Get The App

ગેમર્સ માટે મોટા સમાચાર: મફત ગેમ્સ રજિસ્ટ્રેશન વગર રમી શકાશે, 1 મેથી લાગુ થશે નવા નિયમો

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ગેમર્સ માટે મોટા સમાચાર: મફત ગેમ્સ રજિસ્ટ્રેશન વગર રમી શકાશે, 1 મેથી લાગુ થશે નવા નિયમો 1 - image

Online Gaming User Safety: ભારતમાં ઝડપથી વિકસી રહેલા ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે કેન્દ્ર સરકારે એક પગલું ઉઠાવ્યું છે. સરકારે ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (OGAI) ગઠન માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઓનલાઇન ગેમિંગ રેગ્યુલેશન એક્ટ-2025 અંતર્ગત આ નવી વ્યવસ્થા 1 મે, 2026 થી સમગ્ર દેશમાં અમલી બનશે.

ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે લાઇટ-ટચ રેગ્યુલેશન

આઈટી સચિવ એસ. કૃષ્ણને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર ગેમિંગ ઉદ્યોગ માટે લાઇટ-ટચ રેગ્યુલેટરી અપ્રોચ અપનાવી રહી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ અને ગેમ ડેવલપર્સ પર વધારાનો વહીવટી બોજ ઘટાડવાનો છે. સરકારે ગેમિંગ કંપનીઓને મોટી રાહત આપતા સર્ટિફિકેટની વેલિડિટી 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરી દીધી છે. આનાથી કંપનીઓને વારંવાર રિન્યુઅલની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે.

રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટી છૂટછાટ

નવા નિયમો મુજબ, જે ગેમ્સમાં વાસ્તવિક નાણાંની લેવડ-દેવડ (Non-real money games) સામેલ નથી, તેમને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે નહીં. મોટાભાગની આવી ગેમ્સ કોઈપણ નોંધણી વગર ચાલી શકશે. જોકે, મોટા સ્તરે રમાતી ગેમ્સ અથવા જેમાં નાણાકીય વ્યવહારો થતા હોય, તેમને સરકાર દ્વારા નોટિફાય કરવામાં આવે ત્યારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પણ વાંચો : ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી

ગેમ્સનું વર્ગીકરણ અને ત્રણ મુખ્ય રસ્તાઓ

ગેમ્સને કઈ કેટેગરીમાં રાખવી તે નક્કી કરવા માટે ઓથોરિટીએ ત્રણ માર્ગો નક્કી કર્યા છે. ઓથોરિટી પોતે કોઈપણ ગેમની સમીક્ષા કરીને તેનું વર્ગીકરણ કરી શકશે અને સુઓ મોટો લઇ શકશે. ઈ-સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી સંસ્થાઓ પોતે અરજી કરી શકશે. સરકાર વિશિષ્ટ સોશિયલ ગેમ્સને નોટિફાય કરી શકશે. વર્ગીકરણની આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 90 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી વિલંબ ન થાય.

ટુ-ટાયર ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ

ગેમ રમતા યુઝર્સની સુરક્ષા અને તેમની ફરિયાદોના નિવારણ માટે ટુ-ટાયર સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. ગેમિંગ પ્લેટફોર્મ્સે યુઝર્સનો ડેટા સાચવવો પડશે. સમયાંતરે કમ્પ્લાયન્સ રિપોર્ટ જમા કરાવવો પડશે. આ ઓથોરિટીમાં ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ હશે, જે નિયમોનું ઉલ્લંઘન કરતી ગેમ્સને બ્લોક કરવાની સત્તા ધરાવશે.

શું છે ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા?

OGAI એ 6 સભ્યોની ટીમ છે, જેમાં આઈટી મંત્રાલય અને ગૃહ મંત્રાલયના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. તેનું મુખ્ય કાર્ય દેશમાં ઓનલાઇન ગેમ્સનું મોનિટરિંગ કરવું, ગેમ્સનું વર્ગીકરણ નક્કી કરવું અને યુઝર્સની પ્રાઈવસી તેમજ સુરક્ષા જાળવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, આ નિયમો તૈયાર કરતા પહેલા ઉદ્યોગ જગતના આશરે 2,500 હિતધારકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા.