ચેટજીપીટી હવે ટીનેજર સાથે ફ્લર્ટ નહીં કરે તેમ જ બહુ જલદી માગશે યુઝર્સનો ID, જાણો કેમ…
OpenAI Changes Rule: OpenAI દ્વારા તેમની સેફટી માટેના કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ તેઓ બહુ જલદી યુઝર્સ પાસે ID માગી શકે છે. થોડા સમય પહેલાં ચેટજીપીટીનો ઉપયોગ કરવાને કારણે 16 વર્ષના એક ટીનેજરે સુસાઇડ કર્યું હતું. આ માટે ચેટજીપીટીએ તેને પ્રેરિત કર્યો હતો. આથી ચેટજીપીટી પર ખૂબ જ તવાઈ આવી છે અને એના પર કેસ પણ ચાલી રહ્યો છે. આ તમામની વચ્ચે તેમણે હવે બાળકોની સેફટી માટેના કેટલાક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આવો એક કેસ નથી, પરંતુ ઘણાં કેસ છે. આથી તેમણે એમાં સુધારો કરવો જરૂરી હતો.
પ્રાઇવસી અને સેફટીને લઈને ચિંતા
OpenAIના CEO સેમ ઓલ્ટમેન દ્વારા X પર કહેવામાં આવ્યું છે કે તેઓ હવે જે સુરક્ષા માટે પગલાં લઈ રહ્યા છે એનાથી દરેક વ્યક્તિ ખુશ નહીં હોય એ બની શકે છે. જોકે તેમના પર હાલમાં જે કેસ ચાલી રહ્યો છે એને જોતા તેમણે હવે યુઝર્સ પાસે ID માગવા સિવાય કોઈ છૂટકો નથી એવું લાગી રહ્યું છે. આ નિર્ણય તેમની કંપની OpenAI પર એડમ રાઈનેના પેરન્ટ્સ દ્વારા કેસ કરવામાં આવ્યો ત્યાર બાદ લેવામાં આવ્યા છે. આ કેસમાં કહેવામાં આવ્યું છે કે ચેટજીપીટીએ તેને સુસાઇડ નોટ લખવા માટે મદદ કરી હતી. તેમ જ પોતાને નુકસાન કરવા વિશે પણ વાતચીત કરી હતી અને અન્ય વ્યક્તિ પાસે મદદ ન લેવા માટે તેને કહ્યું હતું.
AIની વ્યક્તિઓ પર અસર
આ કેસમાં કહેવામાં આવ્યું છે કે AI ઘણી વ્યક્તિઓના દિમાગ પર અસર કરી રહ્યું છે. થોડા સમય પહેલાં જ 56 વર્ષના એક વ્યક્તિએ મર્ડર-સુસાઇડ કર્યું હતું. તેણે પણ આ એક ચેટબોટના કહેવામાં આવીને કર્યું હતું. આ સાથે જ Character.AI ચેટબોટ પર પણ 13 વર્ષની છોકરીએ સુસાઇડ કર્યાનો આરોપ છે. આ તમામ ઘટનાને કારણે AI મનુષ્ય પર કેવી રીતે અસર કરી રહ્યું છે એ વિચારવા જેવું છે. તેમ જ આ ખૂબ જ ગંભીર સમસ્યા છે.
ટીનેજર્સ માટે નવા નિયમ
OpenAI દ્વારા આ મહિનાની શરૂઆતમાં જ પેરન્ટલ કન્ટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે. જોકે તેમણે હવે ચેટજીપીટીમાં વધુ સિક્યોરિટી ફીચરનો સમાવેશ કર્યો છે. આ નિયમ અનુસાર ચેટજીપીટી અથવા તો ટ્રેઇનિંગ માટેનું ચેટજીપીટી કોઈ પણ ટીનેજર સાથે સુસાઇડ વિશેની વાત નહીં કરે. કોઈ પણ ક્રિએટિવ રાઇટિંગના બહાને પણ આ વિશે વાત નહીં કરી શકે. જો અઢાર વર્ષથી નાની ઉંમરની કોઈ વ્યક્તિએ સુસાઇડ વિશેની વાત કરી તો OpenAI તેમની પાસે ID માગશે અને જરૂર પડે તો તેમના પેરન્ટ્સ અથવા તો અન્ય ઓથોરિટીનો સંપર્ક કરશે.
આ પણ વાંચો: OpenAI હિયરીંગમાં પેરન્ટ્સનો આરોપ: ચેટજીપીટીએ બાળકને સુસાઇડ માટે પ્રેરિત કર્યો
આ સાથે જ OpenAI દ્વારા એજ ડિટેક્શન ટેક્નોલોજી પર પણ કામ કરી રહ્યું છે. જો કોઈ યુઝર તેની ઉંમર છુપાવે અથવા તો ખોટી કહે તો એને શોધી શકાય. આ સાથે જ ચેટજીપીટીનો વધુ ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતા બ્લેકઆઉટ અવર્સ ફીચર પણ લોન્ચ કર્યું છે. આ સિવાય કોઈ પણ રીતે બાળકો સાથે ફ્લર્ટ ન કરે એનું પણ ધ્યાન રાખવામાં આવશે.