Get The App

ચેટજીપીટીમાં આવી રહ્યું છે એડલ્ટ મોડ: બાળકોને એનાથી દૂર રાખવામાં આવશે…

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
ચેટજીપીટીમાં આવી રહ્યું છે એડલ્ટ મોડ: બાળકોને એનાથી દૂર રાખવામાં આવશે… 1 - image

ChatGPT Adult Content: OpenAI દ્વારા ચેટજીપીટીની પોલિસીમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેન દ્વારા એ વિશે જાહેરાત કરવામાં આવી છે. આથી કેટલાક યુઝર્સ હવે ચેટજીપીટી પર એડલ્ટ કન્ટેન્ટને એક્સેસ કરી શકશે. સેમ ઓલ્ટમેન દ્વારા આ માહિતી પોસ્ટ કરીને જણાવવામાં આવી છે. તેમના દ્વારા આ કન્ટેન્ટ ફક્ત એડલ્ટ માટે છે એટલે કે બાળકોને એનાથી દૂર રાખવામાં આવશે. આ માટે ઉંમરને લઈને નિયમ લાગુ કરવામાં આવશે અને એ અનુસાર યુઝર્સ સર્વિસને એક્સેસ કરી શકશે. જોકે ઉંમર માટે યુઝર્સે વેરિફાય કરાવવાનું રહેશે. OpenAI દ્વારા હજી એ વાતની જાહેરાત કરવામાં નથી આવી કે એડલ્ટ કન્ટેન્ટમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એ મળશે એ નક્કી છે. OpenAI દ્વારા કરવામાં આવેલા બદલાવમાંનો આ સૌથી મોટો બદલાવ છે.

યુઝર્સની જરૂરિયાત કે પછી ગ્રોકનું પ્રેશર

ઇલોન મસ્કના ગ્રોક દ્વારા માર્કેટમાં ખૂબ જ પ્રેશર છે. ગ્રોક AI યુઝર્સ સાથે એડલ્ટ વાત પણ કરી શકે છે. યુઝર્સને સબ્સ્ક્રિપ્શન દ્વારા એડલ્ટ કન્ટેન્ટનું એક્સેસ મળી શકે છે. આ કન્ટેન્ટને લઈને ઘણી વાર વિવાદ પણ થયો હતો. જોકે એમ છતાં ઇલોન મસ્ક પર એની કોઈ અસર નહોતી થઈ. આથી આ ફીચર હવે OpenAIમાં પણ આવી રહ્યું છે. યુઝર્સને ખરેખર એડલ્ટ કન્ટેન્ટની જરૂર છે કે પછી ગ્રોકને કારણે જે પ્રેશર છે એને પહોંચી વળવા માટે OpenAI દ્વારા આ ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

પોલિસી વિશે શું કહ્યું સેમ ઓલ્ટમેનએ?

સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે ચેટજીપીટીના આગામી વર્ઝનને ખૂબ જ અલગ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ઝન દ્વારા યુઝર્સને કોઈ પણ પ્રકારની માનસિક નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે યુઝર્સને ઘણાં કન્ટેન્ટથી દૂર રાખવામાં આવશે. આ એવા કન્ટેન્ટ હતાં જેનાથી માનસિક રીતે સ્વસ્થ હોય એવા લોકોને પણ નુકસાન થયું હતું. આ કન્ટેન્ટને હવે ચેટજીપીટીની નવી પોલિસી હેઠળ દૂર રાખવામાં આવ્યા છે. સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે અમારી પાસે હવે નવા ટૂલ્સ છે. આ ટૂલ્સનો ઉપયોગ કરનાર યુઝર્સને પ્રતિબંધિત કન્ટેન્ટનો ઉપયોગ કરવા સામે કેટલીક છૂટછાટ આપવામાં આવશે. આ ટૂલને પેરેન્ટલ ટૂલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ગૂગલ સર્ચમાં હવે યુઝર્સ એડ્સને કરી શકશે હાઇડ, જાણો કેવી રીતે…

અન્ય પ્લેટફોર્મ પણ કરી રહ્યું છે બદલાવ

દુનિયાના ઘણાં દેશોમાં બાળકોની સુરક્ષાને લઈને ઘણાં સવાલ ઊભા થઈ રહ્યા છે. આથી OpenAI જ નહીં, પરંતુ એની સાથે મોટાભાગના પ્લેટફોર્મ્સમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. બાળકોની સેફ્ટી માટે અલગ પોલિસી અને ફીચર્સ કાઢવામાં આવી રહ્યા છે. તેમ જ મોટાભાગના ફીચર્સનું કન્ટ્રોલ પેરેન્ટ્સને આપવામાં આવી રહ્યું છે. આથી બાળકોની સેફ્ટીને પ્રાધાન્ય આપવામાં આવશે તો જ એ પ્લેટફોર્મ કામ કરી શકશે એ નક્કી છે. ભારતમાં પણ ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીનએજર એકાઉન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે.