Get The App

પેપર લીકને સમાંતર, ટેલિગ્રામમાં પેપરનાં જ જુદાં કૌભાંડ

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
પેપર લીકને સમાંતર, ટેલિગ્રામમાં પેપરનાં જ જુદાં કૌભાંડ 1 - image

- yuf íkhV LkexLkwt ÃkuÃkh ¾hu¾h ÷ef ÚkÞwt, çkeS íkhV fki¼ktzeyku xur÷økúk{ Ãkh Lkf÷e ÷eõz ÃkuÃkh ðu[ðk ÷køÞk

આઆખો લેખ વાંચતાં પહેલાં, એક અગત્યની વાત. તમે કે તમારા સંતાને આ વર્ષે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-નીટ) એક્ઝામ આપી હતી? તો તમે અહીંથી આગળ કશું ન વાંચો. બીજી વાર લેવાયેલી નીટ એક્ઝામમાં બધું સમુંસૂતરું પાર ઉતરશે, તમને તમારી મહેનત મુજબનું પરિમાણ મળશે એવો વિશ્વાસ રાખો અને આ લેખ સિવાય બીજું કંઈ પણ, મન હળવું થાય કે હળવું રહે એવું કંઈ પણ વાંચો, જુઓ કે કરો.

હા, જો તમે કે તમારું સંતાન આવતા વર્ષે કે આગામી વર્ષોમાં નીટની એક્ઝામ આપવાના હોય, તો આગળની વાત જરૂર ધ્યાનથી વાંચજો.

આપણે ત્યાં મહત્ત્વની પરીક્ષાઓ લેવાની જેની જવાબદારી છે એ તંત્રમાં ગરબડ છે અને પેપર લીક થાય છે એ તો સાચું જ, તેની સાથોસાથ શું થાય છે એ ખાસ સમજવા જેવું છે. 

હવે આપણા હાથમાં સ્માર્ટફોન છે, એમાં ટેલિગ્રામ જેવી એપ છે, જેની મદદથી લોકો પોતે તદ્દન ગૂમનામ રહીને, આંખના પલકારામાં એક સાથે લાખો લોકો સાથે ધારે તે વાત કે ડોક્યુમેન્ટની આપલે કરી શકે છે. એ માટે - ફરી આંખના પલકારામાં - પેમેન્ટ પણ મેળવી શકે છે.

આ ટેલિગ્રામ એપમાં એવી તે શી ગરબડ છે કે દરેક મોટી પરીક્ષા પહેલાં, તેના પર પેપર્સ ‘લીક’ થઈ જાય છે, એ વિગતવાર સમજીએ.

{u 3, 2026Lkk ÞkuòÞu÷e yLku hË ÚkÞu÷e Lkex yuõÍk{ ykMkÃkkMk þwt ÚkÞwt níkwt?

તમારે પોતાને નીટ એક્ઝામ સાથે સીધો પનારો હશે તો, આ વર્ષે પહેલી વાર નીટ યોજાઇ ત્યારે શું થયંુ એ બધું તમે જાણતા હશો, મીડિયા મારફત છૂટુંછવાયું જાણ્યું પણ હશે. આપણે થોડી વિગતો સાથે રીકેપ કરી લઈએ.

પહેલી નીટ એક્ઝામ મે ૩, ૨૦૨૬ના રોજ લેવાઈ ગઈ એ પછી, એક્ઝામ પહેલાં પેપર લીક થઈ ગયું હોવાના મોટા પાયે આક્ષેપો થયા. હોબાળો એવો થયો કે સરકારે તાત્કાલિક સીબીઆઇ મારફત તપાસ કરાવવી પડી. જાણવા મળ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના પરીક્ષકોએ જ ભ્રષ્ટ કોચિંગ સેન્ટર્સના નેટવર્ક સાથે મળીને પેપર લીક કર્યું હતું.

છેવટે સરકારે એ નીટ એક્ઝામ સદંતર રદ કરવી પડી અને એક સાથે ૨૨ લાખ જેટલા વિદ્યાર્થીઓની લાંબા સમયની મહેનત પર પાણી ફરી વળ્યું. તેમણે ફરી લેવાનારી એક્ઝામ માટે ફરી એકડો ઘૂંટવાનું શરૂ કરવું પડ્યું.

ઘણા વિદ્યાર્થી આ દબાણ સહી ન શક્યા અને આત્મહત્યાના કિસ્સાઓ પણ નોંધાયા. વિપક્ષોને મોટું હથિયાર મળ્યું અને ‘કોક્રોચ જનતા પાર્ટી’ જેવાં સાચાં-ખોટાં આંદોલનો-વિરોધ પણ ફાટી નીકળ્યા.

