For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરકારી ડિજિટલ કરન્સીનું આપણા માટેનું વર્ઝન લોન્ચ થવામાં

Updated: Nov 22nd, 2022

Article Content Image

હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં જેની વિગતવાર વાત કરી હતી તે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નું રીટેલ વર્ઝન પણ હવે લોન્ચ થવાની તૈયારીમાં છે. આ મહિનાની શરૂઆતમાં સીબીડીસીનું હોલસેલ વર્ઝન લોન્ચ થયું હતું એટલે કે બેંક ટુ બેંક અને બેંક ટુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના વ્યવહારો માટે સીબીડીસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. હવે રીટેલ વર્ઝનમાં આપણા જેવા સામાન્ય યૂઝર્સ પણ ઇચ્છે તો પોતાના સાદા, પરંપરાગત રૂપિયાને ડિજિટલ કરન્સીમાં ફેરવી શકશે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)નું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ને જ સીબીડીસીના રિટેઇલ વર્ઝનની જવાબદારી સોંપવામાં આવી છે.

મળતા સમાચાર મુજબ, શરૂઆતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક તથા આઇડીએફસી ફર્સ્ટ બેંક જેવી બેંક્સ સીબીડીસીના પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ થઈ રહી છે. શરૂઆતમાં દરેક બેંક દસ હજારથી પચાસ હજાર યૂઝર્સને આવરીને તેમને રીટેલ સીબીડીસીનો લાભ આપશે.

મહત્ત્વની વાત એ છે કે સીબીડીસી હાલનાં બધાં પ્લેટફોર્મ્સ સાથે ઇન્ટરઓપરેબલ રહેશે. એટલે કે આપણે નેટબેંકિંગ કે યુપીઆઇ દ્વારા રૂપિયાને ઇ-રૂપીમાં ફેરવી શકીશું. ડિજિટલ રૂપી ડિજિટલ વોલેટમાં સચવાશે. શરૂઆતમાં આ સુવિધા માત્ર મર્યાદિત શહેરોમાં લોન્ચ થશે. જોકે રીટેલ યૂઝર્સમાં સીબીડીસી કેટલી લોકપ્રિય થશે એ એક સવાલ છે. કેમ કે ઉપયોગની દૃષ્ટિએ યુપીઆઇ એક પ્રકારે ડિજિટલ કરન્સી જેવી જ છે. તેમાં આપણને પોતાની બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં રહેલા રૂપિયાનું થોડું ઘણું પણ વ્યાજ મળે છે, જ્યારે સીબીડીસીમાં એવું વ્યાજ મળવાની શક્યતા નથી!

Gujarat