Science & Technology

કેન્સરને ફેલાતાં અટકાવી શકે છે સી કકુંબર: રિસર્ચરની નવી શોધને કારણે કેન્સરની ટ્રીટમેન્ટમાં થશે ફાયદો

By GS TEAM
21 Jun 20253 mins read
TukuTouch Logo
યુનિવર્સિટી ઓફ મિસિસિપીની રિસર્ચરની ટીમ દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે. આ શોધને કારણે કેન્સરની ટ્રીટમેન્ટ વધુ અસરકારક બની જશે. રિસર્ચર દ્વારા સમુદ્ર કર્કટીમાં ભાગ્યે જ જોવા મળતી શુગર મળી આવી છે. સમુદ્ર કર્કટી એક પ્રાણી છે જેને સી કકુંબર તરીકે ઓળખવામાં આવે છે અને તેને હિન્દીમાં સમુદ્ર કર્કટી તરીકે ઓળખવામાં આવે છે. આ શુગરનું કમ્પાઉન્ડ શરીરમાં કેન્સરને પ્રસરતાં અટકાવી શકે છે. તેમ જ કેન્સરની આજની ટ્રીટમેન્ટમાં આડઅસર થાય છે, પરંતુ આની કોઈ આડઅસર થતી નથી. આ સ્ટડીને ગ્લાયકોબાયોલોજી જર્નલમાં પબ્લિશ કરવામાં આવી છે. ભવિષ્યની કેન્સર થેરાપીમાં આ ટ્રીટમેન્ટ કેટલો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તે જણાવવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્સરને ફેલાતાં અટકાવી શકે છે સી કકુંબર: રિસર્ચરની નવી શોધને કારણે કેન્સરની ટ્રીટમેન્ટમાં થશે ફાયદો

Sea Cucumber Can Help in Cancer Treatment: યુનિવર્સિટી ઓફ મિસિસિપીની રિસર્ચરની ટીમ દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે. આ શોધને કારણે કેન્સરની ટ્રીટમેન્ટ વધુ અસરકારક બની જશે. રિસર્ચર દ્વારા સમુદ્ર કર્કટીમાં ભાગ્યે જ જોવા મળતી શુગર મળી આવી છે. સમુદ્ર કર્કટી એક પ્રાણી છે જેને સી કકુંબર તરીકે ઓળખવામાં આવે છે અને તેને હિન્દીમાં સમુદ્ર કર્કટી તરીકે ઓળખવામાં આવે છે. આ શુગરનું કમ્પાઉન્ડ શરીરમાં કેન્સરને પ્રસરતાં અટકાવી શકે છે. તેમ જ કેન્સરની આજની ટ્રીટમેન્ટમાં આડઅસર થાય છે, પરંતુ આની કોઈ આડઅસર થતી નથી. આ સ્ટડીને ગ્લાયકોબાયોલોજી જર્નલમાં પબ્લિશ કરવામાં આવી છે. ભવિષ્યની કેન્સર થેરાપીમાં આ ટ્રીટમેન્ટ કેટલો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તે જણાવવામાં આવ્યું છે.

કેન્સરના સેલને વધુ ફેલાતાં અટકાવશે

કેન્સરના સેલને શરીરમાં વધુ ફેલાવવા માટે એન્જાઇમ મદદ કરે છે. આથી એન્જાઇમને અટકાવવા માટે સમુદ્ર કર્કટીમાં જોવા મળતું શુગર કમ્પાઉન્ડ ખૂબ જ મદદ કરી શકે છે. આ શુગર કમ્પાઉન્ડ ફુકોસિલેટેડ કન્ડ્રોઇટિન સલ્ફેટ છે. સમુદ્ર કર્કટી હોલોથુરિયા ફ્લોરિડાના માં આ કમ્પાઉન્ડ જોવા મળ્યું છે. સલ્ફ-2 એક એન્જાઇમ છે જેનાથી કેન્સરના સેલ ખૂબ જ ઝડપથી પ્રસરે છે અને આ કમ્પાઉન્ડ સીધું સલ્ફ-2ને અટકાવે છે. યુનિવર્સિટી ઓફ મિસિસિપીના એસોસિએટ પ્રોફેસર ઓફ ફાર્માકોગ્નોશી ડૉ. વિટોર પોમિન કહે છે, “આ શુગર ખાસ કરીને અઘરા બનેલા કોષોને રોકવાનું કામ કરે છે. જો આપણે એ એન્જાઇમને અટકાવી શકીએ, તો કેન્સર ફેલાવા સામે લડી શકીએ.”

