For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બ્રાઉઝરમાં જોઈતાં પેજ દર વખતે ફટાફટ ઓપન કરો

Updated: Aug 10th, 2021

Article Content Image

આપણે જ્યારે પણ પીસી/લેપટોપ પર દિવસની શરૂઆત કરીએ કે ઓફિસમાં કામની શરૂઆત કરીએ ત્યારે મોટા ભાગે પહેલું કામ ઇન્ટરનેટ સર્ફિંગ માટે બ્રાઉઝર ઓપન કરવાનું કરતા હોઈએ છીએ. બ્રાઉઝરમાં પણ, કેટલીક નિશ્ચિત સાઇટ્સ એવી હોય છે, જેને આપણે સૌથી પહેલાં ઓપન કરીએ છીએ. જેમ કે, જીમેઇલ, ફેસબુક અને વોટ્સએપનું વેબ વર્ઝન (ઓફિસના કામકાજ માટે પણ વોટ્સએપનો ઉપયોગ કરતા હો ત્યારે તો ખાસ!).

આ સ્થિતિમાં, રોજેરોજ બ્રાઉઝર ઓપન કર્યા પછી એકની એક સાઇટ્સ અલગ અલગ ટેબ્સમાં ઓપન કરવાનું કામ ખાસ્સું ઝડપી બનાવી શકાય છે. લગભગ દરેક બ્રાઉઝર, આપણે તેને ઓપન કરીએ ત્યારે તે આપોઆપ શું કરે તેના ત્રણ વિકલ્પ આપતું હોય છેઃ

૧. કોરું કટ સ્ટાર્ટ પેજ ઓપન કરવું

૨. અગાઉના સેશનમાં ઓપન કરી બધી ટેબ્સ ફરી ઓપન કરવી

૩. કોઈ ચોક્કસ પેજ કે પેજીસ ઓપન કરવાં

આ વિકલ્પો સુધી પહોંચવા માટે તમારા બ્રાઉઝરના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘On Startup’ શોધો. આ વિભાગમાં ઉપર મુજબના વિકલ્પો મળશે.

જો તમે ઉપરના ઉદાહરણ મુજબ, બ્રાઉઝર ઓપન કરો ત્યારે જીમેઇલ, ફેસબુક અને વોટ્સએપના વેબ વર્ઝનનું પેજ હંમેશાં ઓપન થઈ જાય એવું કરવા ઇચ્છતા હો તો બ્રાઉઝરના સેટિંગ્સમાં... ‘ઓન સ્ટાર્ટઅપ’ વિભાગમાં, ત્રીજો વિકલ્પ પસંદ કરો.

હવે બ્રાઉઝરમાં નવી ત્રણ ટેબમાં આપણે જરૂરી ત્રણેય પેજ ઓપન કરી લો. હવે ફરી સેટિંગ્સમાં જઈને ‘યૂઝ કરન્ટ પેજીસ’નો વિકલ્પ પસંદ કરી લો. એટલું યાદ રાખશો કે જો બ્રાઉઝરમાં પહેલેથી ઘણાં પેજ ઓપન હશે તો આ વિકલ્પ પસંદ કરતાં એ બધાં સ્ટાર્ટઅપ પેજ તરીકે ઉમેરાઈ જશે અને તમારે ન જોઈતાં પેજ એક એક કરીને દૂર કરવાં પડશે!

અથવા, એક એક નવી ટેબમાં આ ત્રણેય પેજ ઓપન કરી, તેનાં યુઆરએલ કોપી કરીને સેટિંગ્સના ‘ઓન સ્ટાર્ટઅપ’ પેજમાં પેસ્ટ કરીને પણ આ કામ કરી શકાય.

આટલું કરતાં, તમે જ્યારે પણ નવેસરથી બ્રાઉઝર ઓપન કરશો, ત્યારે આ તમને જોઈતાં ત્રણેય પેજ ઓપન થઈ જશે!

Gujarat