસ્ત્રીઓ સહિત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે ડીપ સ્પેસમાંથી અત્યાર સુધીનું સૌથી મજબૂત સિગ્નલ રેકોર્ડ કર્યુ છે. ફાસ્ટ રેડિયો બર્સ્ટ  તે વાતને સમર્થન આપ્યું છે કે ૧૩ કરોડ પ્રકાશવર્ષ દૂર ઉર્સ મેજરના ઝુંડની ગેલેક્સીમાંથી રેડિયો સિગ્નલ આવ્યું હતું. તેને આરબીફ્લોટ એટલે કે રેડિયો બ્રાઇટેસ્ટ ફ્લેશ ઓફ ઓલ ટાઇમ નામ અપાયું છે. 

આ અલ્ટ્રાબાઇટ બર્સ્ટ મિલીસેકન્ડ પૂરતો જ મર્યાદિત હતો, પરંતુ તેણે આટલા સમયમાં પણ રેડિયો સંકેત પાઠવવામાં તેની ગેલેક્સીના અત્યાર સુધીના બધા રેડિસો સંકેતોને પાછળ ધકેલી દીધા હતા.

ફાસ્ટ રેડિયા બર્સ્ટ અત્યંત તીવ્ર હતો, પરંતુ દૂરની ગેલેક્સીઓમાંથી ઝબકારા મારતા રેડિયો વેવ્સના ટૂંકા ઝબકારા કેટલીક મિલીસેકન્ડ્સ સુધી ચાલ્યા હતા. આ રેડિયો સકેતનો મૂળ સ્ત્રોત તો હજી સુધી જાણી શકાયો નથી, પરંતુ તેના આ વિસ્ફોટમાં એટલી જબરદસ્ત ઉર્જા હતી કે તે સૂરજને પણ કેટલાય દિવસો સુધી ઝાંખો પાડી દે. મોટાભાગના એફઆરબી અબજો પ્રકાશવર્ષ દૂર હોવાનું મનાય છે. તેના પરિણામે આરબીફ્લોટ તો ઘણો નજીકનો લાગે, કારણ કે તે કરોડો પ્રકાશવર્ષ જ દૂર છે. ખગોળશાસ્ત્રીઓ આ જોઈને કુદરતી આ અનોખી લાક્ષણિકતાથી અભિભૂત થઈ ગયા છે. તેઓ આ નવા સંકેતના પગલે ખૂબ જ રોમાંચિત છે.

કેનેડિયન હાઇડ્રોજન ઇન્ટેન્સિટી મેપિંગ એક્સપરિમેન્ટ અને તેની સાથે ઉમેરાયેલા આઉટરિગર્સની મદદથી આ સંશોધન શક્ય બન્યું હતું. કોન્ટિનન્ટ સ્પેનિંગ એરેઝ એફઆરબીના સ્થળોને શોધી કાઢવા અસાધારણ ચોકસાઈ દાખવે છે. આ કમ્બાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમે આરબીફ્લોટ ગેલેક્સી એનજીસી ૪૧૪૧માં આવેલું છે તે ચોકસાઈપૂર્વક શોધી કાઢ્યું હતું. આ ગેલેક્સી સક્રિય તારા રચના વિસ્તારની બહારની ધાર પર આવેલી છે. 

આ સંશોધનમાં જોડાયેલા એમઆઇટીના એસોસિયેટ પ્રોફેસર કિયોશી માસુઈએ જણાવ્યું હતું કે આ પ્રકારનો વિસ્ફોટ આટલો નજીક થયો છે તે જોતાં આપણને સામાન્ય એફઆરબી તલસ્પર્શી વિગતોનો અભ્યાસ કરવાની તક મળી શકે છે.