જૂનાં ફીચર્સ, નવા પાવરફુલ સ્વરૂપે
- rðrðÄ yuÃMk yLku MkŠðMk{kt ËMk-çkkh ð»ko sqLkkt Ve[Mko{kt nðu W{uhkÞ Au yuykR-Ãkkðh
ફ્રેન્ચ ભાષામાં એક શબ્દ પ્રયોગ છે - દેજા વૂ (deja vu)’. આપણી ભાષામાં એનો અર્થ છે પહેલેથી જોયેલી, અનુભવેલી વાત. ઘણી વાર એવું બને કે આપણે કોઈ
જગ્યાએ પહેલી જ વાર જઈએ કે મિત્રો સાથે અલકમલકની વાતો કરતા બેઠા હોઈએ ત્યારે મનમાં
અચાનક વિચાર ઝબકે કે આ જગ્યા આપણે અગાઉ જોયેલી છે કે ભૂતકાળમાં આપણે આવી જ રીતે
મિત્રો સાથે બેઠા હતા અને આવી જ કંઈક વાત કરી હતી. હકીકતમાં આપણે એ જગ્યા પહેલી
વાર જ જોઈ હોય કે એવી ચર્ચા પણ પહેલી વાર કરી હોય, છતાં મનમાં એવો ભ્રમ ઊભો થાય
કે આવું તો પહેલાં બની ગયેલું છે. આ દેજા વૂવાળી ફીલિંગ સૌને ક્યારેક ને
ક્યારેક થતી હોય છે અને હવે એ શબ્દ ફ્રેન્ચ ભાષાના સીમાડા ઓળંગીને બીજી ભાષાઓમાં, એ જ સ્વરૂપે વિસ્તરી રહ્યો
છે.
આ વાત અત્યારે યાદ આવવાનું એક ખાસ કારણ છે - એક તો, અત્યારે અનુવાદ ચર્ચામાં છે, ખાસ કરીને ટેક્નોલોજીના
જગતમાં. બીજું, એમાં પણ આ દેજા વૂ જેવી જ ફીલિંગ થાય એવી સ્થિતિ છે!
જો તમે આપણને સીધી સ્પર્શતી ટેક્નોલોજીનો વર્ષોથી, કમ સે કમ પાછલાં દસ-પંદર
વર્ષથી, ઉપયોગ કરતા હો અને તેમ થોડો વધુ રસ લઈને ઊંડા પણ ઊતરતા હો તો તમે એક ચોક્કસ
ટ્રેન્ડ પકડ્યો હશે.
ગૂગલ અને અન્ય ટેક કંપનીઓ દસ-પંદર વર્ષ પહેલાં જે અવનવી સર્વિસ કે તેમાં નવાં
ફીચર્સ લોન્ચ કરતી હતી, એ જ બધાં હવે નવેસરથી લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. હવે ફેર એટલો કે તે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પાવર્ડ હોવાનું કહેવામાં આવે છે!
ઉદાહરણ લઈએ ગૂગલની ટ્રાન્સલેટ એપનું. આ એપ સૌથી પહેલાં ૨૦૦૬માં લોન્ચ થઈ. પછી
૨૦૧૧માં, તેમાં નવું ફીચર ઉમેરાયું. પરિણામે બે જુદી જુદી ભાષા જાણતી વ્યક્તિ વચ્ચે ફોન
રાખી, આ એપ ઓપન કરીને પોતપોતાની ભાષામાં વાત કરે એટલે તેમને બીજી અજાણી ભાષામાં
બોલાતા શબ્દો પોતાની જાણીતી ભાષામાં જોવા મળે!
આ જ ફીચર હવે ગૂગલે ઓગસ્ટ ૨૦૨૫માં ફરી લોન્ચ કર્યું - તરત દેજા વૂ ફીલિંગ આવે! આવું તો પહેલાં
આપણે જોઈ-અનુભવી લીધું છે!
ફેર એટલો કે મૂળ દેજા વૂમાં આપણને ખોટો ભ્રમ થતો હોય કે આવું અગાઉ બની ચૂક્યું છે. ગૂગલની ટ્રાન્સલેટ -અને અન્ય ઘણી સર્વિસમાં - ખરેખર અગાઉ લોન્ચ થયેલાં ફીચર્સ નવેસરથી આવી રહ્યાં છે. મોટો તફાવત એટલો કે અગાઉ એ સાદા અલ્ગોરિધમ આધારિત હતાં, હવે એઆઇ આધારિત હોવાથી પરિણામમાં પણ મોટા ફેર છે. જાતે ટ્રાય કરી જુઓ!
