Password and Tech News: પાસવર્ડ હવે ધીરે ધીરે ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. સમગ્ર વિશ્વની મોટી ટેક કંપનીઓ સ્વિકારી ચુકી છે કે, પાસવર્ડ ન માત્ર અસુરક્ષિત છે પરંતુ યુઝર એક્સપિરિયન્સની દ્રષ્ટિએ નબળા પડી ચૂક્યા છે. જેના કારણે PASS KEY અને FIDEO બેઝ્ડ પાસવર્ડલેસ લોગિન સિસ્ટમ ઝડપથી અપનાવવામાં આવી રહી છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ અને અનેક મોટા પ્લેટફોર્મ હવે PASS KEY ને સુરક્ષિત અને ફિશિંગ પ્રૂફ વિકલ્પ તરીકે આગળ વધી રહ્યા છે.
FIDEO એલાયન્સ અનુસાર ગત બે વર્ષમાં પાસ કી સપોર્ટ કરનારા એકાઉન્ટ્સની સંખ્યા અબજો સુધી પહોંચી ચુકી છે. ગુગલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેઓ પાસ કીને ભવિષ્યનું ડિફોલ્ટ લોગિન તરીકે સ્વીકારે છે, જ્યારે માઇક્રોસૉફ્ટ નવા યુઝર્સને પાસવર્ડ વગર જ અકાઉન્ટ બનાવવા માટે પ્રેરિત કરી રહ્યું છે. ટેક ઇન્ડસ્ટ્રીમાં આ એક મોટો ફેરફાર છે, કારણ કે પહેલીવાર પાસવર્ડને હટાવવાનો પ્રયાસ સ્કેલ પર થઇ રહી છે. PASS KEY દ્વારા કોઇ પણ એકાઉન્ટને લોગઇન કરવું ખુબ જ સરળ અને સુરક્ષિત માનવામાં આવે છે.
PASS KEY સિસ્ટમનો દાવો છે કે, આ ફિશિંગથી લગભગ સંપૂર્ણ સુરક્ષિત છે. તેમાં પાસવર્ડ યાદ રાખવા અથવા ટાઈપ કરવાની જરૂર નથી હોતી.લોગિન તમારા ડિવાઇસ અને બાયોમેટ્રિક પર આધારિત હોય છે, જેમ કે ફિંગરપ્રિંટ અથવા ફેસ આઇડી.આજ કારણ છે કે, સિક્યુરિટી એક્સપર્ટ્સ તેને અત્યાર સુધીનું સૌથી સુરક્ષિત ઓથેંટિકેશન માટેની પદ્ધતિ તરીકે સ્વીકારે છે. સરળ શબ્દોમાં સમજીએ તો તમારો ફોન જ તમારા પાસવર્ડ તરીકે કામ કરે છે.
ભારતમાં અલગ છે સ્થિતિ
જો કે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ ટેક્નોલોજીને ઇન્ડિયા જેવા દેશમાં લાગુ કરવાની વાત આવે છે. અહીં ટેકનોલોજીનો ઉપયોગ માત્ર પર્સનલ ફોન સુધી સીમિત નથી. ભારતમાં ફોન શેર કરવો સામાન્ય બાબત છે. એક જ ડિવાઇસમાં ઘરના અનેક લોકો ઉપયોગ કરે છે. સિમ બદલવું, ફોન અપગ્રેડ કરવો અથવા સેકન્ડહેન્ડ ડિવાઇસ ખરીદવું ખૂબ જ સામાન્ય વાત છે.
PASS KEY સિસ્ટમ ડિવાઇસથી ડીપલી ઇન્ટિગ્રેટેડ હોય છે. જો ફોન ખોવાઈ જય અથવા ખરાબ થાય તો, યુઝર સામે સૌથી મોટો સવાલ એકાઉન્ટ રિકવર કઇ રીતે કરવું તે થઈ જાય છે. અત્યાર સુધી પાસકી રિકવરીનો કોઇ એક જેવું અને સરળ પદ્ધતિ તમામ પ્લેટફોર્મ પર નથી. અનેક કિસ્સામાં રિકવરી પ્રોસેસ એટલી મુશ્કેલ હોય છે કે યુઝર પોતાની જાતને લોકઆઉટ અનુભવે છે.
આ જ કારણ છે કે, યુએક્સ રિસર્ચ અને ઇન્ડસ્ટ્રી રિપોર્ટ્સ અંગે વારંવાર આ વાત સામે આવી છે કે, પાસકીને પ્રયોગમાં સૌથી મોટી સમસ્યા ટેકનોલોજી નહી પરંતુ એકાઉન્ટ રિકવરી છે. જે દેશમાં દરેક યુઝર પાસે પર્સનલ ફોન, ક્લાઉડ બેકઅપ અને મલ્ટી ડિવાઇસ સિંક છે, ત્યાં આ સિસ્ટમ સરળતાથી કામ કરે છે. જો કે ભારતમાં તે માનીને ચાલવું કે દરેક યુઝર પાસે આ સુવિધા હશે તે એક મોટી ભુલ સાબિત થઇ શકે છે.
ડિવાઇસ શેરિંગ એક મોટી સમસ્યા
એક સૌથી મોટો પડકાર ડિવાઇસ શેરિંગ છે. જો કોઇ પરિવારમાં એક ફોન અનેક લોકોના એકાઉન્ટ લોગ ઇન હોય છે, તો પાસકી સિસ્ટમમાં પ્રાઇવેસી અને એક્સેસ કંટ્રોલને સંભાળવી મુશ્કેલ સાબિત થાય છે. આ જ કારણે અનેક પ્લેટફોર્મ મજબુરીમાં બેકઅપ તરીકે જુના અને ઓછા સુરક્ષિત લોગિન પદ્ધતિ પણ છોડી દે છે, જેના કારણે પાસ કી અસલી સુરક્ષા ફાયદો નબળો પડી જાય છે.
ટેક કંપનીઓ તે માને છે કે, પાસકી ભવિષ્ય છે, જો કે ઇન્ડિયા માટે આ ભવિષ્ય કોઇ તૈયારી વગર નથી આવી શકતું. જ્યા સુધી એકાઉન્ટ રિકવરી, ઓફલાઇન બેકઅપ અને ડિવાઇસ લોસ જેવી સ્થિતિ માટે સ્પષ્ટ અને સરળ સમાધાન નથી આપવામાં આવતા ત્યા સુધી પાસવર્ડલેસ સિસ્ટમ અનેક યુઝર્સ માટે સુવિધા બદલે પરેશાની બની શકે છે.
તમારે શું કરવું જોઈએ?
જો તમારો ફોન કોઇની સાથે શેર નથી કરતા તો તમે પોતાના ફોનમાં PASS KEY ફીચરનો યુઝ કરી શકો છો. Gmail એકાઉન્ટથી માંડી અનેક બીજા એકાઉન્ટમાં PASS KEY એડ કરવાનું ઓપ્શન હોય છે. જો તમને પાસવર્ડ મેનેજ જ કરવાનું છે તો તમે 1 PASS જેવા એપ્સનો ઉપયોગ કરી શકો છો. જો કે આ એપ પેડ એપ છે અને તેનું સબ્સ્ક્રિપ્શન લેવું ફરજીયાત છે.


