Get The App

ઓઈફોનમાં નવા લેવલે સેટેલાઈટ કનેક્ટિવિટી

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ઓઈફોનમાં નવા લેવલે સેટેલાઈટ કનેક્ટિવિટી 1 - image


- nðu sLkh÷ {uMku®søk yLku {uÃMk{kt LkurðøkuþLk Ãký þõÞ çkLkþu - {kuçkkR÷ rMkøLk÷ rðLkk

આપણા આઇફોન ને એન્ડ્રોઇડ ફોનમાં કટોકટીના સંજોગોમાં ઇન્ટરનેટ કનેકશન તો છોડો, સાદાં મોબાઇલ સિગ્નલ પણ ન મળતાં હોય ત્યારે સેટેલાઇટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને મદદ માગતો એસએમએસ મોકલી શકાય એવી સગવડ આવી ગઈ છે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે એપલ કંપની આઇફોનમાં હજી વધુ સેટેલાઇટ આધારિત ફીચર્સ ઉમેરવાની તૈયારી કરી રહી છે. આથી આઇફોનમાં સેટેલાઇટ કનેક્ટિવિટીથી એપલ મેપ્સ અને મેસેજિસનો ઉપયોગ કરી શકાશે.

વ્યક્તિ ગાઢ જંગલ કે અન્ય રિમોટ એરિયામાં ખોવાઈ હોય કે કુદરતી આફતના સંજોગમાં ફોનમાં મોબાઇલ કનેક્ટિવિટી ગુમાવી બેઠી હોય તેવા સંજોગમાં આઇફોન વ્યક્તિનો જીવન બચાવી શકે એવા કંપની પ્રયાસો કરી રહી છે. આઇફોનમાં વર્ષ ૨૦૨૨માં ૧૪મા વર્ઝનથી સેટેલાઇટની મદદથી ઇમરજન્સી એસએમએસની સગવડ ઉમેરાઈ હતી, જેને કારણે આઇફોનમાં મોબાઇલ સિગ્નલ વિના પણ રેસ્ક્યુ ટીમને મદદ માટેનો મેસેજ મોકલી શકાય છે. એ પછી આઇફોનમાં રોડ સાઇડ આસિસ્ટન્સનું ફીચર ઉમેરાયું, જેને કારણે હાઇવે પર મોબાઇલ કનેક્ટિવિટી નહીંવત કે બિલકુલ બંધ હોય ત્યારે પણ કોઈ કારણસર હાઇવે પર અટકી પડેલા લોકો આઇફોનથી મદદ મેળવી શકે છે.

હવે કંપની મોબાઇલ સિગ્નલ વિના પણ આઇફોન મદદરૂપ થઈ શકે તેવી સુવિધાઓ સિંગલ મેસેજથી વિસ્તારીને કોઈ પણ મેસેજિંગ તથા મેપ્સ સુધી ફેલાવવા માગે છે. આ પછી મેસેજમાં માત્ર ટેક્સ્ટને બદલે ફોટોગ્રાફ પણ શેર કરી શકાશે. અત્યારે એપલનું ઇન્ટર્નલલ સેટેલાઇટ કનેક્ટિવિટી ગ્રૂપ આઇફોનને ડાયરેક્ટ સેટેલાઇટ સાથે કનેક્ટ કરી શકાય તેવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. આ માટે ગ્લોબલ સ્ટાર નામની સેટેલાઇટ ઓપરેટર કંપનીના સાથમાં કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. હાલમાં આઇફોનમાં સેટેલાઇટથી એસઓએસ મેસેજ મોકલવાનું કામ આ કંપનીના સેટેલાઇટથી જ શક્ય બને છે.

બીજી વાત, અત્યારે આઇફોનથી સેટેલાઈટની મદદથી મેસેજ મોકલવા આઇફોનને આકાશ તરફ પોઇન્ટ કરવો પડે છે. પરંતુ એન્જિનીયર્સ એવા પ્રયાસમાં છે કે આઇફોન ગમે તે દિશામાં હોય કે ખિસ્સામાં હોય ત્યારે પણ તે સેટેલાઇટ સાથે કનેક્ટેડ રહી શકે.

કંપની ઇમરજન્સીમાં મદદ માટે મેપ્સ અને મેસેજિંગના ઉપયોગ ઉપરાંત થર્ડ પાર્ટી ડેવલપર્સ પણ સેટેલાઇટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકે તેવી એપ્સ ડેવલપ કરી એ માટે એક ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. ૉ

આ શક્ય બનશે તો ટ્રાવેલ, હેલ્થ અને સેફ્ટી સંબંધિત એપ્સ ઇન્ટરનેટ કનેકશન વિના પણ કામ આપશે. આ બધું આફતના સજોગોમાં કે દુર્ગમ વિસ્તારોમાં ટ્રેકિંગ સમયે લોકોને વધુ મદદરૂપ થશે.

અત્યારે એપલ ઉપરાંત ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપની અમેરિકન મોબાઇલ પ્રોવાઇડર કંપની ટી-મોબાઇલના સાથમાં એન્ડ્રોઇડ ડિવાઇસ માટે સેટેલાઇટ મેસેજિંગની સુવિધા આપી રહી છે. અન્ય મોબાઇલ કંપનીઓ પણ આ પ્રકારની સુવિધા પર કામ કરી રહી છે.

અત્યારે આ બધી કંપનીનું લક્ષ્ય સ્પષ્ટ છે - લોકો માટે પોતાના ફોનની મદદથી ગમે ત્યાંથી ગમે ત્યારે કનેક્ટેડ રહેવાનું શક્ય બનાવવું - તેમના ફોનમાં ઇન્ટરનેટ કે મોબાઇલ સિગ્નલ ન મળતાં હોય ત્યારે પણ!

Tags :