økqøk÷ xÙkLMk÷ux yuÃk{kt ÷kRð xÙkLMk÷uþLk
વેકેશનમાં દક્ષિણ ભારતના પ્રવાસે જનારા ગુજરાતીઓ મોટા ભાગે બે વાતની ફરિયાદ
કરતા હોય છે, ઇડલી-ઢોંસા ખાઈ ખાઈને કંટાળી ગયા અને ત્યાં તો કોઈ હિન્દીમાં પણ જવાબ આપતું
નથી!
કંઈક આવી જ તકલીફ બિઝનેસ ટુર પર ચીન કે ફ્રાન્સ જેવા દેશમાં જનારા લોકોને થતી
હોય છે. વિશ્વમાં ઘણા દેશો અને પ્રદેશો એવા છે જ્યાંના લોકોને માતૃભાષા એટલી
વ્હાલી હોય છે કે ઇંગ્લિશ આવડતું હોય તો પણ મુલાકાતી સાથે તેમાં વાત કરે નહીં.
હવે થેન્ક્સ ટુ ન્યૂ ટેક્નોલોજી, ઉપર જણાવેલી બંને ફરિયાદનો
સહેલાઈથી ઉકેલ આવી શકે છે.
આપણે ચેન્નઈમાં ફરતા હોઈએ અને ખિસ્સામાં સ્માર્ટફોન હોય તો સહેલાઈથી નજીકની
નોર્થ ઇન્ડિયન રેસ્ટોરાં શોધી શકીએ છીએ અને બજારમાં કાંજીવરમ સાડી ખરીદતી વખતે
તમિલ વેપારી સાથે ભાવતાલની રકઝક કરવી હોય તો પણ ખિસ્સામાંનો સ્માર્ટફોન કામ લાગી
શકે છે!
અલબત્ત, એમાં ગૂગલની ટ્રાન્સલેશન એપ ડાઉનલોડ હોવી જરૂરી છે. અત્યારે આ સગવડ વિશ્વસ્તરે
સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષાઓમાં વધુ ચોક્સાઈભર્યાં પરિણામ આપે છે. તેમ, ફોનમાં નેટ કનેક્શન ચાલુ હોય
તો બહેતર પરિણામ મળે.
પહેલાં ૨૦૧૧માં લોન્ચ થયેલું આ ફીચર હવે નવેસરથી, એઆઇના સહારે લોન્ચ થયું છે.
માની લો કે આપણે એપ ડાઉનલોડ કરી લીધી છે.
હવે ચાલો ફ્રાન્સ. આપણે ફ્રાન્સમાં ભૂલા પડ્યા છીએ અને આપણી હોટેલનો રસ્તો
કોઈને પૂછવો છે. તો શું કરી શકાય એ જુઓ
આપણે આપણો સ્માર્ટફોન હાથમાં લઈને ગૂગલ ટ્રાન્સલેશન એપ ઓપન કરવાની. તેમાં કન્વર્સેશનનો વિકલ્પ પસંદ કરવાનો. એક
તરફ ઇંગ્લિશ અને બીજી તરફ ફ્રેન્ચ ભાષા પસંદ કરવાની.
પછી કોઈ ફ્રેન્ચ સજ્જનને પકડી, સ્માર્ટફોનમાં ઇંગ્લિશ લખેલા બટન પર ક્લિક કરીને
કહેવાનું – “Good evening, gentleman!’’. આટલું કહી એરો બટન પર ક્લિક
કરતાં, આ એપ આપણા શબ્દોનું ફ્રેન્ચ ભાષામાં ભાષાંતર કરશે, ‘‘Bonsoir,
monsieur!’’ એટલું જ નહીં, એપ આ શબ્દો બોલી પણ આપશે!
આપણે આગળ કહીએ કે, આઇ એમ ફ્રોમ ઇન્ડિયા, વિલ યુ પ્લીઝ હેલ્પ મી વીથ ડિરેક્શન્સ ટુ માય હોટેલ?
એટલે એનું પણ ભાષાંતર
થઈ જશે. હવે પેલા ફ્રેન્ચ સજ્જન જે જવાબ આપે એ પણ આપણે એમનો જવાબ ઇંગ્લિશમાં વાંચી
અને સાંભળી શકીએ!
વાત અહીં પૂરી થતી નથી.
