ChatGPT અને AI ટુલ્સનો ઉપયોગ કરવા કરોડોની નોકરી મેળવી શકો છો, કરવું પડશે માત્ર આ કામ
એક યુવાનને માત્ર ChatGPT ના કોર્ષથી 3 મહિનામાં જ લગભગ 28 લાખ રુપિયાની કમાણી કરી
નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2023, સોમવાર
સમગ્ર દુનિયામાં AI ના કારણે એક બાજુ મોટી કંપનીઓમાં નોકરીઓમાંથી છુટણીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ નવી નોકરીઓની તકો ખુલી રહી છે. હાલમાં જ એક સમાચાર આવ્યા છે કે 30 વર્ષના એક યુવાનને માત્ર ChatGPT ના કોર્ષથી 3 મહિનામાં જ લગભગ 28 લાખ રુપિયાની કમાણી કરી લીધી છે. વધુ એક ખબર પ્રમાણે ChatGPT અને AI માટે રોલ બની રહી રહ્યા છે જેમા વર્ષે 2 કરોડથી વધારે રુપિયા કમાઈ શકે છે.
પ્રોમ્પ્ટ એન્જિનિયરના કંપનીઓનો વર્કલોડ ઓછો કરે છે
પ્રોમ્પ્ટ એન્જિનિયરના કોર્ષ પણ કરાવવામાં આવે છે. જેમા પ્રોમ્પ્ટ એન્જિનિયરના કામ AI ટુલ્સને સારી રીતે યુઝ કરી ઈફેક્ટીવ રિઝલ્ટ લાવવુ પડે છે. પ્રોમ્પ્ટ એન્જિનિયરના કંપનીઓનો વર્કલોડ ઓછો કરે છે અને ઓછા સમયમાં AI પાસેથી વધારે કામ કરવી લે છે.
કંપનીઓના વર્કફોર્સને ઓછુ કરી શકે છે અને રેવન્યુ વધારે જનરેટ કરે છે.
પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ કોઈ પણ ફિલ્ડમાં થઈ શકે છે. આના માટે કોઈ ખાસ ડિગ્રીની જરુર નથી, તેને ખબર હોય છે કે AIને કેવી રીતે પ્રશ્નો પુછવામાં આવે કે જેથી તે યોગ્ય જવાબ આપી શકે અને તેનો ઉપયોગ કરી કંપનીઓના વર્કફોર્સને ઓછુ કરી શકે છે અને રેવન્યુ વધારે જનરેટ કરી શકે છે.
કમાન્ડ જાણતા હોવ તો થોડા સમયમાં વધુ કામ કરી શકો છો.
જેમ કે તમે ChatGPT અથવા Midjourney જેવા ટુલ્સ તમે વાપરી શકો છો. પરંતુ તમારે તેમાથી સરસ રીતે ઈફેક્ટીવ કામ કરવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે, કારણ કે તમે કમાન્ડ જાણતા નથી. અને કમાન્ડ જાણતા ન હોવાને કારણે તમે તેના પર કલાકો ટાઈમ આપીને થોડુક કામ કરાવી શકો છો.
પ્રોમ્પ્ટ એન્જિનિયરો આ ટુલ્સની મદદથી વધુ ઝડપી અને ચોક્કસ પરિણામો મેળવે છે
તો બીજી બાજુ પ્રોમ્પ્ટ એન્જિનિયર્સને ChatGPT અથવા Midoourney વિશેના AI ટૂલ્સના તમામ કમાન્ડ જાણે છે અને તેને ખબર છે કે કેવી રીતે AI ટૂલ્સનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. પ્રોમ્પ્ટ એન્જિનિયરો આ ટુલ્સની મદદથી વધુ ઝડપી અને ચોક્કસ પરિણામો મેળવી શકે છે.
Klarity પણ મશીન લર્નિંગ એન્જિનિયરોને વાર્ષિક કરોડોની ઓફર આપે છે
રિપોર્ટ પ્રમાણે ગૂગલ બેઝ સ્ટાર્ટઅપ Anthropic જેવી કંપનીઓ પ્રોમ્પ્ટ એન્જિનિયરની નોકરીઓ માટે વાર્ષિક રુપિયા 2 કરોડથી વધારેની ઓફર કરે છે. એજ રીતે કેલિફોર્નિયાના દસ્તાવેજ સમીક્ષક Klarity પણ મશીન લર્નિંગ એન્જિનિયરોને વાર્ષિક કરોડો રૂપિયાની ઓફર આપી રહી છે.