- ½h{kt ÷øLk «Mktøk nkuÞ íÞkhu MðsLkkuLkkt ÷uxuMx, Ãkkfkt ÃkkuMx÷ yuzÙuMk ¼uøkkt fhðkLkwt fk{ Mknu÷wt çkLkkððwt Au?
એપ્રિલ, મે જેવા મહિનામાં યોજાયેલાં
લગ્નમાં ભાગ લેવા જેવું જ કપરું બીજું કયું કામ છે, જાણો છો? કંકોત્રી મોકલવા માટે નજીકનાં
સગાંસંબંધીઓનાં પોસ્ટલ એડ્રેસ મેળવવાનું કામ! એ તો જેના માથે વીતી હોય કે હાલમાં
વીતતી હોય એને ખબર પડે. હવે પોસ્ટ કે
કુરિયર માફરત કંકોત્રી મોકલવાનું ચલણ ઘટતું જાય છે, પણ ઘણી વાર વડીલો કે ખરેખર નજીકના સંબંધીઓને એ વિના ચાલે નહીં. એ સિવાય પણ, ઘણાં કારણોસર પોસ્ટલ એડ્રેસ હજી પણ જાણવાં અનિવાર્ય છે.
માથે લગ્ન પ્રસંગ લઈને બેઠા હોઈએ ત્યારે જુદા જુદા લોકોનાં પોસ્ટલ એડ્રેસ
મેળવવાં કે કન્ફર્મ કરવાં એ ખરેખર બહુ કપરું કામ છે. હવેના સમયમાં પ્રસંગે મદદે
આવતા લોકોનું પ્રમાણ ઘટતું જાય છે એટલે તો ખાસ. નીચે, આ ભગીરથ કામ તમે એકલા, ગણતરીની મિનિટોમાં પૂરું કરી
શકો એવા બે રસ્તા આપ્યા છે. બંને પ્રમાણમાં ઘણા સહેલા છે. છતાં અઘરા લાગે તો કોઈ
જાણકારની થોડી મદદ લઈ શકો. મૂળ મુદ્દો કોઈ પણ મુશ્કેલ લાગતાં કામ કરવાના કેવા
સ્માર્ટ રસ્તા હોઈ શકે એ સમજવાનો છે - ઘરે લગ્નપ્રસંગ ન હોય તો પણ!
y½Át fk{
Mknu÷wt çkLku, ykuLk÷kRLk MkŠðMkÚke
આમ તો હવે વોટ્સએપમાં કંકોત્રી મોકલવાનું અને પેટીએમ કે ફોનપેથી ચાંદલો મોકલી
આપવાનું ચલણ વધવા લાગ્યું છે, તેમ છતાં, કંકુ છાંટેલી ને શ્રીગણેશના ચાંદલાથી સીલ કરેલી, સ્ક્રીન પ્રિન્ટ કરાવેલી કંકોત્રીઓનો મહિમા હજી ઓછો થયો નથી.
પરિવારમાં લગ્ન પ્રસંગ સિવાય, બીજાં એવાં ઘણાં કારણ હોઈ શકે, જેને લીધે આપણે સ્વજનો, સંબંધીઓ, પરિચિતો કે ક્લાયન્ટ/કસ્ટમર્સનાં પોસ્ટલ એડ્રેસ યોગ્ય રીતે સાચવ્યા વિના છૂટકો
નથી. જો તમે પણ ઘરમાં કોઈ પ્રસંગ આવી રહ્યો હોય અને ત્રણસો-ચારસો સ્વજનોનાં પાકાં, લેટેસ્ટ એડ્રેસ ભેગાં કરવાની પળોજણમાં પડ્યા હો તો સમજાશે આ કેટલું
કડાકૂટભર્યુ કામ છે.
વીતેલા જમાનામાં, જ્યારે વેકેશનમાં ઝાઝા બધા
સમર કેમ્પ્સ નહોતા કે ચીટકી રહેવા માટે સ્માર્ટફોન, કમ્પ્યૂટર કે ટીવી નહોતાં ત્યારે છોકરાં ઘરમાં કે આંગણમાં રમી રમીને કંટાળે
અને હવે અમે શું કરીએ? એવા સવાલો કરીને મા-બાપને કંટાળો આપે,
ત્યારે મા-બાપ એ
સ્થિતિનો લાભ લેતાં. એ છોકરાંવને જૂની ટેલિફોન ડાયરી કે એડ્રેસબુક પકડાવતાં, સાથે નવી ડાયરી આપતાં અને કહેતાં કે બધાંનાં એડ્રેસ નવેસરથી લખી
નાખો.