આ એપમાં ટ્રાન્સલેટનો વિકલ્પ પસંદ કરીએ તો વિશ્વની જુદી જુદી ભાષાઓમાંથી
એકબીજામાં લેખિત ભાષાંતર કરી શકીએ છીએ. અહીં પણ આપણા શબ્દો એપમાં ટાઇપ કરીને, બોલીને કે પેન જેવા સાધનથી
લખીને જણાવવાની સગવડ છે.
નવેસરથી લોન્ચ થયેલું આ ફીચર એઆઇ પાવર્ડ હોવાથી તેમાં ટ્રાન્સલેશન વધુ ઝડપી અને સચોટ છે.
$Âø÷þ ¼k»kk Ãkh Ãkfz s{kððk {kxu «uÂõxMk
ઓગસ્ટ ૨૦૨૫થી ગૂગલ ટ્રાન્સલેટ એપમાં નવી ભાષા શીખવા માટેનાં ટૂલ પણ ઉમેરાઈ
રહ્યાં છે, જે નવી ભાષા શીખવા માટે પોપ્યુલર સર્વિસ ડ્યુઓલિંગોની સીધી હરીફાઇ કરે તેમ છે.
આમ તો આ એપની મદદથી આપણે પોતાનे જે ભાષા આવડતી ન હોય
તેમાં પોતાનાં વાક્યોનો સહેલાઈથી અનુવાદ મેળવીને એ નવી ભાષા શીખવાની શરૂઆત કરી
શકીએ છીએ. પણ એ બધી લેખિત મહાવરાની વાત થઈ. ઇંગ્લિશ જેવી ભાષાની વાત કરીએ તો એ
ભાષામાં લખાયેલું લખાણ આપણે કદાચ સમજી લઇએ પરંતુ ઇંગ્લિશમાં વાતચીત કરવાની વાત આવે
ત્યારે ખરેખર ફાંફાં પડે.
ગૂગલ ટ્રાન્સલેટ એપમાં હવે તેનો ઉપાય પણ આવી રહ્યો છે. આ એપમાં એક નવું લેંગ્વેજ પ્રેક્ટિસ ફીચર ઉમેરાઈ રહ્યું છે. આપણે
કોઈ નવી ભાષામાં સામાન્ય વાતચીત કરતાં શીખવું હોય કે પછી એ ભાષામાં આપણને સારી
ફાવટ હોય અને નવા નવા શબ્દો શીખીને આપણું ભાષા પરનું પ્રભુત્વ વધારવું હોય તો આ
ફીચર આપણને કામ લાગી શકશે.
આ ફીચરની મદદથી ટ્રાન્સલેટ એપમાં આપણે ખાસ આપણે માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય
એવાં લિસનિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ સેશન તૈયાર કરી શકીશું. મજાની વાત એ છે કે
આપણી ભાષાની આવડત જે લેવલની હોય એ પારખીને આ ફીચર તરત ને તરત, આપણને અનુકૂળ આવે તેવી
ઇન્ટરએક્ટિવ પ્રેક્ટિસ ડેવલપ કરી આપે છે.
આ ફીચર આપણા ફોનમાંની ટ્રાન્સલેટ એપમાં ઉમેરાઈ જાય એ પછી તેનો લાભ લેવા માટે
આપણે એપ ઓપન કરીને તેમાં પ્રેક્ટિસ બટન ક્લિક કરવાનું રહેશે. અહીં આપણે પોતાનું સ્કિલ લેવલ સેટ કરી શકીશું તથા
શું શીખવા માગીએ છીએ તે પણ કહી શકીશું. તેના આધારે એપ આપણે માટે વિવિધ કસ્ટમાઇઝ્ડ
સિનારિયો ક્રિએટ કરી આપશે. આ પછી આપણી
પાસે બે વિકલ્પો હશે
૧. સાંભળવાની પ્રેક્ટિસ કરવી
આ સિનારિયોમાં આપણે કાં તો જુદી જુદી વ્યક્તિ વચ્ચેની વાતચીત સાંભળી શકીશું.
સ્ક્રીન પર એ વાતચીતમાંના જુદા જુદા શબ્દો લખાતા જશે. ઓછા સમજાતા શબ્દ વિશે વધુ
સમજ કેળવી શકીશું.
૨. બોલવાની પ્રેક્ટિસ કરવી
આ સિનારિયોમાં આપણે જુદી જુદી સ્થિતિ અનુસાર નવી ભાષામાં બોલવાની પ્રેક્ટિસ કરી
શકીશું. તેમાં આપણને મદદ કરી શકે તેવી હિંટ પણ સ્ક્રીન પર મળતી જશે.
