Get The App

હવે ભારતમાં પણ ડીરેક્ટ સેટેલાઈટથી મળશે ઈન્ટરનેટ, આવી ગઈ ટ્રાયલની તારીખ, જાણો તેના નફા-નુકસાન

એક ઇવેન્ટમાં JIO અને ONEWEB આ મહીને સેટેલાઈટ ઈન્ટરનેટનો લાઇવ ડેમો આપશે

ત્યારે આપણે સેટેલાઈટ અને સામાન્ય ઈન્ટરનેટ વચ્ચેનો તફાવત જાણીશું

Updated: Oct 7th, 2023

GS TEAM


Google News
Google News
હવે ભારતમાં પણ ડીરેક્ટ સેટેલાઈટથી મળશે ઈન્ટરનેટ, આવી ગઈ ટ્રાયલની તારીખ, જાણો તેના નફા-નુકસાન 1 - image


Satellite internet vs Cable Internet: ભારતમાં જલ્દી જ સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ જોવા મળશે. જેનો મતલબ એવો થઇ કે કોઈ પણ પ્રકારના તાર કે ટાવર વગર આપણા ઘરોમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ આવશે. તેના માટે રીલાયન્સ જિયોની સેટેલાઈટ શાખા અને વનવેબને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેશનની મંજુરી આપવામાં આવી છે. આ બંને કંપની લાઇવ ડેમોન્સ્ટ્રેશનમાં એવું જણાવશે કે સેટેલાઈટ ઈન્ટરનેટ કઈ રીતે કામ કરશે. આજ આપણે કેબલ દ્વારા મળતું સામાન્ય ઈન્ટરનેટ સેટેલાઈટ ઈન્ટરનેટથી કઈ રીતે જુદું પડે છે અને તેના ફાયદા અને નુકસાન શું છે?   

સેટેલાઈટ ઈન્ટરનેટ શું છે?

સેટેલાઈટ ઈન્ટરનેટ સેટેલાઈટ ટીવીની જેમ જ કામ કરે છે. આ એક વાયરલેસ કનેકશન છે. જે સેટેલાઈટની મદદથી જમીનમાં મુકેલી ડીશ સુધી પહોચાડવામાં આવે છે અને ત્યારબાદ મોડેમની મદદથી ઈન્ટરનેટ મળે છે. રેડિયો વેવ્સના માધ્યમથી તેમાં કોમ્યુનિકેશન કરવામાં આવે છે. જેમ ડીશ ટીવીમાં ડીશના માધ્યમથી નેટવર્ક કેચ કરવામાં આવે છે, તેવી જ રીતે સેટેલાઈટ ઈન્ટરનેટ માટે પણ એક ડીશ કે ડિવાઈસ આપવામાં આવશે. જેના દ્વારા સીધું વાયરલેસ નેટવર્ક તમને મળશે. 

બંનેમાં તફાવત શું ?

સામાન્યરીતે કેબલ ઈન્ટરનેટમાં હાઈ સ્પીડ ડેટા કેબલ મળે છે. જો ભુલથી પણ આ વાયર તૂટી જાય તો તમને ઈન્ટરનેટ મળતું બંધ થઇ જાય છે. પરતું સેટેલાઈટ ઈન્ટરનેટમાં આવી સમસ્યા રહશે નહિ. આ ઈન્ટરનેટ સર્વિસ વાયરલેસ હોવાથી વાયર તૂટી જવાની કે કપાઈ જવાની કોઈ સમસ્યા રહેતી નથી. આ ટેકનોલોજીમાં જમીનથી સીધું સ્પેસમાં ઈન્ટરનેટ મોકલવામાં આવે છે અને ત્યાંથી સીધું ડીશના માધ્યમથી વાયરલેસ ફોર્મમાં પહોચાડવામાં આવે છે. તેનો સૌથી મોટો લાભ એ છે કે સેટેલાઈટ ઈન્ટરનેટનું કનેક્શન જો તમે શહેરમાં લીધું હોય તો પણ તેનો લાભ તમને ગામડામાં પણ મળશે. 

સેટેલાઈટ ઈન્ટરનેટ શું 5Gથી સારું છે?

સર્વિસ અને સ્પીડની બાબતમાં 5G એ સેટેલાઇટ ઇન્ટરનેટ કરતા આગળ છે. 5G ટોચના સેલ્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનેલું છે તેમજ તે ઝડપી ડેટા ટ્રાન્સફર માટે સક્ષમ છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં 5G ઉપલબ્ધ નથી અથવા નેટવર્ક સમસ્યાઓ છે ત્યાં સેટેલાઇટ ઇન્ટરનેટ વધુ સારું સાબિત થશે.

કઈ સર્વિસમાં મળશે સારી સ્પીડ?

હાલ સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂઆતી સ્ટેજ પર છે આથી તેની વધુ જાણકારીઓ મળી શકી નથી. સ્પીડટેસ્ટના એક રીપોર્ટ મુજબ આમાં 50 Mbpsની ડાઉનલોડ સ્પીડ અને 14 થી 25 Mbpsની અપલોડ સ્પીડ મળી શકે છે. અમુક રીપોર્ટમાં એલોન મસ્કના સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટની સ્પીડ 200 Mbps સુધીની સ્પીડ જણાય છે. જયારે સામાન્ય ઈન્ટરનેટમાં 50, 100, 200, 300 અને 1 gbps સુધીની સ્પીડ આપવામાં આવે છે. 

સેટેલાઈટ ઈન્ટરનેટના ફાયદા  

- વાયરલેસ ઈન્ટરનેટ હોવાથી કોઇપણ જગ્યા એ થી તેને એક્સેસ કરી શકાય છે

- જ્યાં તમારી ડીશ અને મોડેમ હશે ત્યાં જ તમને ઈન્ટરનેટ કનેકટીવીટી મળી જશે 

- ગામડાના વિસ્તારોમાં કે જ્યાં કેબલ, ફાઈબર લાઈન કે ટાવરની સુવિધા નથી મળતી ત્યાં સેટેલાઈટ ઈન્ટરનેટનો લાભ મળશે 

- કુદરતી આપતિ સમયે સામાન્ય ઈન્ટરનેટમાં ઘણું નુકશાન થતું હોય છે જયારે આમાં સરળ રિકવરી થઇ શકશે

સેટેલાઈટ ઈન્ટરનેટના નુકસાન 

- શરૂઆતી સ્ટેજ પર હોવાથી હાલ સામાન્ય ઈન્ટરનેટની સરખામણીમાં મોંઘુ છે

- સીધી સ્પેસથી કનેક્ટિવિટી મળતી હોવાથી ખરાબ મોસમમાં નેટની સ્પીડમાં સમસ્યા આવી શકે છે 

- સેટેલાઈટ ઈન્ટરનેટનું સામાન્ય ઈન્ટરનેટની જેમ જાતે ઈંસ્ટોલેશન કરી શકાતું નથી, તેના માટે પ્રોફેશનલની જરૂર પડે છે. જે ડીશ અને મોડેમનું સેટિંગ કરી આપે. 

હાલ મળતા એર ફાઈબર ડિવાઈસમાં તમે જાતે જ સેટઅપ કરી શકો છો. જે પ્લગ અને પ્લે પર કામ કરે છે.  

હવે ભારતમાં પણ ડીરેક્ટ સેટેલાઈટથી મળશે ઈન્ટરનેટ, આવી ગઈ ટ્રાયલની તારીખ, જાણો તેના નફા-નુકસાન 2 - image

Tags :