હવે વેકેશનમાં બિઝી રહેવા માટે સૌ કોઈ પાસે અનેક ઓપ્શન્સ છે. તેમ, સૌના સંપર્કમાં રહેવા માટે મોબાઇલ નંબર,
ઇ-મેઇલ આઇડી કે
ફેસબુકમાં ફ્રેન્ડશિપ કે વોટ્સએપમાં કનેક્શન હોય તો પૂરતું થઈ રહે છે. પણ જમાનો
એટલો બધો બદલાયો નથી કે પોસ્ટલ એડ્રેસ વિના બિલકુલ ચાલે.
સામાન્ય સંજોગોમાં પણ પાકું પોસ્ટલ એડ્રેસ તો જોઈએ જ અને હજી પણ વાર-તહેવારે
આમંત્રણ કે અન્ય વિગતો મોકલવા માટે આપણને લોકોનાં પોસ્ટલ એડ્રેસ તો જોઈએ જ. સૌનાં
લેટેસ્ટ એડ્રેસ ભેગાં કરવાનો એક લાંબો ઉપાય દરેકને ફોન કરીને એડ્રેસની ખાતરી
કરવાનો છે. તેનાથી થોડો ટૂંકો ઉપાય, સૌને મેઇલ મોકલીને તેમનાં
લેટેસ્ટ એડ્રેસ મગાવવાનો છે, સૌ જવાબ આપે પછી તમારી રીતે
કોપી-પેસ્ટ કરો કે નવેસરથી હાથેથી લખી લો - ત્યારે સમજાય કે ટૂંકો લાગતો ઉપાય
કેટલો લાંબો છે.
હજી એક સહેલો ઉપાય છે - આપણું કામ બધા જ સંબંધીઓ-સ્વજનો વચ્ચે વહેંચી દેવાનું.
દરેક કુટુંબ પોતાનું એટ્રેસ પોતે જ લખે અને એ બધાં એડ્રેસ એક સાથે, એકઠાં થઈને એક જગ્યાએ આપણને મળી જાય - એ કઈ રીતે કરી શકાય, આવો જાણીએ.
yuzÙuMk çkwf
{kxu {òLke MkŠðMk - ÃkkuMxuçk÷
તમારા ફોનમાં કે કમ્પ્યૂટરમાં એક ઓનલાઇન સર્વિસ પોસ્ટેબલની વેબસાઇટ (www.postable.com/address-book પર પહોંચો. અમેરિકાના ન્યૂ યોર્ક સ્થિત સર્વિસ હવે આપણા વતી લોકોને ગ્રીટિંગ
કાર્ડ્સ મોકલીને તેમાંથી કમાણી કરે છે, પણ મૂળ એડ્રેસ બુકની સર્વિસ
તેણે ફ્રી રાખી છે તથા આપણા વતી એકઠાં થતાં સરનામાં ખાનગી રહેતાં હોવાની તે ખાતરી
આપે છે.
આપણે આ સાવ સિમ્પલ સર્વિસ પર જવાનું અને પોતાનું નામ, અટક, ઇ-મેઇલ એડ્રેસ આપીને અને
મનગમતો પાસવર્ડ નક્કી કરવાનો. આટલું થયું એટલે ફટાક દઈને આપણી એડ્રેસ બુક તૈયાર થઈ
જાય.
એ સાથે, જ પોસ્ટેબલ સર્વિસ તરફથી postable.com/YourName એવી તમારી એડ્રેસબુકની લિંક મળે. તેને કોપી કરી લો અને વોટ્સએપ કે ઇ-મેઇલથી
સ્વજનોને એ લિંક મોકલી દો. અથવા, ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ વગેરેની મદદથી પણ તમે
આ લિંક સૌની સાથે શેર કરી શકો છો. લિંક મોકલતી વખતે જરા સારા શબ્દોમાં તમે કેમ
એડ્રેસની વિગતો મગાવો છો એ લખશો તો સ્વજનો થોડો સમય ફાળવશે પણ ખરા.
એ લોકો તમે મોકલેલી લિંક પર ક્લિક કરશે એટલે તમારી એડ્રેસ બુકનું એક ફોર્મ
ખૂલશે. બહુ સહેલાઈથી તેઓ તેમાં પોતાની વિગતો ભરશે એટલે બધું જ તમારી એડ્રેસબુકમાં
સચવાઈ જશે. તમે ઇચ્છો તે રીતે ફોર્મને એડિટ પણ કરી શકો છો. આ જ ફોર્મનો ઉપયોગ
કરીને તમે જાતે પણ બીજાં એડ્રેસ ઉમેરી શકો છો.
