Oppo F17 Pro રિવ્યૂઃ ચાર્જિંગ ટેક્નિકની સાથે 2020નો સૌથી સ્લિમ ફોન
હાલમાં જ લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ Oppoએ પોતાના બહુપ્રતિક્ષીત ફોન Oppo F17 Pro લોન્ચ કર્યો છે. આ ફોનના ફીચર્સ તથા કિંમત ભારતીય ગ્રાહકોને ઘણાં જ પસંદ આવી રહ્યા છે. આ વર્ષ 2020નો સૌથી સ્લિમ ફોન તો છે અને સાથે તેમાં VOOC ચાર્જિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નિક તમને પાંચ મિનિટના ચાર્જિંગ પર 4 કલાકનો ટોકટાઈમ આપે છે. આ સાથે જ 2.2 GHz મીડિયાટેક હિલિયો P95 પ્રોસેસરથી દમદાર પર્ફોર્મન્સ મળે છે. આનાથી તમે મલ્ટીટાસ્કિંગ તથા ગેમિંગ જેવી વસ્તુઓને હાઈ સ્પીડની સાથે કરી શકો છો. સ્ટૂડિયો જેવી ફોટોગ્રાફી માટે 6 AI પોટ્રેટ કેમેરા આપવામાં આવ્યા છે. જાણીએ ફોનના કેટલાંક ખાસ ફીચર્સ...
અલ્ટ્રા સ્લીક ડિઝાઈન
OPPOના ફોન હંમેશાથી પાતળા તથા હળવા હોય છે અને OPPO F17 Pro આમાં એક ડગલું આગળ છે. સ્મૂધ રાઉન્ડેડ ડિઝાઈન હાથમાં ઘણી જ આરામદાયક સ્થિતિમાં રાખે છે. જાડાઈ માત્ર 7.48 મિમી છે, જે અલ્ટ્રા થિન છે. આનું વજન માત્ર 164 ગ્રામ છે, જે અલ્ટ્રા લાઈટ છે. આ ઉપરાંત આની 220° સ્મૂથ રાઉડેન્ડ એજ છે અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે.
મિની ડ્યુઅલ પંચ-હોલ
OPPO પોતાની ડિઝાઈનમાં હંમેશાંથી એ પ્રયાસ કરે છે કે સ્ક્રીન પર દરેક મિલીમીટર પાસે વધુમાં વધુ કામ લેવામાં આવે. OPPO F17 Proમાં નૉચ સરાઉન્ડિંગમાં બે ફ્રંટ કેમેરા છે, પરંતુ આ એવા છે, જેનાથી સ્ક્રીનનો સ્પેસ સહેજ પણ ખરાબ ના થાય. સ્ક્રીન રિઝોલ્યુશન FHD+ (2400 x 1080) પિક્સલ છે, આના પંચ-હોલનો ડાયમીટર માત્ર 3.7 મિમી છે અને સ્ક્રીન રેશિયો 90.7% છે.
6 AI પોટ્રેટ કેમેરા
જો તમને સ્ટૂડિયોની જેમ ફોટોગ્રાફી પસંદ છે તો આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI તમારી મદદ કરી શકે છે. આ ફોનમાં 6 AI પોટ્રેટ કેમેરા છે, જે તમારા ફોટોગ્રાફર્સને સૌથી અલગ બનાવી શકે છે. આ કેમેરામાં- AI સુપર નાઈટ પોટ્રેટ, AI નાઈટ ફ્લેયર પોટ્રેટ, AI કલર પોટ્રેટ, ડ્યુઅલ લેન્સ બોકેહ, AI બ્યૂટિફિકેશન્સ 2.0 તથા અલ્ટ્રા ક્લિયર 108 MP ઈમેજ. જો તમે રાતના અંધારામાં પણ ફોટોગ્રાફી કરવા માગો છો અથવા ફોટોમાં ખાસ હિસ્સાને હાઈલાઈટ કરવા માગો છો તો આ કેમેરા તમારી મદદ કરશે.
અલ્ટ્રા સ્ટેડી વીડિયો
જો તમને વ્લોગિંગનો શોખ છે તો તમે જોયું હશે કે વીડિયો શૂટ દરમિયાન સામાન્ય ફોનમાં વીડિયો સ્મૂથ ચાલતા નથી, પરંતુ આ ફોનમાં આવું થશે નહીં. ભલે પછી તમે ફ્રંટ કેમેરાનો ઉપયોગ કરતા હોવ કે બેક કેમેરા, તમારા વીડિયો પૂરી રીતે સ્ટેડી રહેશે. આમાં 4K વીડિયો, સ્લો-મોશન વીડિયો તથા બોકેહ વીડિયોના વિકલ્પ પણ તમને મળશે.
30 વૉટ VOOC ફ્લેશ ચાર્જ 4.0
આ ફોનનું એક વધુ ખાસ ફીચર તમને પસંદ આવશે અને આ ફીચર આની ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે જોડાયેલું છે. 30 વૉટ VOOC ફ્લેશ ચાર્જ 4.0થી સજ્જ આ ફોનને તમે પાંચ મિનિટ પર ચાર્જ કરીને ચાર કલાક સુધી વાતચીત કરી શકો છો. આની બેટરી પણ દમદાર છે, જે 4000mAhની છે. આ માત્ર 53 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય છે અને 10 કલાક સુધી તમે આખો દિવસના કામકાજ સરળતાથી કરી શકો છો.
દમદાર પ્રોસેસર
OPPO F17 Proમાં મીડિયાટેક હિલિયો P95 દમદાર પ્રોસેસર છે અને આ 8GB+128GBની સાથે આવે છે. અપગ્રેડેટ ચિપ ફાસ્ટર પ્રોસેસિંગ આપે છે. ગેમિંગના શોખીન લોકો માટે મીડિયાટેક હાઈપર એન્જિન છે, જે પર્ફોર્મન્સમાં ઘટાડો થવા દેતું નથી. આની ઈન્ટેલિજન્ટ નેટવર્કિંગ તથા રેપિડ ટચસ્ક્રીન્સ તમારા હેવી લોડિંગ ગેમ્સમાં પણ ફાસ્ટ તથા સ્મૂથ એક્શનને જાળવી રાખે છે.
કલર OS 7.2
આનું OS કલરOS 7.2 છે, જેની ઈન્ટરફેસમાં અનેક કસ્ટમાઈઝેશનના વિકલ્પ હાજર છે. આનું એક વધુ સારું ફીચર એર જેશ્ચર છે, એટલે કે તમે ફોનને ટચ કર્યા વગર ફોન કૉલ પિક કરી શકશો. જો તમારો ફોન 20-50 સેન્ટીમીટર દૂર હોય અને હાથને ઉપર લો છો તો તમારો કૉલ પિક થઈ જાય છે.
આમ કહી શકાય કે OPPO F17 Pro ના માત્ર 2020નો સૌથી સ્લિમ ફોન છે, પરંતુ તે ઘણાં જ ખાસ ફીચર્સથી સજ્જ છે, જે તમને બીજા ફોનમાં ક્યારેય નહીં મળે.