For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પર્સનલ ફાઈનાન્સ મેનેજમેન્ટઃ ડિજિટલ રીતે

Updated: Mar 31st, 2024

Article Content Image

- ykðíke fk÷Úke þY Úkíkk Lkðk LkkýkfeÞ ð»ko{kt, ykÃkýkt MktíkkLkkuLku þe¾ððk suðe yuf {n¥ðLke ÂMf÷

આજે ૩૧મી માર્ચ. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો છેલ્લો દિવસ. આજે એક સાદો સવાલ - આજના દિવસે તમારી કુલ સંપત્તિ કેટલી છે, તમને પાકો અંદાજ છે? જવાબ હજારો કે લાખો-કરોડોમાં હોઈ શકે, પણ સવાલ એ નથી. સવાલ એ છે કે આજની તારીખે, ચોક્કસ આંકડો કેટલો એ તમને ખબર છે? કમ સે કમ તમે કમ્પ્યુટરમાં સ્પ્રેડશીટ કે કોઈ સોફ્ટવેર ખોલીને અથવા સ્માર્ટફોનમાં કોઈ એપ ખોલીને આ આંકડો કહી શકો?

જો જવાબ હા હોય, તો બહુ સરસ! તો બીજો સવાલ - તમારા પરિવારમાં તમારાં સંતાનો કે જીવનસાથીને પણ આ વિશે ખબર છે? તમે પર્સનલ ફાઇનાન્સની બધી વિગતો ક્યાં અને કેવી રીતે સાચવો છો એ તેઓ જાણે છે? પર્સનલ ફાઇનાન્સના બધા નિર્ણયમાં પરિવારના સૌ સભ્યો સામેલ રહે છે?

મોટા ભાગે આ બધા સવાલોના જવાબ વધતા-ઓછા અંશે ના જ હશે. પર્સનલ ફાઇનાન્સની બાબતો તરફ આપણે  આપવું જોઇએ તેટલું ધ્યાન આપતા નથી. આપણે રૂપિયાનું મહત્ત્વ બરાબર જાણીએ, પણ તેના યોગ્ય મેનેજમેન્ટનું મહત્ત્વ ઓછું.

આવતી કાલથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે તેનો લાભ લઇને એક નવી શરૂઆત કરી શકાય? આજના સમયમાં આપણું બધું જ કામકાજ ડિજિટલ રીતે કરવાના આપણી પાસે અનેક રસ્તાઓ છે. આપણી ફાઇલ્સ અન્ય લોકો સાથે શેર કરવાના પણ અનેક રસ્તા છે. એનો લાભ લઇએ અને ફાઇનાન્સિયલ લિટરસી તરફની નવી યાત્રાના શ્રીગણેશ કરીએ - ડિજિટલ રીતે.

ફોકસ રાખીએ, સ્કૂલ પછી કોલેજ તરફ આગળ વધી રહેલા સ્ટુડન્ટ્સ પર.

Þtøk sLkhuþLk {kxu ÃkMkoLk÷ VkRLkkLMk Mk{sðwt fu{ sYhe?

આપણે ગુજરાતીઓને વેપાર-ધંધાની સમજ ગળથૂથીમાં જ મળે - આ વાત પહેલાંના સમયમાં સાચી હશે. હવે તે પહેલાં જેટલી અસરકારક કદાચ રહી નથી. ફેમિલી બિઝનેસ ધરાવતા લોકો કે કોમર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને વેપાર-ધંધાની વાતો સહેલાઈથી સમજાય એ ખરું, પરંતુ કોમર્સ સિવાય સાયન્સ, એન્જિનીયરિંગ, મેડિકલ કે આર્ટસ જેવા અન્ય વિષયોમાં આગળ વધી રહેલા વિદ્યાર્થીઓને વેપાર-ધંધા કે પર્સનલ ફાઇનાન્સની પદ્ધતિસરની તાલીમ મળતી નથી.

આપણી શાળા-કોલેજમાં રોજિંદા જીવનમાં ઉપયોગી એવા ઘણા વિષયો પર પૂરતું ધ્યાન અપાતું નથી. એમાંનો એક વિષય એટલે આ પર્સનલ ફાઇનાન્સ. ગણિતમાં નફા-નુકસાનના દાખલા આવે, પરંતુ વાત લગભગ ત્યાંથી જ અટકે.

ખાસ કરીને રોજબરોજના બેંકિંગની સમજ, જુદા જુદા પ્રકારનાં ખાતા, આવક-જાવકનો ચોક્કસ હિસાબ, નાની બચત યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર કે અન્ય રીતે નાણાનું રોકાણ, બચત અને મૂડીરોકાણ વચ્ચેનો તફાવત, વિવિધ પ્રકારના વીમા અને તેમની જરૂરિયાત, જીવનના વિવિધ તબક્કે વીમાની બદલાતી જરૂરિયાત, ટેક્સ-સેવિંગ માટેનું રોકાણ, ચોક્કસ ધ્યેય સાથેનું રોકાણ, વીમા અને બચત/રોકાણ વચ્ચેનો તફાવત, નિવૃત્ત જીવન માટેની નાણાકીય વ્યવસ્થા… આ બધી બાબતો વિશે આપણને નાની ઉંમરથી સ્પષ્ટ અને પદ્ધતિસરની સમજ મળતી નથી.

મોટા થઈને પરિવારની આર્થિક જવાબદારી જેમના શિરે આવવાની છે તે યુવાનોની પણ આ સ્થિતિ છે ત્યારે દીકરીઓની તો વાત જ શી કરવી?

દીકરીઓમાં ફાઈનાન્સિયલ લિટરસી બાબતે તો આપણે ત્યાં જબરજસ્ત વિરોધાભાસ જોવા મળે છે.

એક તરફ આપણને ૨૦૧૯થી નિર્મલા સીતારામન સ્વરૂપે દેશનાં સૌ પ્રથમ ફુલ-ટાઇમ મહિલા નાણાપ્રધાન મળ્યાં છે (જે એ પહેલાં દેશનાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યાં છે). બીજી તરફ આપણા બહુધા પરિવારોમાં મહિલાઓને ‘ગૃહ પ્રધાન’  કે ‘નાણા પ્રધાન’ કહેવામાં આવે છે, પરંતુ મોટા ભાગે મજાકમાં.

નાણાકીય બાબતોમાં મહિલાઓની ભૂમિકા કરિયાણા-શાકભાજીની ખરીદી પૂરતી સીમિત રહે છે. કોર્મસ, ફાઇનાન્સ મેનેજમેન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસ કરેલી દીકરી પોતાના ક્ષેત્રમાં જોરદાર પ્રગતિ કરી શકે છે. પરંતુ અન્ય વિષયમાં આગળ વધતી દીકરીઓને મોટા ભાગે સામાન્ય બેંકિંગ બાબતે પણ પૂરતી જાણકારી કે આત્મવિશ્વાસ હોતાં નથી. સુખદ અપવાદો જરૂર હશે, પણ જનરલી લગભગ બધા પરિવારોમાં આવી સ્થિતિ.

એટલે જ આજના સમયમાં નાણાકીય કેળવણી તરફ પણ થોડું ધ્યાન આપવા જેવું છે. નવી ટેક્નોલોજીને કારણે સૌનું એક્સપોઝર જબરજસ્ત રીતે વધ્યું છે, ઇન્ફર્મેશન મેળવવાના અનેક રસ્તા ખૂલ્યા છે અને વિવિધ બાબતોના સ્માર્ટ મેનેજમેન્ટની અનેક સર્વિસ પણ મળવા લાગી છે ત્યારે બને એટલી નાની ઉંમરથી પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટની સમજ અને નિયમિતતા કેળવવા વિશે પણ થોડું વિચારીએ. આ બધું નવી પેઢીને લાંબા ગાળે બહુ કામ લાગશે!

þYykík Mkkð MkkËe heíku  : ykðf-òðfLkk MkkËk xÙu®føkÚke

ફાઇનાન્સિયલ લિટરસીનું પહેલું પગથિયું છે રૂપિયાની બાબતે પોતે ક્યાં ઊભા છીએ અને આપણી આવક અને જાવક શી છે તેની સ્પષ્ટ સમજ. આપણા પરિવારોમાં દીકરો કે દીકરી હજી સ્કૂલમાં હોય ત્યારથી તેને પોકેટ મની મળવા લાગે અને વિવિધ પ્રકારે ખર્ચા પણ શરૂ થઈ જાય, પણ મોટા ભાગે વિદ્યાર્થીને પોતાને તેના પર નિયમિત નજર રાખવા વિશે સમજ હોતી નથી.

