Get The App

એઆઈને નડે છે પીડીએફ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
એઆઈને નડે છે પીડીએફ 1 - image

- Ãkkuxuoçk÷ zkuõÞw{uLx Vku{uox (ÃkezeyuV)Úke ykÃkýwt fk{ ykMkkLk ÚkÞwt, Ãký...

બદલાતા સમય સાથે, ટેક્નોલોજી પણ કેવાં નવાં સ્વરૂપ લે છે અને એ દરમિયાન, એક સમયનું વરદાન કેવી રીતે અડચણરૂપ બને છે એનું ક્લાસિક ઉદાહરણ એટલે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ). કોઈ પણ સોફ્ટવેરમાં તૈયાર થયેલા ડોક્યુમેન્ટની ઓનલાઇન આપલે સહેલી બનાવતી આ ટેક્નોલોજીનો હવે આપણે રાતદિવસ ઉપયોગ કરીએ છીએ,  પણ  હવે એ માંડ ચારેક વર્ષ પહેલાં પ્રકાશમાં આવેલી એઆઇ માટે માથાનો દુઃખાવો બની રહી છે.  સમય સાથે વરદાનમાંથી અભિશાપ બનેલી બીજી ટેક્નોલોજી પણ એડોબ કંપનીની જ દેન હતી - ફ્લેશ!

ફ્લેશને કારણે એક સમયે વેબમાં રીતસર ક્રાંતિ આવી હતી. તેની મદદથી ઇન્ટરેક્ટિવ મલ્ટિમીડિયા, એનિમેશન્સ, ગેમ્સ, વેબસાઇટ્સ વગેરેનું ડેવલપમેન્ટ શક્ય બન્યું, પણ પછી તેને જ કારણે સિક્યોરિટીના સવાલો ઊભા થયા. સદભાગ્યે, એચટીએમએલ૫ જેવી ટેકનોલોજી વિકસતાં ફ્લેશને વિદાય આપવામાં આવી.

પીડીએફમાં અત્યારે ફ્લેશ જેવો, સિક્યોરિટીનો સવાલ ઊભો થયો નથી, પણ એ જરા જુદી રીતે, એઆઇનો પૂરો લાભ લેવામાં નડતરરૂપ બની રહી છે. અલબત્ત, તેના ઉપાય શોધાઈ રહ્યા છે, પીડીએફ તો રહેશે!

Ãknu÷kt íkku ÃkezeyuV Mk{Syu

તમે લગભગ રોજેરોજ વોટ્સએપમાં કોઈ ને કોઈ પીડીએફ ફાઇલ રીસિવ કરતા હશો - નવી કાર કે ઘર ખરીદવા જાઓ ત્યારે ડીલર તમને વોટ્સએપ નંબર પૂછીને તેના પર ફટાફટ પોતાનું બ્રોશર મોકલી આપે છે. કંઈ નહીં તો છેવટે, મેડિકલ ટેસ્ટનાં રિઝલ્ટ્સ પણ તમને લેબ તરફથી પીડીએફ ફાઇલ સ્વરૂપે આવતાં હશે. આવી પીડીએફ આપણે રોજ ઓપન કરતા હોઈએ, પણ એ ખરેખર શું છે, કઈ રીતે તૈયાર થાય છે, શા માટે પીડીએફ ફાઇલ બનાવવામાં આવે છે એ બધા મુદ્દા તરફ આપણે ધ્યાન આપતા નથી.

પીડીએફ એક્ઝેક્ટલી શું છે?

લગભગ ૩૩ વર્ષ પહેલાં, જૂન ૧૯૯૩માં એડોબ કંપનીએ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ)ની દુનિયાને ભેટ આપી ત્યારે આપણને સૌને ખરેખર બહુ ઉપયોગી બાબતનો લાભ મળ્યો. એ સમયે (અને હજી પણ) કોઈ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા માટે ઉપયોગમાં લેવાતા પ્રોગ્રામ કે સોફ્ટવેર બધા લોકોના કમ્પ્યૂટરમાં હોય જ એવું ન બને. આથી કોઈ વ્યક્તિએ પોતાની કંપનીનું બ્રોશર કોરલડ્રો જેવા પ્રોગ્રામમાં બનાવ્યું હોય અને એ જ ફાઇલ ફોર્મેટમાં તેને અન્ય લોકોને મોકલવામાં આવે, તો જે લોકોના કમ્પ્યૂટરમાં કોરલડ્રો પ્રોગ્રામ ન હોય એ લોકો એ ફાઇલ ઓપન કરી શકે નહીં!

