For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓળખાણો સાચવવાની રામાયણ

Updated: Aug 10th, 2021

Article Content Image

- M{kxoVkuLk{kt fkuLxuõxTMkLke ¼h{kh ík{Lku Ãksðu Au? ykÃkýu íkuLkwt {uLkus{uLx Úkkuzwt Mknu÷wt çkLkkðeyu

ઓળખાણ મોટી ખાણ છે - આ વાત સ્માર્ટફોનમાં આપણા કોન્ટેક્ટ લિસ્ટ પર નજર ફેરવીએ ત્યારે ખરેખર સાચી લાગે! તકલીફ માત્ર એટલી કે આ ખાણ જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ તેની સાચવણ મુશ્કેલ બનતી જાય છે.

એમાં જો આપણે પોતાના કોન્ટેક્ટ્સ સાચવવામાં બેધ્યાન રહ્યા હોઈએ તો તેનું લિસ્ટ જબરું મોટું થતું જાય. ક્યારેક નવરાશે ફોનનું કોન્ટેક્ટ્સ તપાસશો તો એમાં એવા કેટલાય નંબર (નામ વિનાના!) અને નામ જોવા મળશે જે કેમ સેવ કર્યા હતા એ તમને હવે યાદ પણ નહીં હોય.

આપણે જે જે ઓનલાઇન સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ એ બધી આપણા કોન્ટેક્ટ લિસ્ટની એક્સેસ મેળવીને તેમાંની દરેક વ્યક્તિ સાથે આપણો તાળો મેળવતી હોય છે. વોટ્સએપમાં આપણે બેધ્યાન હોઈએ તો આપણાં બધાં સ્ટેટસ, જેની સાથે આપણા સંબંધ પૂરા થઈ ગયા હોય, પણ તેનો નંબર આપણી એડ્રેસ બુકમાં પડી રહ્યો હોય એ પણ જોઈ શકે છે.

એ કારણે, આપણા ડિજિટલ કોન્ટેક્ટ લિસ્ટ તરફ થોડું ધ્યાન આપવું જરૂરી છે. અહીં આવી કેટલીક બાબતો આપી છે, પૂરતી ફુરસદે તેના પર અમલ કરવા જેવો છે!

Võík yuf õ÷kWzçkuÍTz yuzÙuMkçkwf hk¾ku

આપણે સૌ જુદા જુદા હેતુ માટે સહેલાઈથી નવું ઈ-મેઇલ એકાઉન્ટ ખોલી નાખતા હોઈએ છીએ. સામાન્ય રીતે દરેક વ્યક્તિનું એક પર્સનલ અને બીજું પ્રોફેશનલ ઈ-મેઇલ એકાઉન્ટ હોય જ છે. તમે ઇચ્છો તો બંને પ્રકારના કોન્ટેક્ટસ અલગ રાખી શકો અને બંને એકાઉન્ટ સ્માર્ટફોનમાં ઉમેરી શકો.

આવી સ્થિતિમાં, તમારા બંને એકાઉન્ટમાં જેટલા કોન્ટેક્ટ્સ હશે એ બધા જ સ્માર્ટફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં જોવા મળશે. જો તમે બંને એકાઉન્ટમાં એક જ વ્યક્તિની વિગતો સેવ કરી હોય તો તે ફોનમાં ક્લટર ઊભું કરશે.

આથી કોઈ એક જ ગૂગલ/એપલ એકાઉન્ટમાં તમારા તમામ કોન્ટેક્ટસ સાચવી લો એ સારો રસ્તો છે. એક ગૂગલ એકાઉન્ટમાં એક સાથે કુલ ૨૫,૦૦૦ કોન્ટેક્ટ્સ સાચવી શકાય છે. કોન્ટેક્ટ્સ એપમાં કે વેબ વર્ઝનમાં આ એકાઉન્ટની સાફસૂફી કરવી પણ સહેલી થશે.