આ બધા દરમિયાન...

પહેલી નીટ એક્ઝામનું પેપર લીક થઈ ગયું ત્યારે, તપાસમાં જાણવા મળ્યું કે પરીક્ષા પહેલાં, મોટા ભાગે કેટલાંક કોચિંગ સેન્ટર્સમાં કેટલાક ‘ખાસ’ વિદ્યાર્થીઓ સાથે જે ‘ગેસ પેપર’ (વાસ્તવિક પરીક્ષામાં પૂછાવાની સૌથી વધુ શક્યતા હોય તેવા પ્રશ્નો)  શેર થયાં હતાં એમાં ૧૮૦માંથી ૧૨૦ જેટલા પ્રશ્નો ખરેખરા પેપર સાથે તદ્દન મેચ થતા હતા!

બીજી બાજુ, એક્ઝામ પછી તરત જ ટેલિગ્રામ એપ પર ગૂમનામ ચેનલ્સમાં ‘પહેલી નીટનાં પેપર્સ અમને મળી ગયાં હતાં, ફરી યોજાનારી નીટનાં પેપર્સ જોઇતાં હોય તો કહો...’ એવા દાવા સાથે, પહેલી નીટનાં ‘લીક થયેલા પેપરના સ્ક્રીનશોટ્સ’ પણ ‘પૂરાવા’ તરીકે ફરતા થઈ ગયા!

આ જ કારણે બીજી વાર નીટની એક્ઝામ પહેલાં ભારતમાં નિશ્ચિત દિવસો માટે ટેલિગ્રામ એપ બ્લોક કરવાની સરકારને ફરજ પડી.

sqLk 21, 2026Lkk Vhe ÞkuòÞu÷e Lkex yuõÍk{ Ãknu÷kt þwt ÚkÞwt níkwt?

પહેલી નીટ એક્ઝામનું પેપર લીક થયું હોવાનું સાબિત થયા પછી સરકારે એ પરીક્ષા રદ કરવી પડી. એ પેપર કોચિંગ સેન્ટર્સમાં અને ત્યાંથી ટેલિગ્રામ પર શેર થયાં હોવાનું બહાર આવ્યું. રી-એક્ઝામ પહેલાં પણ ટેલિગ્રામ પર ફરી પેપર લીક થયું હોવાના મેસેજ ફરતા થયા. જોકે તપાસમાં સ્પષ્ટ થયું કે પેપર લીક થયું એ એક અલગ કૌભાંડ છે અને તેને સમાંતર, ટેલિગ્રામ પર લોકોને લીક્ડ પેપરને નામે છેતરવાનાં નવાં કૌભાંડ શરૂ થયાં હતાં!

ટેલિગ્રામમાં પોસ્ટ થયેલા મેસેજને પછી એડિટ કરવાની એક સગવડ છે. કેટલાય કીમિયાગરો આ સગવડનો ગેરલાભ લે છે. તેઓ ટેલિગ્રામ પર એવી માયાજાળ ઊભી કરે છે કે ‘‘નીટની એક્ઝામ પહેલાં જ અમારી પાસે પેપર આવી ગયું હતું અને અમે એ શેર પણ કર્યું હતું’. ટેલિગ્રામ પર તદ્દન ગૂમનામ રહીને કંઈ પણ બેધડક શેર કરી શકાય છે!

હકીકત શું હતી?

હકીકત ખરેખર જુદી હતી. એ બધા સ્કેમસ્ટર્સ પાસે સાચે જ નીટનું લીક થયેલું પેપર નહોતું. તેમણે એ એક્ઝામ પહેલાં શેર પણ કર્યું નહોતું. તેમણે માત્ર એવો દેખાડો ઊભો કર્યો અને એક સાથે લાખો વિદ્યાર્થીઓ અને મા-બાપને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ‘‘પહેલી નીટમાં તો ધબડકો થયો, બીજી ફરી લેવાનારી નીટમાં ધાર્યું પરિણામ જોઈતું હોય તો અમારો સંપર્ક કરો! અમારી પાસે એક્ઝામ પહેલાં પેપર આવી જાય છે, જુઓ આ પહેલી નીટ પહેલાંના લીક્ડ પેપરના પુરાવા!’’

સાચી રીતે પરીક્ષા લેવામાં સરકારની નિષ્ફળતાથી કંટાળેલા અને સંતાનના ભવિષ્ય માટે  ચિતિંત મા-બાપ નીટનું ‘લીક્ડ’ પેપર મેળવવા આવા સ્કેમસ્ટર્સને લાખો રૂપિયા ચુકવવા તૈયાર થઈ જાય એમાં નવાઈ નહોતી.

વાસ્તવમાં, આપણા દેશમાં વારંવાર, ખરેખર પેપર લીક થાય છે એ કારણે પણ સ્કેમસ્ટર્સે ટેલિગ્રામ જેવી એપની મદદથી નવો ધંધો ઊભો કરી લીધો છે.

આવી બધી ચેનલ પર નીટ જેવી એક્ઝામનું ‘લીક’ થયેલું ંપેપર હોતું નથી, માત્ર એવા દાવા અને ઊભા કરેલા ‘પુરાવા’ હોય છે, જે આવી ચેનલના સંચાલકોને લાખોની કમાણી કરાવી આપે છે.

xur÷økúk{ yuÃk fuðe heíku ¾÷LkkÞf çkLke?

મેસેજ એડિટ કરવાના ફીચરથી નવા પ્રકારે ફ્રોડ થવા લાગ્યા

સ્કેમસ્ટર્સ એક્ઝામ પહેલાં કોઈ જૂના પેપરની સીધીસાદી પીડીએફ સાથેનો એક મેસેજ પોતાની ચેનલમાં પોસ્ટ કરે છે. ટેક્સ્ટમાં લખે છે ‘‘જુઓ અમારી પાસે એક્ઝામ પહેલાં આખું પેપર આવી ગયું છે!’’ એક્ઝામ પછી, અસલી પેપર જાહેર થઈ ગયા પછી, તેઓ પેલી જૂની પોસ્ટ એડિટ કરી, તેમાંની પીડીએફ પણ બદલે છે, જેમાં અસલી પેપરના પ્રશ્નો હોય છે! ટેલિગ્રામ આ રીતે એટેચમેન્ટ બદલવા દે છે, જ્યારે વોટ્સએપમાં ફક્ત મેસેજ એડિટ કરી શકાય છે, એ પણ ૧૫ મિનિટ સુધી જ.

મૂળ ચેનલની એ પોસ્ટ ટેલિગ્રામમાં બીજા ડિસ્કશન ગ્રૂપ્સમાં શેર કરવામાં આવે છે. ત્યાં પેલી પોસ્ટનો મૂળ ટાઇમસ્ટેમ્પ દેખાય છે, જે એક્ઝામ પહેલાંનો હોય છે! એટેચમેન્ટ બદલાઈ ગયું છે એવી અહીં ખબર પડતી નથી. પેલા મેસેજની ટેક્સ્ટ અને એક્ઝામ પહેલાંનો ટાઇમસ્ટેમ્પ જોઈને લોકો માની લે છે કે આ ચેનલ પાસે ખરેખર લીક્ડ પેપર આવી ગયું હતું!

આ આખી કસરત, મોટી એક્ઝામ્સ અગાઉ કરવામાં આવે છે. આ વખતે પેપર ખરેખર લીક થયું, એક્ઝામ ફરી લેવાઈ એટલે સ્કેમસ્ટર્સને તડાકો પડ્યો!

 

ટેલિગ્રામમાં ‘બોટ’ બનાવવાની સગવડ પણ સ્કેમસ્ટર્સને ઉપયોગી

ટેલિગ્રામમાં એક યૂઝર કુલ ૪૦ ‘ઓટોમેટેડ બોટ’ બનાવી શકે છે. આવા બોટને ફક્ત એક યૂઝરનેમ જોઈએ, ફોન નંબર નહીં. આવા બોટ ચેનલ એડમિનનું ઘણું ખરું કામ પોતાની મેળે કરી શકે. તે એડમિનની જેમ વાતચીત કરી શકે, કમાન્ડ એક્ઝિક્યૂટ કરી શકે અને પેમેન્ટ સ્વીકારી શકે.

હવે શું થાય છે એ જુઓ. નીટ પેપર ખરેખર લીક થયા પછી, તેમાંથી બને એટલી કમાણી કરી લેવા માટે સ્કેમસ્ટર્સ એક્ટિવ થયા ટેલિગ્રામ પર. તેમણે પોતાની ચેનલ્સ પર બાજુમાં લખેલી ટ્રિક અજમાવી. તપાસ સંસ્થાઓના ધ્યાનમાં આ ચેનલ્સ આવી એટલે આવી ચેનલ બંધ કરવા ટેલિગ્રામને કહેવામાં આવ્યું. તો તરત આ ચેનલ્સને જ મળતાં આવતાં નામ સાથે સંખ્યાબંધ બીજી ચેનલ્સ શરૂ કરવામાં આવી અને તેમાં ધડાધડ બોટ્સ એક્ટિવ કરવામાં આવ્યા, જેમણે ડિસ્કશન ગ્રૂપ્સમાં સ્ટુડન્ટ્સ-પેરેન્ટ્સને લલચાવવાનું જૂનું કામ ચાલુ રાખ્યું. પરિણામે, અમુકતમુક ચેનલ બંધ કરવાનો કોઈ અર્થ રહ્યો નહીં. ૨૨ જૂન સુધી ટેલિગ્રામ સર્વિસ સદંતર બ્લોક કર્યા વિના કોઈ રસ્તો ન રહ્યો.