એડોબે વિકસાવેલી પીડીએફ ટેકનોલોજીથી આ સમસ્યાનો સચોટ ઉપાય મળી ગયો. કોરલડ્રો કે અન્ય કોઈ પણ ચોક્કસ પ્રોગ્રામમાં ક્રિએટ કરવામાં આવેલા ડોક્યુમેન્ટની ફાઇલને સહેલાઈથી પીડીએફ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકાય. આવી ફાઇલ ઘણે અંશે ઇમેજ જેવું કામ આપે. જેમ કોઈ પણ પ્રકારના કેમેરાથી કેપ્ચર કરવામાં આવેલી ઇમેજ અન્ય લોકો સાથે શેર કરવામાં આવે ત્યારે તેઓ તેને કોઈ મુશ્કેલી વિના ઓપન કરી શકે, બરાબર એ જ રીતે પીડીએફ ફાઇલ પણ ઘણે અંશે ઇમેજ જેવું કામ આપે છે. ચોક્કસ પ્રોગ્રામમાંથી ક્રિએટ કરવામાં આવેલી પીડીએફ ફાઇલ એ પ્રોગ્રામ જે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં ન હોય એમાં પણ મૂળ પ્રોગ્રામમાં ડિઝાઇન થયેલ હોય એ જ ફોર્મેટમાં ઓપન કરીને જોઈ શકાય.

પીડીએફના પાછા બે સોફ્ટવેર

અહીં પણ એડોબ કંપનીએ માસ્ટર સ્ટ્રોક માર્યો! તેણે પીડીએફ ફાઇલ ઓપન કરવા માટે જરૂરી પ્રોગ્રામ ‘પીડીએફ રીડર’ તરીકે સૌને ફ્રીમાં ઉપલબ્ધ કર્યો. કોઈ પણ વ્યક્તિ જેણે પીડીએફ ફાઇલ ઓપન કરવાની હોય તે પોતાના કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં આવો પ્રોગ્રામ કે એપ મફતમાં ઇન્સ્ટોલ કરીને તેનો લાભ લઈ શકે. બીજી તરફ ચોક્કસ પ્રોગ્રામમાંથી પીડીએફ ફાઇલ ક્રિએટ કરવાની સુવિધા પર કંપનીએ પોતાનો અંકુશ રાખ્યો! એ સગવડ મફતમાં ન મળે. એ જ રીતે પીડીએફ ફાઇલને એડિટ કરવી હોય તો એ સુવિધા પણ મફત ન મળે.

જો કે એ પછી તો પીડીએફ ટેકનોલોજીમાં ઘણા બધા ફેરફાર થયા. હવે આપણે રોજેરોજ જેનો ઉપયોગ કરતા હોઇએ તેવા માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સ તથા અન્ય ડોક્યુમેન્ટ ક્રિએશન પ્રોગ્રામ્સમાંથી સહેલાઈથી પીડીએફ ક્રિએટ કરી શકાય છે. આપણે કોઈ પણ કાગળને વોટ્સએપ કે અન્ય સર્વિસથી, કેમેરાથી સ્કેન કરીને તેને પીડીએફ સ્વરૂપે સેવ કરી શકીએ. પીડીએફ સંબંધિત સંખ્યાબંધ ઓનલાઇન તથા ઓફલાઇન ટૂલ્સ પણ ઉપલબ્ધ થયાં છે. જેની મદદથી આપણે પીડીએફ ફાઇલ્સમાં સુધારા વધારા કરી શકીએ છીએ. પીડીએફ ફાઇલને રીવર્સ કન્વર્ટ કરી શકાય. એટલે કે તે જે પ્રોગ્રામમાંથી ક્રિએટ થઈ હોય , જેમ કેવર્ડ, એક્સેલ જેવા પ્રોગ્રામમાં, તો એ જ ફોર્મેટમાં પીડીએફને ફરી ફેરવી શકાય અને તેમાં સુધારાવધારા કરી શકાય. અલબત્તમાં આમાં કેટલીક શરતો અને મર્યાદાઓ લાગુ પડે છે. પરંતુ ઘણે અંશે આ બધું હવે ઘણું સહેલું બની ગયું છે.