çkÄk fkuLxuõxTMk yuf yufkWLx{kt s{k fhkuu

તમારા કોન્ટેક્ટ્સ ફોનના સિમકાર્ડ, ફોનની મેમરી, વિવિધ ઈ-મેઇલ એકાઉન્ટ વગેરેમાં વિખરાયેલા હોય તો તેને ફક્ત એક ગૂગલ કે એપલ એકાઉન્ટમાં સાચવી લેવા હિતાવહ છે. આથી, નવો સ્માર્ટફોન લેશો ત્યારે બધા જ કોન્ટેક્ટ એક સાથે નવા ફોનમાં આવી જશે. અત્યારે તમારા કોન્ટેક્ટ્સ ફોનમાં ક્યાં ક્યાં છે એ જાણવા માટે કોન્ટેક્ટ એપ ઓપન કરી, તેના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘કોન્ટેક્ટ ફ્રોમ’ કે ‘કોન્ટેક્ટ સોર્સ’ જેવો વિકલ્પ જોવા મળશે. તેમાંથી કોઈ એક જ સોર્સના કોન્ટેક્ટ જોઈ શકાશે. તે તમામને સિલેક્ટ કરી, તમારા ગૂગલ કે એપલ એકાઉન્ટમાં ‘મૂવ કે ‘એક્સપોર્ટ કરી શકાશે.  આથી છેવટે તમારા બધા કોન્ટેક્ટ્સ એક જ એકાઉન્ટમાં આવી જશે. હવે આપણે એ એક જગ્યાએ કોન્ટેક્ટ્સની સફાઈ કરવાની રહેશે. મોબાઇલમાં નવો કોન્ટેક્ટ સેવ કરતી વખતે, આ એક જ એકાઉન્ટમાં સેવ કરવાનું યાદ રાખશો.

yu yufkWLx{ktÚke zwÂÃ÷fux fkuLxuõxTMk Ëqh fhku

જો તમે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હો, તો તેની ‘કોન્ટેક્ટસ’ એપ ફોનમાં ઉમેરી શકો છો. એ પછી, તેમાં જે તે એકાઉન્ટમાંના કોન્ટેક્ટ્સ તપાસી શકાશે. આપણે કોઈને ફક્ત ઈ-મેઇલ કરીએ તો એ અલગ કોન્ટેક્ટ તરીકે લિસ્ટમાં ઉમેરાય છે અને એ વ્યક્તિનો નંબર સેવ ત્યારે તે ફરી અલગ કોન્ટેક્ટ તરીકે ઉમેરાતો હોય છે. કોન્ટેક્ટ એપમાં આવા ડુપ્લિકેટ્સ શોધીને આપણે દૂર કરી શકીએ છીએ. સામાન્ય રીતે સિસ્ટમ આવા કોન્ટેક્ટસ તારવીને આપણને બતાવે છે, આપણે તેને તપાસીને ઇચ્છીએ તો એકમેકમાં મર્જ કરીને એક કોન્ટેક્ટ બનાવી શકીએ છીએ.

એ ઉપરાંત, ફોનમાં એકથી વધુ એકાઉન્ટ ઉમેર્યા હોય અને એ દરેકમાં આપણે એક જ વ્યક્તિની વિગતો સેવ કરી હોય તો એ બધી પણ ફોનમાં અલગ અલગ દેખાતી હોય છે. આવા ડુપ્લિકેટ્સ દૂર કરવા માટે એ બીજા એકાઉન્ટ્સ દૂર કરવા પડે છે.

{ÞkorËík yufkWLxLkk fkuLxuõxTMk ®Mkõz hk¾ku

આગળ વાત કરી તેમ, સ્માર્ટફોનમાં આપણે જેટલી સર્વિસના એકાઉન્ટ ઉમેરીએ એ બધાના કોન્ટેક્ટ્સ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં ઉમેરાતા હોય છે. જેમ ગૂગલના એકથી વધુ એકાઉન્ટ હોય તો એ તમામના, ફેસબુકના, ટ્વિટર, વોટ્સએપ વગેરેના પણ. આમાંથી જે જે સર્વિસના કોન્ટેક્ટ તમે સ્માર્ટફોનમાં જોવા માગતા હો, માત્ર તેમને જ સિંક્ડ રાખી શકાય. એ માટે, ફોનના સેટિંગ્સમાં ‘એકાઉન્ટ્સમાં જાઓ અને જે તે એકાઉન્ટ સિલેક્ટ કરી, તેની કઈ કઈ બાબતો સ્માર્ટફોન સાથે સિંક થઈ રહી છે તે તપાસી જુઓ.જે બિનજરૂરી લાગે તેને માટે સિંક બંધ કરી દો. આમ કરવાથી, એ સર્વિસમાંના તમારા એકાઉન્ટમાંથી તમારા કોન્ટેક્ટ્સ દૂર નહીં થાય અને સ્માર્ટફોનમાં પણ દેખાતા જ રહેશે. સ્માર્ટફોનમાંથી તેમને દૂર કરવા, ફોનમાંથી એ એકાઉન્ટ રીમૂવ કરવું પડશે અને પછી ફરી ઉમેરીએ ત્યારે કોન્ટેક્ટ્સ માટે સિંકનો વિકલ્પ બંધ રાખવો પડશે!

Gujarat