એપલમાંથી 'પાસકી ' એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરી શકાશે

- ykÃkýk yufkWLx{kt ÷kuøk RLk ðÄw Mknu÷wt, Mk÷k{ík çkLkkðíke ÔÞðMÚkk nðu rðMíkhe hne Au
થોડા સમય પહેલાં એપલ કંપનીએ વર્લ્ડવાઇડડેવલપર્સ કોન્ફરન્સ ૨૦૨૫ યોજી અને તેની
ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસનું ૨૬મું વર્ઝન લોન્ચ કર્યું ત્યારે મોટા ભાગના લોકોનું
ફોકસ આ વર્ઝનની નવી ડિઝાઇન લેંગ્વેજ પર રહ્યું. એપલે લિક્વિડ ગ્લાસ નામે રજૂ કરેલી આ ડિઝાઇન
વિન્ડોઝની ખાસ્સી જૂની ડિઝાઇનની સદંતર કોપી જેવી લાગતી હોવાની ઘણા લોકોએ ટીકા કરી.
પરંતુ આ કોન્ફરન્સમાં જાહેર થયેલી અન્ય કેટલીક વિગતો તરફ પણ ધ્યાન આપવા જેવું
છે.
જેમ કે એપલે તેના નવા વર્ઝન સાથે પાસકી સંબંધિત એક મોટો ફેરફાર કર્યો છે.
ટેકનોવર્લ્ડમાં આપણે અવારનવાર વાત કરી છે તેમ પાસકી વ્યવસ્થા આપણને પાસવર્ડલેસ ફ્યુચર તરફ
દોરી જાય છે. હવે જુદી જુદી મોટી ટેક કંપની,
વેબસાઇટ્સ તથા એપ્સ
તેમાં લોગઇન થવા માટે પાસકી સેવ કરવાની સગવડ આપે છે. આવી સગવડ આપતી કંપની, વેબસાઇટ કે એપમાં આપણે પોતાના યૂઝરનેમ પાસવર્ડ કે ટુ+ફેકટર ઓથેન્ટિકેશન જેવી
પ્રમાણમાં જૂની, સલામત છતાં ઝંઝટભરી
વ્યવસ્થાથી લોગ ઇન કરીએ ત્યારે હવે એ કંપની તેમાં વેબસાઇટ કે એપ તરફથી તેને માટે પાસકી ક્રિએટ કરી લેવાનું સૂચન મળે
છે.
આ પાસકી આપણા જે તે ડિવાઇસમાં સ્ટોર
થાય છે. જો આપણે સ્માર્ટફોનમાં પાસકી સેવ કરી હોય તો એ પછી ફોનમાં જ્યારે પણ એ
કંપની, વેબસાઇટ કે એપના એકાઉન્ટમાં
લોગ ઇન થવાનું હોય ત્યારે તેને માટે નક્કી કરેલ યુઝરનેમ-પાસવર્ડ આપવાને બદલે
સ્માર્ટફોનમાં સેવ કરેલ ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય.
જો પોતાના લેપટોપમાં આપણે જે તે કંપની,
વેબસાઇટ કે એપ માટે
પાસકી સેવ કરી હોય તો ફરીથી જ્યારે પણ લેપટોપમાં તેમાં લોગ ઇન કરવાનું થાય ત્યારે
યૂઝરનેમ -પાસવર્ડને બદલે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની હેલો સિસ્ટમ માટે આપણે સેવ કરેલ
પિન કે પાસવર્ડનો ઉપયોગ કરી શકીએ. લેપટોપમાં ફિંગરપ્રિન્ટ સ્કેનિંગની વ્યવસ્થા હોય
તો તેનો પણ ઉપયોગ કરી શકાય.
ગૂગલના આપણા એકાઉન્ટની વાત કરીએ તો તેમાં આપણા એકાઉન્ટ માટેની પાસકી
સ્માર્ટફોન તથા પીસી બંનેમાં સેવ કરી શકાય છે અને બંને ડિવાઇસમાં લોગ ઇન થવા માટે
આ પાસકીનો ઉપયોગ કરી શકાય.
આમ આપણે અલગ અલગ એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ રહેતી નહીં.
એપલમાં પણ આવી જ વ્યવસ્થા છે. પરંતુ અત્યાર સુધી તેના ઉપયોગમાં એક મોટો અવરોધ
હતો. અત્યાર સુધી આપણે પોતાના મેક, આઇફોન કે આઇપેડમાં પાસકી
જનરેટ કરીએ તો તે એપલની ઇકો સિસ્ટમમાં જ કામ કરતી હતી. આપણી બધી પાસકી આઇક્લાઉડ
કનેક્ટેડ ડિવાઇસિસમાં સરસ રીતે કામ આપે, પરંતુ વિન્ડોઝ, એન્ડ્રોઇડ કે અન્ય જાણીતી ભરોસાપાત્ર પાસવર્ડ મેનેજમેન્ટ સર્વિસમાં આ પાસકી લઈ
જવી હોય તો એવું શક્ય નહોતું.
આ વાતને થોડી સાદી રીતે સમજીએ તો એમ કહી શકાય કે સ્માર્ટફોન અને સાદા ફોનમાં
એસએમએસની સહેલાઈથી એકમેકમાં આપલે કરી શકાય છે. પરંતુ આઇફોનના ટેક્સ્ટ મેસેજિસ
તેનાથી અલગ રહે છે. બીજી તરફ વોટ્સએપ જેવી સર્વિસ બધે ચાલે, એ એન્ડ્રોઇડ ફોન હોય કે એપલના આઇફોન બંનેમાં કામ આપે. ગૂગલ તેના ઉપાય તરીકે
આરસીએસ વ્યવસ્થા વિકસાવવા પર ફોકસ કરે છે પરંતુ એપલ અને ગૂગલની કુંડળી હજી મેચ થતી
નથી. પાસકી બાબતે કંઈક એવું જ છે.
આમ જુઓ તો આ ફક્ત એપલનો પ્રોબ્લેમ નથી. બધા જ પ્રકારની કંપની અને વેબસાઇટ્સ, એપ્સને સપોર્ટ કરે તેવી યુનિવર્સલ પાસકી વ્યવસ્થા વિકસાવવી એ એક મોટી ચેલેન્જ
છે.
હવે હમણાંની ડેવલપર્સ કોન્ફરન્સમાં એપલે જાહેર કર્યું કે આઇઓએસ ૨૬ વર્ઝનથી
આપણે એપલના ડિવાઇસિસમાંની પાસકીની અન્ય ઓપરેટિંગ સિસ્ટમમાં આપલે કરી શકીશું. સારું
એ છે કે આપણે માટે આ બહુ મહત્ત્વની વાત, સંપૂર્ણ સલામત રીતે ટ્રાન્સફર
થશે. તે એન્ડ-ટુ -એન્ડ એનક્રિપ્ટેડ રહેશે તથા આ પ્રક્રિયામાં આગળ વધવા માટે આપણે
જે તે ડિવાઇસના ફેસ આઇડી કે ટચ આઇડી જેવા લોકલ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે.
એપલ ડિવાઇસિસમાંથી પાસકીની ઇન્ફર્મેશન અન્ય ઓપરેટિંગ સિસ્ટમમાં એક્સપોર્ટથી
તેમાંથી ઇમ્પોર્ટ કરવાની આ સગવડ આઇફોન, આઇપેડ, મેક વગેરે તમામ એપલ ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમમાં આ વર્ષથી જ મળવા લાગે તેવી
વ્યવસ્થા છે.