આ ફીચર અત્યારે ઇંગ્લિશ બોલતા અને સ્પેનિશ કે ફ્રેન્ચ ભાષા શીખવા માગતા લોકો
માટે તથા સ્પેનિશ, ફ્રેન્ચ અને પોર્ટુગિઝ ભાષા બોલતા અને ઇંગ્લિશ શીખવા મથતા લોકો માટે લોન્ચ
થયું છે.
ગૂગલ ટ્રાન્સલેટ એપમાં જે નવાં ફીચર લોન્ચ થાય છે તે ઝડપભેર વિશ્વની અનેક
ભાષામાં લોન્ચ થઈ જાય છે, એ જોતાં આ ફીચર ગુજરાતી અને હિન્દીમાં પણ ઉપલબ્ધ થાય એ માટે કદાચ આપણે બહુ રાહ
જોવી પડશે નહીં.
એ પછી આપણે આપણને સમજાય તે રીતે, ગુજરાતી કે હિન્દી ભાષાની મદદથી ઇંગ્લિશ વાતચીત સાંભળવાની અને બોલવાની પ્રેક્ટિસ કરી શકીશું!
fu{uhk Ãký çkLke þfu ykÃkýku Ëw¼kr»kÞku
આપણે ગૂગલની ટ્રાન્સલેટ એપમાં (કે લેન્સ સર્વિસથી) કેમેરાની મદદથી પણ ભાષાંતર
કરી શકીએ. કેવી રીતે? એ જોઈએ
કોઈ રેસ્ટોરાંના ફ્રેન્ચ ભાષામાં લખેલા મેનૂને આપણે ફોનમાંના કેમેરાથી કેપ્ચર
કરી લેવાનું (મેનૂ કઈ ભાષામાં છે એ પણ એપ પોતે નક્કી કરી શકે છે, અથવા આપણે કહી શકીએ). હવે
મેનૂમાંના શબ્દને આપણી આંગળીથી હાઇલાઇટ કરીએ એટલે તરત ઉપરના ભાગમાં એ શબ્દનું
આપણને જોઈતી ભાષામાં ભાષાંતર જાણવા મળે - મેનૂ પર જ!
આ એપનો આપણે જેમ જેમ ઉપયોગ કરતા જઈએ તેમ તેમ આપણે મેળવેલા ભાષાંતરની હિસ્ટ્રી
કે ચોક્કસ વાક્યપ્રયોગોના અનુવાદ સેવ કરી લેવાનો વિકલ્પ પણ સમજપૂર્વક ઉમેરાયો છે.
ભાષાંતર યાદ રાખવાની કે દરેક વખતે નવેસરથી કોઈને પૂછવાની જરૂર નહીં!
અત્યારે ગૂગલ ટ્રાન્સલેશન એપ પર વિશ્વની અનેક ભાષામાં એકમાંથી બીજામાં અનુવાદ
કરી શકાય છે. આ અનુવાદની ચોક્સાઈનો આધાર દરેક ભાષામાં ગૂગલને (એટલે કે તેની
સિસ્ટમ્સ) એ ભાષા સમજવા માટે કેટલા પ્રમાણમાં ક્ન્ટેન્ટ મળે છે તેના પર છે.
ઇન્ટરનેટ કનેક્શન ઓન હોય ત્યારે આપણે આ એપની મદદથી ભાષાંતર કરીએ તો એ ગૂગલનાં
સર્વર્સ પર જઈને બીજા ક્ન્ટેન્ટ સાથે સરખામણી કરીને એઆઇની મદદથી આંખના પલકારામાં
ખાસ્સી ચોક્સાઈથી ભાષાંતર કરે છે.
ટેકનોલોજી આપણી રોજબરોજની નાની નાની પણ ઉકેલ ન મળે તો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકીએ એવી જરૂરિયાતોના કેટલા સરળ ઉપાયો આપી રહી છે એ વિચારો!
ykuxku{urxf xÙkLMk÷uþLk ÷ku[k Ãký fhu!