પીડીએફ હવે નડે છે એઆઇને

અહીં સુધી તો બધું બરાબર. ડોક્યુમેન્ટ શેરિંગ બાબતે જે મોટા અવરોધ હતા એ બધા એડોબ કંપનીએ વિકસાવેલી પીડીએફ ટેકનોલોજીથી ઉકેલાઈ ગયા. પરંતુ તેંત્રીસ વર્ષ જૂની આ ટેકનોલોજી હજી હમણાં હમણાં આવેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેકનોલોજી માટે માથાનો દુઃખાવો બની રહી છે!

આપણે વિવિધ એઆઇ સર્વિસની વેબસાઇટ કે એપમાં હવે વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરીને કે વેબસાઇટના યુઆરએલ આપીને તેના વિશે સવાલો પૂછી શકીએ છીએ. આ રીતે આપણે કોઈ પણ ઇમેજ આપીને કે સ્ક્રીનશોટ અપલોડ કરીને અથવા એઆઇ સર્વિસના લાઇવ મોડમાં જઇને સ્ક્રીન પર જે કંઈ દેખાતું હોય એ બધું એઆઇ સર્વિસને પણ બતાવીને તેના વિશે સવાલો પૂછી શકીએ અને તેના જવાબો જાણી શકીએ છીએ.

આ જ રીતે એઆઇ સર્વિસમાં પીડીએફ ફાઇલ પણ અપલોડ કરી શકાય છે. પરંતુ પીડીએફ ફાઇલમાં જે કંઈ હોય એ બધું સચોટ રીતે સમજવામાં એઆઇને પણ ફાંફાં પડી રહ્યાં છે.

yuykRLku ÃkezeyuV Mk{sðk{kt fu{ íkf÷eV ÚkkÞ Au?

પીડીએફની જે શક્તિ છે એ જ એઆઇ બાબતે તેની મર્યાદા બની ગઈ છે. આ વાત સમજવા માટે એક સાદું ઉદાહરણ લઇએ. માની લો કે કોઈ બિલ્ડરે તેમના નવા પ્રોજેક્ટના પ્રમોશન માટે કોઈ ડિઝાઇનર પાસે કોરલડ્રો જેવા પ્રોગ્રામમાં બ્રોશર ડિઝાઇન કરાવ્યું છે અથવા કોઈ કંપનીએ ઇન્ટરનલ કે એક્સ્ટર્નલ સર્ક્યુલેશન માટે કોરલડ્રો કે ઇનડિઝાઇન જેવા પ્રોગ્રામમાં સરસ ડિઝાઇનવાળો ન્યૂઝલેટર તૈયાર કરાવ્યો છે.

આવાં બ્રોશર કે ન્યૂઝ લેટર મોટા ભાગે એ-૪ સાઇઝમાં ડિઝાઇન કરવામાં આવે. જો ડિઝાઇન સરસ હોય તો એનો અર્થ એ કે એ-૪ના એક પેજમાં હેડલાઇન, સબ-હેડલાઇન, બોડી ટેકસ્ટ, ઇમેજ, ક્વોટ બોક્સ વગેરે જુદાં જુદાં ડિઝાઇન એલિમેન્ટ્સની આકર્ષક ગોઠવણી કરવામાં આવે.