 

ફક્ત ટેલિગ્રામ કેમ બ્લોક કરાઈ? વોટ્સએપ, સિગ્નલ કેમ નહીં?

બાજુમાં લખ્યાં તેવાં વોટ્સએપનાં ‘ફીચર્સ’ વોટ્સએપ-સિગ્નલમાં નથી. ટેલિગ્રામ યૂઝરની વધુમાં વધુ પ્રાઇવસી જાળવે છે એટલે કે અહીં સરકાર-તપાસ સંસ્થાઓથી પોતાની ઓળખ છુપાવીને યૂઝર કંઈ પણ કરી શકે છે. ટેલિગ્રામમાં ફક્ત યૂઝરનેમ આપીને એકાઉન્ટ ખોલાવી શકાય છે, ફોનનંબર આપવો જરૂરી નથી. ટેલિગ્રામમાં ગ્રૂપ્સમાં બે લાખ મેમ્બર્સ હોઈ શકે છે (અન્ય એપ્સમાં તે બહુ મર્યાદિત છે) અને બ્રોડકાસ્ટ ચેનલ્સમાં તો અનલિમિટેડ. ટેલિગ્રામમાં ‘ફક્ત નીટ પેપર’ કે ‘લીક પેપર’ સર્ચ કરતાં સાચી-ખોટી અનેક ચેનલ્સ સુધી સહેલાઈથી પહોંચી જવાય, અન્ય ચેનલ્સમાં વાત એટલી સહેલી નથી.

ટેલિગ્રામમાં બધું જ કંપનીના પોતાના ક્લાઉડ સ્ટોરેજમાં સ્ટોર થાય છે, એટલે કશું જ કોઈ સરકાર-તપાસ સંસ્થાની નજરમાં આવતું નથી. વોટ્સએપમાં મેસેજ એન્ક્રિપ્ટેડ રહે છે, પણ પબ્લિક ગ્રૂપ્સ પર એઆઇથી તો નજર રાખવામાં આવે છે. ટેલિગ્રામમાં જૂના ટાઇમસ્ટેમ્પ, પીડીએફ બદલવી... બધું શક્ય છે! પછી તો એ જ બ્લોક થાયને?

 

પેપર લીક થવાનાં કૌભાંડોમાં ટેલિગ્રામની ભૂમિકા તોડવી જ રહી

ટેલિગ્રામની ભારતમાં કોઈ ઓફિસ જ નથી! તેને ભારતના કોઈ કાયદા સીધા લાગુ પડતા નથી. એટલે જ વર્ષોવર્ષ ભારતમાં મોટી પરીક્ષાઓનાં પેપર લીક થતાં રહે છે, એ ખરેખર બેરોકટોક ટેલિગ્રામ પર શેર થાય છે અને બીજી તરફ લાંબા સમયથી તૈયારી કરતા સ્કેમસ્ટર્સ ‘લીક્ડ પેપર’ના બનાવટી પુરાવા ઊભા કરી, પેપર ખરીદવા માગતા લોકો પાસેથી રૂપિયા પડાવવા મેદાનમાં આવી જાય છે.

ગયા વર્ષે પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ટેલિગ્રામની ૧૦૬ ચેનલ પર નીટનાં પેપર મળતાં હોવાની ફરિયાદ મળી હતી. આ વર્ષે પેપર ખરેખર લીક થયું, પરીક્ષા રદ કરવી પડી, તો રીએક્ઝામ વખતે ફરી પેપર લીક થયું હોવાની અને સંખ્યાબંધ ટેલિગ્રામ ચેનલ્સ પર મળતું હોવાની ફરિયાદો ઊઠી.

અત્યારે, તમે આ વાંચતા હશો ત્યારે ટેલિગ્રામ એપ ભારતમાં કદાચ ફરી કાર્યરત થઈ ગઈ હશે અને સ્કેમસ્ટર્સ આવતા વર્ષની મોટી એક્ઝામ માટે બકરા શોધવાની, તેમને ગયા વર્ષે ‘અમને પેપર મળી ગયાં હતાં’ એવા પુરાવા બતાવવાની વેતરણમાં પણ લાગી ગયા હશે!