મરિન લાઇફમાં છે ઘણાં કમ્પાઉન્ડ

આ સ્ટડીના મુખ્ય લેખક મારવા ફ્રાંગ કહે છે, “મરિન લાઇફમાં ઘણા યુનિક સ્ટ્રક્ચરવાળા કમ્પાઉન્ડ હોય છે. આ કમ્પાઉન્ડ બહુજ ભાગ્યે જોવા મળે એવા હોય છે અને જમીન પર જોવા મળતા નથી.” તેથી તેઓ અને તેમની ટીમ હવે આ શુગર કમ્પાઉન્ડ પર વધુ અભ્યાસ કરવા માગે છે અને તેનો મેડિકલ ઉપયોગ કેટલો શક્ય છે તે જોવાનું છે.


એન્જાઇમ કેવી રીતે કાર્ય કરે છે?

સલ્ફ-2 એન્જાઇમ શરીરમાં રહેલા ગ્લાયકન્સને બદલાવી નાખે છે અને ટ્યુમરને વધારવા માટે દ્રષ્ટિએ આવે છે. ગ્લાયકન્સ એ શુગર મોલેક્યુલ્સ છે. માનવ સેલની સપાટી પર આવેલું આ મોલેક્યુલ કમ્યુનિકેશન અને ઈમ્યુન રિસ્પોન્સ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે એન્જાઇમ એટલે કે સલ્ફ-2 તેને બદલાવે છે, ત્યારે કેન્સર વધુ ફેલાય છે. આથી જો સલ્ફ-2ને અટકાવી શકાય, તો કેન્સરના ટ્યુમરને પણ અટકાવી શકાય છે. આ અભ્યાસમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીની ટીમ પણ શામેલ હતી. તેમણે આ શુગર કમ્પાઉન્ડનો ઉપયોગ લેબ ટેસ્ટિંગ અને કમ્પ્યુટર મોડેલિંગમાં કર્યો હતો અને તેની અસરકારકતા સાબિત કરી હતી.

બ્લડ ક્લોટિંગને અટકાવતું શુગર

સમુદ્ર કર્કટીમાંથી મળતી શુગર બ્લડ ક્લોટિંગ થવા દેતી નથી. આ ખાસ પ્રકારની શુગરમાં આવા રિસ્કનો અભાવ હોય છે. તેથી તે ભવિષ્યમાં કેન્સર સારવાર માટે અત્યંત ઉપયોગી બની શકે છે. યુનિવર્સિટી ઓફ મિસિસિપીના ડૉ. જોશુઆ શાર્પ કહે છે, “જો કોઈ મોલેક્યુલ બ્લડ કોગ્યુલેશનમાં વિઘ્ન ઊભું કરે, તો ઈન્ટર્નલ બ્લીડિંગ થવા કારણે જીવને જોખમમાં મૂકી શકે.”

આ પણ વાંચો: AIને લઈને એક સ્ટડીમાં મોટો ખુલાસો: OpenAI, ગૂગલ અને મેટાના AI બ્લેકમેલ કરી શકે છે યુઝર્સને

પ્રોડક્શનમાં પડતી અડચણો

સમુદ્ર કર્કટી અત્યંત અસરકારક હોવા છતાં તેની પ્રોડક્શનમાં કેટલીક અડચણો છે. ડૉ. વિટોર પોમિન કહે છે, “આ પ્રકારની ડ્રગ ડેવલપ કરતી વખતે સૌથી મોટી અડચણ એ છે કે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેથી માસ પ્રોડક્શન માટે તેના કેમિકલ વિકલ્પો તૈયાર કરવો પડશે. એ માટે સિન્થેસાઇઝિંગ કમ્પાઉન્ડ પર કામ ચાલી રહ્યું છે, જે પ્રાણીઓ પરથી નહીં બનાવવામાં આવે. જો એવું શક્ય બનશે તો મરિન લાઇફ પણ સુરક્ષિત રહેશે.”