For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફોન વારંવાર ગરમ અને હેંગ થાય છે, માત્ર 1 જ મિનિટમાં બધા જ પ્રોબ્લેમ સોલ્વ, ઘણા ઓછા લોકો જાણે છે આ 4 ઉપાય

ક્યારેક ગેમ રમતી વખતે અથવા મલ્ટીટાસ્કિંગ કામ કરતી વખતે ફોન હેગ્સ થઈ જાય છે.

Updated: May 24th, 2023

Article Content Image
Image Envato 

તા. 24 મે 2023, બુધવાર 

જો તમારો ફોન વારંવાર ગરમ થઈ જાય છે અથવા તો વારંવાર હેંગ થાય છે. હવે તમારે ચિંતા કરવાની કોઈ જરુર નથી. આજે તમને અમે કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએ કે જેનાથી તમે આ દરેક પ્રકારના પ્રોબલેમ સોલ્વ કરી શકશો. જેમા તમારે કોઈ ખાસ કામ કરવાનુ નથી માત્ર કેટલાક સેટિંગ કરવાના છે. 

આ બાબતે તમને જણાવી દઈએ કે, ફોનમાં કામ કરતુ પ્રોસેસર બેકગ્રાઉન્ડમાં કેટલાય કામ કરતુ હોય છે. એટલા માટે ક્યારેક ગેમ રમતી વખતે અથવા મલ્ટીટાસ્કિંગ કામ કરતી વખતે ફોન હેંગ થઈ જાય છે. જો કે હવે તમારે તે બાબતે ચિંતા કરવાની કોઈ જરુર નથી. તેના માટે તમારે માત્ર આ 4 કામ કરવાના રહેશે. 

આ માટે તમારે માત્ર આ 4 કામ કરવાના રહેશે

1. પહેલા એ કે તમારે સેટિંગ્સમાં જઈ લોકેશનમાં જવુ પડશે. ત્યા તમને  Improve Accuracy નું ઓપ્શન જોવા મળશે. અહી તમને Wi-Fi Scanning અને  Bluetooth Scanning નું ઓપ્શન જોવા મળશે તેને બંધ કરવું પડશે. તેના પછી બેકગ્રાઉન્ડમાં ચાલતી દરેક પ્રકારની પ્રોસેસ બંધ થઈ જશે. 

2. બીજી રીત એ છે કે સેટિંગ્સમા ગયા પછી Appsમાં જવું પડશે. પછી અહી તમને Google Play Servie ને સિલેક્ટ કરવું પડશે. અને તેના પછી Storage જવાનું અને ત્યાથી ફરી  Clear Cache  ઓપ્શન પર જઈ ટેપ કરવું પડશે. તેનાથી ફોનની અંદર રહેલી જંકફાઈલને ડિલીટ થઈ જશે. 

3. તેના પછી તેમારે ફરી બેક આવી App Details in store જઈ તેને  Deactivate કરવું પડશે. તેના પછી તમારે ફોનને ઓફ કરી ઓન કરવો પડશે. આવુ કરવાથી ફોનમાં જમા થયેલી તમામ જંકફાઈલ ડિલીટ થઈ જશે. તે પછી ફરી સેટિંગમાં જઈ About Phone માં જવાનું રહેશે. તેમા તમને Software Information નું ઓપ્શન જોવા મળશે. તેમા તમારે Build Number પર તમારે 7 વખત ટેપ કરવુ પડશે. અને તેના પછી તમારે ફોન Developer Option ઓન હશે. 

આ ઑપ્શનની અંદર તમને Window animation scale, Transition animation scale અને  Animator duration scale  તેના પર જઈ 5X સિલેક્ટ કરવાનું રહેશે. તેના પછી  Background Process Limit નું ઑપ્શન દેખાશે. તેમા તમારે  aT Most, 1 Process નું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. આવુ થવાથી તમારા ફોનના પ્રોસેસરનું બેકગ્રાઉન્ડ ટાસ્ક ઓછુ થઈ જશે. 

4. હવે તમારે તમારા ફોનમાં Phone Master નામની એપ ડાઉનલોડ કરવી પડશે. પછી તેની અંદર આવો અને Phone Cooler ને સિલેક્ટ કરવાની રહેશે. આનાથી તમારી સામે એવી આવશે અને હવે જે તમે લાંબા સમયથી એક્સેસ નથી કરતા એવી ફાઈલો ડિલીટ થઈ જશે. અહીં તમારે Cool Down નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લીક કરવાની રહેશે. પછી તે ફોન સાફ કરશે. 


Gujarat