Get The App

પિંક વોટ્સએપ સ્કેમ : કોઈ અલગ વોટ્સએપ ડાઉનલોડ કરશો નહીં

Updated: Jul 2nd, 2023

GS TEAM


Google News
Google News
પિંક વોટ્સએપ સ્કેમ : કોઈ અલગ વોટ્સએપ ડાઉનલોડ કરશો નહીં 1 - image


થોડાં વર્ષ પહેલાં વોટ્સએપના ‘પ્રીમિયમ ગોલ્ડ વર્ઝન’ને નામે લોકોને છેતરવામાં આવતા હતા. હમણાં એકાદ મહિનાથી ભારતમાં બરાબર એ જ રીતે ‘પિંક વોટ્સએપ’ને નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. 

આ સ્કેમમાં વોટ્સએપ સહિત જુદી જુદી સોશિયલ સાઇટ્સ પર લોકોને ‘રેગ્યુલર વોટ્સએપ’ની સરખામણીમાં ‘વધુ ફીચર્સ ઓફર કરતા પિંક વર્ઝન’ની એપ ડાઉનલોડ કરવાની લિંક મોકલવામાં આવે છે. આ એપ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરતી વ્યક્તિના ફોનમાં જોખમી સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. એ સોફ્ટવેર ફોનમાંના અન્ય કોન્ટેક્ટ્સને જાહેરાતો બતાવી શકે છે કે બેંકની વિગતો અને ઓટીપી સુધ્ધાં મેળવી શકે છે. 

મુંબઈ પોલીસે પણ આ સ્કેમ સામે લોકોને સાવચેત કરતાં અજાણ્યા સોર્સ તરફથી મળતી કોઈ પણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. જો તમે આવી કોઈ લિંક ક્લિક કરીને ફોનમાં વોટ્સએપની પિંક એપ ઇન્સ્ટોલ કરી લીધી હોય તો તેને તાબડતોબ અનઇન્સ્ટોલ કરશો. 

જો ફોનનો બધા ડેટાનો યોગ્ય રીતે બેકઅપ લેવાતો હોય તો ફોનને ફેકટરી રીસેટ કરી લેવો પણ હિતાવહ છે. વોટ્સએપની રેગ્યુલર અને બિઝનેસ એપ સિવાય તેનું બીજું કોઈ વર્ઝન નથી.

Tags :