વર્ડમાં તૈયાર થયેલું કોઈ સાદું ડોક્યુમેન્ટ હોય તો તેમાં ઉપરથી નીચે સુધી બધું કન્ટેન્ટ એક જ ટેકસ્ટ બોક્સમાં હોય. સારી રીતે ડિઝાઇન થયેલ બ્રોશર કે ન્યૂઝલેટરમાં એવું ન હોય. આવા ડિઝાઇન થયેલા બ્રોશર કે ન્યૂઝ લેટરની પીડીએફ બનાવીએ ત્યારે તેની ડિઝાઇન યથાવત જળવાઈ રહે.

આવી પીડીએફ ફાઇલ બીજાને મોકલવામાં આવે ત્યારે તેઓ તેને પોતાના કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં ઓપન કરીને તેને એ જ ડિઝાઇનમાં જોવાની મજા માણી શકે. પરંતુ એ જ પીડીએફ ફાઇલ જ્યારે એઆઇને આપવામાં આવે ત્યારે તે એક પેજમાં છૂટીછવાયી રીતે ગોઠવાયેલી જુદી જુદી બાબતો સમજવામાં ગોથાં ખાવા લાગે છે!

એઆઇ સર્વિસમાં આપણે ક્યાંકથી કોપી કરેલી ટેકસ્ટ પેસ્ટ કરીએ કે સાદા વર્ડ ડોક્યુમેન્ટ જેવી ફાઇલ અપલોડ કરીએ ત્યારે તેમાંનું કન્ટેન્ટ તે સહેલાઈથી સમજી શકે છે. પરંતુ ડિઝાઇન થયેલા બ્રોશર કે ન્યૂઝલેટરમાં એકથી વધુ કોલમ હોય ત્યારે માણસની જેમ એઆઇ પહેલી કોલમમાંની ટેકસ્ટ વાંચે અને પછી બીજી કોલમ વાંચવા તરફ આગળ વધે એવું થતું નથી. એઆઇ પહેલી કોલમમાંની પહેલી લીટી પૂરી થાય ત્યાંથી કૂદકો લગાવીને બીજી કોલમની પહેલી લીટી વાંચવા તરફ આગળ વધી જાય છે! દેખીતું છે કે આ બંને લીટીમાંની ટેકસ્ટમાં કોઈ માથા મેળ હોય નહીં. આથી એઆઇ ગૂંચવાડે ચડી જાય છે.

ઉપાય શોધાવા લાગ્યા છે

જોકે ટેક કંપનીઓ આનો પણ ઉપાય શોધવા લાગી છે. અગાઉ ગૂગલ સર્ચમાં ઇમેજ ટેબમાં જઇને આપણે એકથી વધુ કોલમમાં ટેકસ્ટ ધરાવતી ઇમેજ અપલોડ કરીએ ત્યારે એ પણ હાલની એઆઇની જેમ કોલમને ક્રમબદ્ધ રીતે વાંચી શકતી નહોતી. હવે તેમાં સુધારો થયો છે. આવી સર્વિસ ઇમેજમાંની ટેકસ્ટને યોગ્ય રીતે તારવીને ક્રમબદ્ધ કોલમમાં જ સિલેક્ટ કરી શકે છે અને આપણે આવી સિલેક્ટ થયેલી ટેકસ્ટ કોપી કરીને અન્ય જગ્યાએ એડિટેબલ ટેકસ્ટ તરીકે લઇ જઇ શકીએ છીએ.

બરાબર એ જ રીતે હવે વિવિધ એઆઇ સર્વિસને એકથી વધુ કોલમ કે ડિઝાઇન એલિમેન્ટ્સ ધરાવતી પીડીએફ ફાઇલને પણ યોગ્ય રીતે વાંચવા માટે નવેસરથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

એ જોતાં જે રીતે પીડીએફ ટેકનોલોજીએ આપણું કામકાજ ઘણું સહેલું બનાવી દીધું એ જ રીતે એઆઇમાં પણ પીડીએફનો ઉપયોગ સહેલો બની જવાની આશા છે, આપણું કામ સહેલું જ બનશે.