વિદ્યાર્થી હજી સ્કૂલ કોલેજમાં હોય ત્યારે તેની નિયમિત આવક ન હોય તે સમજી શકાય, પરંતુ નિયમિત ખર્ચા અચૂકપણે હોય છે. જો વિદ્યાર્થી તેજસ્વી હોય તો સ્કોલરશિપ સ્વરૂપે કે રોકડ ઇનામો સ્વરૂપે તેની - ભલે નાની પણ નોંધપાત્ર - આવક પણ શરૂ થાય છે. દરેક પરિવારોમાં મહેમાનો તરફથી કે વારતહેવારે વડીલો તરફથી બાળકોના હાથમાં રોકડ મૂકવાનો રિવાજ હોય છે. આમ નોકરી કે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરતાં પહેલાંથી દરેક વ્યક્તિની ચોક્કસ આવક અને જાવક હોય છે. ફક્ત આપણે તેનું નિયમિત રીતે ટ્રેકિંગ કરતા નથી.

બાળક આ બધું સમજતું થાય ત્યારથી સાવ સાદી રીતે નોટબુકમાં તેને જમા-ઉધાર કે આવક-જાવકનો હિસાબ રાખતાં શીખવી શકાય. તેના હાથમાં સ્માર્ટફોન આવે તે પછી ફરી, ભલે સાવ સાદી રીતે પરંતુ સામાન્ય નોટ્સ જેવી કોઈ એપમાં તેના હાથ પર કેટલી રકમ છે અને દરરોજ કે દર અઠવાડિયે કેટલો ખર્ચ થાય છે તેની નોંધ રાખવાની ટેવ કેળવી શકાય. આવક-જાવકની નોટબુકમાં કે નોટ્સ જેવી કોઈ એપમાં સાદી નોંધ રાખવામાં આવે તે પછી દર મહિને તેનો સરવાળો કરવામાં આવે.

ફક્ત આટલું નિયમિત કરવામાં આવે એટલે તરત સમજાય કે હિસાબ રાખવા માટે સાદી નોટ કે નોટ્સ કીપિંગ એપ તદ્દન અપૂરતી સાબિત થાય છે. એમાં બધી ગણતરીઓ જાતે કરવી પડે છે! આટલી સમજ કેળવાશે ત્યાં સુધીમાં નિયમિત હિસાબ જાળવવાનું મહત્ત્વ પણ સમજાશે અને તેના માટે સાદા પેન કે સાદી ડિજિટલ નોટ્સથી આગળ, કોઈ વધુ સારી પદ્ધતિ શોધવાની ભૂખ પણ જાગશે!

çkU®føk, ÞwÃkeykR, zurçkx fkzo ðøkuhuLkkuu WÃkÞkuøk y™u íkuLkwt xÙu®føk

વિદ્યાર્થી મોટા ભાગે દસમું ધોરણ પાર કરે ત્યાં સુધીમાં માઇનોર તરીકેનું તેનું બેંક એકાઉન્ટ ખુલી જતું હોય છે. ગાર્ડિયન તરીકે મમ્મી કે પપ્પા હોય પરંતુ સંતાનનું પોતાનું બેંક ખાતું એક્ટિવ થઈ જાય. તકલીફ એ છે કે આપણે મા-બાપ તરીકે મોટા ભાગે પોતાના ફાઇનાન્સિયલ પ્લાનિંગના ભાગરૂપે સંતાનોનાં બેંક એકાઉન્ટ ખોલાવીએ અને તેમના નામે રિકરિંગ ડિપોઝિટ કે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ કે યુલિપ જેવા અન્ય કોઈ પ્રકારે રોકાણ કરતા હોઇએ છીએ. 

આપણું ફોકસ બાળકોમાં ફાઇનાન્સિયલ લિટરસી કેળવવા પર હોતું નથી! કેટલીક, ખાસ કરીને પ્રાઇવેટ સેકટર બેંક્સ માર્કેટિંગ ગિમિક તરીકે કિડ્સ સેવિંગ એકાઉન્ટને પ્રમોટ કરે છે. પરંતુ બાળકોમાં ખરેખર બેંકિંગની વિવિધ પદ્ધતિઓની સમજ કેળવવા તરફ ઓછું ધ્યાન અપાય છે.

