Get The App

દરિયામાં 1268 મીટર ઊંડો ખાડો કરી વૈજ્ઞાનિકો શું શોધી રહ્યાં છે? ક્યાં છે એટલાન્ટિસ મેસિફ?

Updated: Aug 9th, 2024

GS TEAM


Google News
Google News
દરિયામાં 1268 મીટર ઊંડો ખાડો કરી વૈજ્ઞાનિકો શું શોધી રહ્યાં છે? ક્યાં છે એટલાન્ટિસ મેસિફ? 1 - image
Image: Freepik

What Scientists Are Discovering By Drilling 1268 Meters Deep Into The Sea: જ્વાળામુખી વિસ્ફોટ સહિતની ઘણી ભૌગોલિક ઘટનાઓ વિશે વિગતવાર અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોની એક ટીમે સમુદ્ર ડ્રિલિંગ જહાજનો ઉપયોગ કરીને પાણીની નીચે પૃથ્વીના પોપડામાં ઊંડો ખાડો કર્યો છે. તે એટલાન્ટિક સમુદ્ર સપાટીથી 1,268 મીટર નીચે પૃથ્વીના આવરણના ખડકોમાં કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ઊંડો ખાડો છે. વૈજ્ઞાનિકોની એક ટીમે દરિયાની અંદરના પર્વત એટલાન્ટિસ મેસિફ વિસ્તારમાં આ ઊંડો ખાડો ખોદ્યો છે. કારણ કે ઉત્તર એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં સ્થિત આ વિસ્તારમાં પૃથ્વીનું આવરણ ખુલ્લું રહે છે.

પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ વિશેની ખાસ જાણકારી મળી શકે 

વૈજ્ઞાનિકોએ આ ખાડામાંથી એક ખડકનો નમૂનો મેળવ્યો છે કે જે અબજો વર્ષો પહેલા પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ વિશેની ખાસ જાણકારી આપી શકે છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આવરણમાં અત્યાર સુધીનો સૌથી ઊંડો ખાડો ખોદતા પહેલા શરૂઆતમાં એટલાન્ટિસ મેસિફ નામના પર્વતની નજીક સમુદ્રના તળમાં માત્ર 200 મીટર ઊંડે સુધી જવાનું આયોજન કર્યું હતું. આ યોજના ખૂબ મહત્વાકાંક્ષી માનવામાં આવી રહી છે, કારણ કે અગાઉ ક્યારેય આ પ્રકરણો પ્રયાસ કરવામાં આવ્યો નથી.

રોક કોરથી જાણી શકાશે પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીતે થઈ? 

આ ઓશિયન ડ્રિલિંગ દરમિયાન વૈજ્ઞાનિકોને એક નવો રોક કોર મળ્યો છે. જે આપણા ગ્રહના સૌથી બહારના સ્તરોના વિકાસ સિવાય પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીતે થઈ? જેવા અનેક પ્રશ્નો વિશે ઊંડી માહિતી આપી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી વિવિધ સ્તરથી બનેલી છે. જેમાં ઉપરી ક્રસ્ટ, મેન્ટલ અને ઇનર કોરનો સમાવેશ થાય છે. પૃથ્વીનું ઉપરી ક્રસ્ટ ધરતીકંપ, જ્વાળામુખી અને અન્ય પ્રક્રિયાઓ જેમ કે જળ ચક્ર અને પર્વતોની રચના માટે જવાબદાર છે. 

મેન્ટલ સુધી પહોંચયા નથી

વૈજ્ઞાનિકો અત્યાર સુધીમાં મેન્ટલ સુધી પહોંચી નથી શક્યા. કાર્ડિફ યુનિવર્સિટીના જોહાન લિસેનબર્ગ કહે છે, ,અમે અત્યાર સુધીમાં માત્ર મેન્ટલના અમુક ટુકડાઓ સુધી જ પહોંચી શક્યા છીએ. પરંતુ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં સમુદ્રના તળ પર આવરણ ખુલ્લું છે. સમુદ્રની નીચે ઊંડે સ્થિત એટલાન્ટિસ મેસિફ પણ એક એવો વિસ્તાર છે જ્યાં આપણે વધારે જાણકારી મળી શકે છે.

આ પણ વાંચો: સર્ચ એન્જિનમાં ગૂગલની મોનોપોલી ગેરકાયદે, નંબર 1 રહેવા કરોડોનો ખર્ચ બંધ કરોઃ અમેરિકન કોર્ટ

શું છે એટલાન્ટિસ મેસિફ?

એટલાન્ટિસ મેસિફએ મધ્ય-એટલાન્ટિકની પર્વતીય શ્રેણીના સક્રિય જ્વાળામુખી પ્રદેશની નજીક સ્થિત છે. અહીં જ્વાળામુખી મેન્ટલના અમુક ભાગ સાથે સતત સપાટી પર આવતા અને પીગળવાનું પરિણામ છે. આ મેન્ટલમાં અનેક સૂક્ષ્મજીવોના વિકાસ પણ થયો છે. જ્યારે દરિયાઈ પાણી મેન્ટલમાં ઊંડા સુધી ઉતરે છે, ત્યારે ગરમ તાપમાનના કારણે મિથેન જેવા રાસાયણિક સંયોજનો ઉત્પન્ન થાય છે. આ સંયોજનો હાઇડ્રોથર્મલ વેન્ટ દ્વારા ઉપરની તરફ વધે છે અને સૂક્ષ્મજીવો માટે બળતણ તરીકે કાર્ય કરે છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે પૃથ્વી પર જીવનની શરૂઆત હાઈડ્રોથર્મલ વેન્ટ્ની નજીક સમુદ્રની ઊંડાઈમાં થઈ હતી. તેથીજ માઇક્રોબાયોલોજિસ્ટ્સ માને છે કે આ વિસ્તારોનો અભ્યાસ કરવાથી જીવનની શરૂઆત ક્યાંથી થઇ તે અંગેની જાણકારી મળી શકે છે. તેથી એક ડ્રિલિંગ જહાજ JOIDES રીઝોલ્યુશનનો ઉપયોગ કરીને લિસેનબર્ગ અને તેમની ટીમે મેન્ટલમાં 200 મીટર સુધી જવાની યોજના સાથે ડ્રિલિંગ શરૂ કર્યું હતું.

યુનિવર્સિટી ઓફ લીડ્ઝના એન્ડ્રુ મેકકેગે જણાવ્યું હતું કે, અમે સતત ખડકના લાંબા ભાગોને મેળવીને શક્ય તેટલું ઊંડાણમાં જવાનું નક્કી કર્યું હતું. તેઓ મેન્ટલના 1,268 મીટરની ઊંડાઈ સુધી પહોંચવામાં સફળ થયા હતા. અને મેન્ટલના આ ભાગમાં મહત્વપૂર્ણ સંકેતો મળ્યા. પીગળેલા ખડકો દરિયાઈ જ્વાળામુખીને કેવી રીતે ખવડાવે છે તે સમજવા માટે આ ગલન પ્રક્રિયાના ભાવિ પુનઃનિર્માણમાં મદદ કરી શકે છે. ભવિષ્યમાં આ પ્રક્રિયાથી સમજી શકાશે કે, પીગળી રહેલ ખડકો કેવી રીતે જ્વાળામુખીને વધારવામાં ભાગ ભજવે છે.

દરિયામાં 1268 મીટર ઊંડો ખાડો કરી વૈજ્ઞાનિકો શું શોધી રહ્યાં છે? ક્યાં છે એટલાન્ટિસ મેસિફ? 2 - image

Tags :