આખી વાતમાં પાયાનો એક સવાલ થયો? પોસ્ટલ એડ્રેસની વાત છે તો
સરનામાં વેબપેજ પરથી સાદા કાગળ પર કેવી રીતે ઉતારવાં? તમે એડ્રેસબુક એક્સેલમાં ડાઉનલોડ કરી શકો છો ને તેમાંથી પ્રિન્ટ લઈ શકો.
હવે છેવટનો સવાલ રહ્યો ડેટાની પ્રાઇવસીનો. આજે આ મુદ્દો અત્યંત ગંભીર બની ગયો
છે, પણ આ સર્વિસ ભારપૂર્વક કહે છે
કે તમારી વિગતો માત્ર તમારી જ રહે છે, કોઈને વેચવામાં આવતી નથી અને
ઓનલાઇન બેન્કિંગ જેટલી જ સલામત છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અને ટેકક્રન્ચ જેવી
પ્રતિષ્ઠિત સાઇટ્સે પણ આ સર્વિસની પ્રશંસા કરી છે. ઉપરાંત આપણે માત્ર પોસ્ટલ
એડ્રેસ માગી રહ્યા છે, જે આજના સમયમાં લગભગ કોઈ પણ
વ્યક્તિ ગમે તે સર્વિસમાંથી જાણી જ શકે છે.
મતલબ કે કાં તો તમે સ્વજનોનાં સરનામાં અને વિગતો જાતે લખવાની દિવસો સુધી મહેનત
કરો, અથવા કામ એ બધા લોકોમાં
વહેંચી દો અને ગણતરીના દિવસોમાં પૂરું કરો. જો સ્વજનો તમારા જેટલા જ ઉત્સાહી ને
ધગશવાળા હોય તો એક જ દિવસમાં પણ આ કામ પતી શકે - જેવા જેના સ્વજન!
yu s fk{ yLÞ
ykuLk÷kRLk Vku{oÚke Ãký ÚkkÞ
કોઈ અજાણી સર્વિસને તમારું કે સ્વજનોનાં પોસ્ટલ એડ્રેસ આપવા તમારું મન ન
માનતું હોય, તો ગૂગલ ડ્રાઇવમાં તમારી
જરૂરિયાત મુજબ ફોર્મ બનાવીને તેની લિંક શેર કરતાં શીખી જાઓ. અલબત્ત, એ કામ કમ્પ્યૂટરમાં કે એન્ડ્રોઇડમાં બ્રાઉઝરમાં drive.google.com/drive/home વેબસાઇટ પર જઈને કરવું પડશે.
અહીં તમે મરજી મુજબનું ફોર્મ બનાવી શકો છો. પછી ખ્યાલ આવશે કે પોસ્ટેબલ સર્વિસ અને ગૂગલ ફોર્મનો
કન્સેપ્ટ એક જ છે. આપણને જે વિગતો જોઈતી હોય તેનું ફોર્મ ક્રિએટ કરવાનું (કોલેજના
સ્ટુડન્ટ સગાંસંબંધી પાસે સર્વેનાં ભરાવે છે એ આ જ સર્વિસ છે), તેને પબ્લિશ કરવાનું અને ફોર્મની લિંક સૌને મોકલી આપવાની. એ સૌ ફોર્મમાં
પોતાનું સરનામું લખે, એટલે એ બધી વિગતો આપણને એક
સાથે, એક જ સ્પ્રેડશીટ સ્વરૂપે મળી
જાય. એ સ્પ્રેડશીટ કોઈ પ્રિન્ટશોપમાં આપીએ એટલે તે એડ્રેસનાં લેબલ પ્રિન્ટ કરી
આપે!
સ્વજનોના એડ્રેસ કલેક્ટ કરવા ઉપરાંત,
ગૂગલ ફોર્મના બીજા ઘણા
ઉપયોગ છે. સ્કૂલ-કોલેજના એસાઇન્મેન્ટ માટે કે ઓફિસના ઉપયોગ માટે તેમાં સર્વે ફોર્મ
તૈયાર કરી શકાય કે ટીચર્સ આ જ ફોર્મનો ઉપયોગ કરીને ક્વિઝ પણ તૈયાર કરી શકે - આ
પાને નિયમિત અપાતી ટેક્નોક્વિઝમાં પણ એનો જ ઉપયોગ છે!