આપણે સંતાનનું એકાઉન્ટ ખોલાવીએ એ સાથે (તેની ઉંમર મુજબ) ખાતાને ઓપરેટ કરવું, જમા સ્લિપ ભરીને ચેકથી રકમ જમા કરવી, ઉપાડ સ્લિપ ભરીને રોકડ રકમ ઉપાડવી કે એટીએમમાંથી ડેબિટ કાર્ડથી રકમ ઉપાડવા જેવાં કામકાજ સંતાન પાસે કરાવી શકીએ. એટીએમનો ઉપયોગ કરતી વખતે શી સાવધાની રાખવી એ તેને સમજાવી શકાય. એ જ રીતે આપણે કોઈ યુપીઆઇ એપનો ઉપયોગ કરતા હોઇએ તો કોઈ જગ્યાએ તેનાથી પેમેન્ટ કરતી વખતે પણ સંતાનને સાથે રાખી શકાય.

સંતાન માઇનોરમાંથી મેજર બને એ પહેલાં લાંબા સમયથી તેને સ્માર્ટફોન તો મળી જ ગયો હોય. પરંતુ મેજર બનતાં બેંક એકાઉન્ટ ખાતું તેના પોતાના નામે એક્ટિવ થાય, તેને પોતાનું ડેબિટ કાર્ડ મળે. એ સાથે તેના સ્માર્ટફોનમાં બેંકની એપ તથા કોઈ એક યુપીઆઇ એપ પણ ઇન્સ્ટોલ થવી જોઇએ.

હવે મોટા ભાગની બેંક એપ બેંકિંગ ઉપરાંત ઘણા બધા પ્રકારની સર્વિસ બેંક એપમાં તથા વોટ્સએપ પર આપતી હોય છે. ક્યારેક ફૂરસદે થોડો સમય કાઢીને સંતાન સાથે તેના સ્માર્ટફોનમાંની બેંક એપમાં બેંકનું સ્ટેટમેન્ટ તથા તેમાંની અન્ય સર્વિસ તપાસી શકાય.

બેંકિંગ એપમાં જ ડેબિટ કાર્ડનો પિન બદલતાં તથા નેશનલ-ઇન્ટરનેશનલ, ઓનલાઇન-ઓફલાઇન વગેરે જગ્યાએ ડેબિટ કાર્ડના ઉપયોગની લિમિટ્સ સેટ કરતાં પણ શીખવી શકાય. આ તબક્કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચેનો તફાવત અને કોનો ક્યારે લાભ લેવો જોઈએ એની સ્પષ્ટ સમજ પણ આપી શકાય.

સંતાન માઇનોર હોય ત્યારે કે મેજર બને એ પછી પણ, તેની પોતાની આવક શરૂ ન થાય ત્યાં સુધી તેના બેંક ખાતામાં ભલે આપણે રકમ જમા કરતા હોઇએ કે રકમ ઉપાડતા હોઈએ, દરેક ટ્રાન્ઝેકશન પછી બેંક એપ ઓપન કરીને તેમાં ટ્રાન્ઝેકશનની ખરાઈ કરી લેવાની ટેવ પણ સંતાનમાં નાની ઉંમરથી કેળવવા જેવી છે.

LkuõMx MxuÃk íkhefu yuõMku÷ fu økqøk÷ M«uzþex{kt ÷ush çkLkkðe þfkÞ

આપણું સંતાન માઇનોરમાંથી મેજર બને એ સાથે તેની પર્સનલ ફાઇનાન્સના ટ્રેકિંગ અને મેનેજમેન્ટની જરૂરિયાતો થોડી થોડી કોમ્પલેક્સ બનતી જતી હોય છે. બની શકે કે આ તબક્કા સુધીમાં તેનાં એકથી વધુ સેવિંગ્સ એકાઉન્ટ ખુલ્યાં હોય, તેના નામે પીપીએફ એકાઉન્ટ પણ ખુલી ગયું હોય. માતા-પિતાની પહોંચ સારી હોય તો સંતાનના નામે રિકરિંગ ડિપોઝિટ પણ ખુલી હોય. પોસ્ટ ઓફિસની કોઈ સ્કિમમાં પણ તેના નામે ઇન્વેસ્ટમેન્ટ થયું હોય. મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ વગેરેમાં સંતાનના નામે એક ડીમેટ એકાઉન્ટથી રોકાણ થતું હોઈ શકે. આ બધામાંથી વ્યાજ સ્વરૂપે, ભલે આછી-પાતળી પણ નિયમિત આવક પણ શરૂ થઈ હોય.

બીજી તરફ સંતાન પોતાની રીતે સ્કૂટર કે બાઇકમાં પેટ્રોલ ભરાવતાં શીખી જાય. ફ્રેન્ડ સાથે હેંગઆઉટ સમયે થોડો ઘણો ખર્ચ થતો હોય. યુપીઆઇના નોર્મલ એકાઉન્ટ ઉપરાંત, નાની રકમ પિન વિના ટ્રાન્સફર કરવા માટે તેણે યુપીઆઇ લાઇટ એકાઉન્ટ પણ ઓપન કર્યું હોય. સ્કૂટર કે બસની સગવડ ન હોય ત્યારે તેણે પોતાની રીતે કેબ બુક કરવાની થતી હોય કે રીક્ષા માટે રોકડ પેમેન્ટ કરવાનું થતું હોય... મતલબ કે નિયમિત ખર્ચ પણ થતા હોય.

આવક અને જાવક બંને માત્ર બેંક એકાઉન્ટની મદદથી ન થાય અને કેશ તથા ડિજિટલ એમ જુદી જુદી રીતે થવા લાગે ત્યારે વિદ્યાર્થીને પોતાને સમજાય કે ઇન્કમ-એક્સપેન્સના ટ્રેકિંગ માટે ફક્ત બેંક એપમાં સ્ટેટમેન્ટ નિયમિત રીતે તપાસવું પૂરતું થશે નહીં.

આ તબક્કે વિદ્યાર્થી સામે બે રસ્તા હોય.

તેણે અભ્યાસના ભાગરૂપે એક્સેલ કે ગૂગલ સ્પ્રેડશીટના ઉપયોગની સારી એવી સમજ કેળવી લીધી હોય તો એ તેમાં આવક-જાવકના ટ્રેકિંગ માટે જાતે જ એક લેજર-ટેબલ બનાવી શકે. તેમાં ફક્ત ક્રમ, તારીખ, ઇન્કમ/એક્સપેન્સનો પ્રકાર અને વિગત, ડેબિટ રકમ તથા ક્રેડિટ રકમ અને છેલ્લે બેલેન્સ એવી કોલમ સાથેનું ટેબલ બનાવી શકાય. એક્સેલ કે ગૂગલ સ્પ્રેડશીટની મજા એ કે તેમાં બેલેન્સના સેલ માટે નાની એવી ફોર્મ્યુલા સેટ કરતાં ક્રેડિટ કે ડેબિટની રકમ લખતાં બેલેન્સ આપોઆપ આવી જાય. આવું લેજર બનાવવા માટે રેફરન્સ તરીકે બેંકના સ્ટેટમેન્ટનો જ ઉપયોગ કરી શકાય. થોડું ગૂગલિંગ કરશો તો એક્સેલ અને ગૂગલ સ્પ્રેડશીટ બંને માટે એ માટેનાં રેડી ટેમ્પ્લેટ પણ મળી આવશે.

આવતી કાલથી નવું ફાઇનાન્સિયલ યર શરૂ થાય છે ત્યારે બરાબર એપ્રિલ ૧, ૨૦૨૪ના દિવસથી એક્સેલ કે ગૂગલ સ્પ્રેડશીટમાંના આ લેજર-ટેબલનો ઉપયોગ શરૂ કરી શકાય. કાલથી જ શક્ય ન બને તો એકાદ અઠવાડિયામાં આવું લેજર સહેલાઈથી તૈયાર થઈ શકે.

આ માટે કોઈ એપનો પણ ઉપયોગ થઈ શકે, પણ જાતે લેજર બનાવવાનો ફાયદો એ કે તેનાથી બેંકિંગ અને પર્સનલ ફાઇનાન્સના વિવિધ કન્સેપ્ટ પણ ક્લીયર થતા જશે. લેજર બનાવ્યા પછી તેમાં જુદાં જુદાં બેંક એકાઉન્ટ, પીપીએફ, રિકરિંગ ડિપોઝિટ જેવાં એકાઉન્ટ, હાથ પરની રોકડ રકમ વગેરેનું ચોક્કસ ઓપનિંગ બેલેન્સ લખતાં, આ લેજર આખું વર્ષ ઉપયોગ કરવા માટે તૈયાર થઈ જશે.

એ પછી, જ્યારે પણ, જે પણ આવક અને જાવક થાય ત્યારે તેની તારીખ અને વિગત સાથેની નોંધ આ લેજર-ટેબલમાં નિયમિત રીતે થવી જોઇએ.

રોજેરોજ એમ કરવાનો સમય ન મળે તો સાદી ડાયરી કે નોટ્સ એપમાં કાચી નોંધ રાખીને કમ સે કમ દર શનિવારે કે રવિવારે સવારે ફક્ત ૧૦-૧૫ મિનિટ ફાળવીને તેની આ લેજર-ટેબલમાં નિયમિત નોંધ કરવાની, તેની બેંક સાથે સરખામણી થાય અને તેનું એનાલિસિસ કરવામાં આવે... આ ટેવ જીવનભર ઉપયોગી થઈ શકે છે, પછી સંતાન જોબ કરે, સ્ટાર્ટઅપ કરે કે પ્રોફેશનલ બને.

Vw÷-^÷usTz yufkW®Lxøk Mkku^xðuh/yuÃkLkk WÃkÞkuøkLke þYykík

વિદ્યાર્થી કોલેજમાં પહોંચે ત્યાં સુધીમાં બેંકિંગ એપ તથા એક્સેલ/ગૂગલ સ્પ્રેડશીટમાં તેનું પ્રોપર બુકકીપિંગ, ટ્રેકિંગ અને એનાલિસ કરતાં શીખી જાય એ બહુ મહત્ત્વનું છે.

એ તબક્કો પસાર કર્યા પછી, એકાઉન્ટિંગ કે પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ માટેના ફુલ-ફ્લેજ્ડ સોફ્ટવેર કે એપના ઉપયોગની જરૂરિયાત તેને આપોઆપ સમજાવા લાગશે.

આ માટે હજી હમણાં સુધી કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કર્યા પછી, એક જ પીસીમાં કામ કરી શકાય તેવા સોફ્ટવેર ઉપલબ્ધ હતા. હવે ક્લાઉડ સોફ્ટવેરનો નવો ફાલ આવી ગયો છે. આપણે જીમેઇલની જેમ તેમાં એકાઉન્ટ ખોલાવવાનું. એ જ સોફ્ટવેર પીસીમાં વેબ બ્રાઉઝરમાં તથા સ્માર્ટફોનમાં એપ સ્વરૂપે પણ ઉપલબ્ધ રહે.

આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે, ગમે ત્યાંથી તેનો ઉપયોગ કરી શકીએ.

સામાન્ય રીતે આવાં ફુલ-ફ્લેજ્ડ એકાઉન્ટિંગ સોફ્ટવેર નાના-મોટા બિઝનેસ કે સર્વિસ પ્રોવાઇડિંગ પ્રોફેશનલ માટે ડિઝાઇન થયેલાં હોય અને પેઇડ હોય, છતાં બહુ નાના બિઝનેસ માટે કે મર્યાદિત પર્સનલ ઉપયોગ માટે તેનાં બિલકુલ ફ્રી વર્ઝન પણ ઉપલબ્ધ હોય છે.

વિદ્યાર્થી એક્સેલ કે સાદી એપ્સથી આગળ વધીને, થોડા રિસર્ચ પછી, તેની જરૂરિયાતને સૌથી અનુકૂળ લાગે તેવી કોઈ સર્વિસ પસંદ કરી, તેમાં ફ્રી એકાઉન્ટ સાથે એકાઉન્ટિંગ શરૂ કરી એ વધુ હિતાવહ છે.

કોલેજ પછી તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે, પ્રોફેશનલ તરીકે કારકિર્દી ઘડે કે પછી જોબમાં આગળ વધે, પર્સનલ ફાઇનાન્સ પર તેની પકડ હશે તો તેનો તેને ચોક્કસ, અનેક રીતે ભરપૂર લાભ મળશે.

Gujarat