ટેક્નોલોજીથી થતું ટ્રાન્સલેશન અલ્ગોરિધમ આધારિત હોય કે એઆઇ આધારિત - એ લોચા
તો કરી જ શકે છે, પછી કંપની ગમે તે હોય! થોડા સમય પહેલાં, કર્ણાટકના મુખ્યપ્રધાન
સિદ્ધરમૈયાની એક સોશિયલ પોસ્ટ મુદ્દે કાચું કપાયું. બન્યું એવું કે કન્નડ ફિલ્મ
ઉદ્યોગનાં પીઢ અભિનેત્રી બી. સરોજાદેવીનું અવસાન થયું. કર્ણાટકના ચીફ મિનિસ્ટરની ઓફિસ તરફથી
શ્રદ્ધાંજલિનો મેસેજ ફેસબુક, ઇન્સ્ટા પર પોસ્ટ થયો.મૂળ
મેસેજ કન્નડમાં હતો. આ પોસ્ટનો અર્થ ગુજરાતીમાં કંઈક આવો હતોઃ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ગઈ
કાલે મૃત્યુ પામેલાં પીઢ અભિનેત્રીના પાર્થિવ દેહનાં દર્શન કર્યાં અને તેમને
શ્રદ્ધાંજલિ અર્પી.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઇંગ્લિશ સિવાયની ભાષાઓમાં મુકાતી
પોસ્ટનું ઓટોમેટિક ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય છે. સીએમઓ તરફથી મુકાયેલી પોસ્ટનું
અંગ્રેજીમાં કંઈક આવું ઓટોમેટિક ટ્રાન્સલેશન થયું: “Chief Minister Siddaramaiah passed
away yesterday multilingual star, senior actress B. Took darshan of
Sarojadevi’s earthly body and paid his last respects.” કાચોપાકો ગુજરાતી અનુવાદ કંઈક
આવો થાયઃ ચીફ મિનિસ્ટર સિદ્ધરમૈયા ગઇ કાલે અવસાન પામ્યા. પીઢ અભિનેત્રી સરોજાદેવીના
પાર્થિવ દેહનાં દર્શન કર્યાં અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી.
દેખીતું છે કે આ ગોટાળો ધ્યાનમાં આવતાં મુખ્યમંત્રી અકળાયા. મુખ્યપ્રધાનની ઓફિસે મેટાને તેનું ઓટો ટ્રાન્સલેશન ફીચર સુધારવામાં ન આવે ત્યાં સુધી કમ સે કમ કન્નડ ભાષામાં ઓટો ટ્રાન્સલેશન અટકાવી દેવા જણાવ્યું. જોકે મેટા તરફથી આ વાતે ફક્ત માફી માગીને, ભૂલ સુધારી લેવાનું કહીને વાત આટોપી લેવામાં આવી!
Mku{Mktøk{kt fkp÷Lkwt ÷kRð xÙkLMk÷uþLk
આપણે જોયું તેમ, ગૂગલની ટ્રાન્સલેટ એપમાં બે અલગ અલગ ભાષા જાણતી વ્યક્તિ પોતપોતાના ફોનમાં આ એપ
ઓપન કરીને એકબીજાની વાત, પોતાને સમજાય તેવી ભાષામાં જાણી-સમજી શકે છે. શરત એટલી કે બંને વ્યક્તિ પાસે
પાસે હોવી જોઈએ.
સેમસંગ કંપનીએ આનો હજી વધુ સ્માર્ટ ઉપાય આપ્યો છે - એમાં બે વ્યક્તિ વચ્ચે ફોન
કૉલ પર વાતચીત થાય ત્યારે એક છેડે એક ભાષામાં બોલતી વ્યક્તિના શબ્દો સીધેસીધા
ટ્રાન્સલેટ થાય છે અને બીજા છેડા પરની વ્યક્તિને, તેને સમજાય તેવી ભાષામાં
સંભળાય છે - લાઇવ! મતલબ કે બંને વ્યક્તિ પાસે પાસે હોવી જરૂરી નથી, દુનિયાના અલગ અલગ છેડે હોય તો
પણ અને પોતપોતાની ભાષામાં બોલે તો પણ એકબીજાની વાત બરાબર સમજી શકે છે!
અલબત્ત, આ માટે તમારી પાસે સેમસંગનો ગેલેક્સી એઆઇ ફીચર ધરાવતો (એટલે કે મોંઘો! ફોન હોવો જરૂરી છે. જો હોય, તો ફોનનાં સેટિંગ્સમાં જઈ ગેલેક્સી એઆઇ સર્ચ કરીને તેનાં સેટિંગમાં
જાઓ અનો કૉલ આસિસ્ટમાં લાઇવ ટ્રાન્સલેટ ઇનેબલ કરી દો. ફોન કૉલ ઉપરાંત અન્ય કેટલીક એપમાં લાઇવ કૉલિંગને પણ આ ફીચર
સપોર્ટ કરે છે. તમે આવી એપ્સ પસંદ કરી શકો છો.
હવે કોઈને કૉલ કરશો કે કોઈનો કૉલ રીસિવ કરશો ત્યારે, વાતચીત દરમિયાન કૉલ આસિસ્ટ પર ક્લિક કરી લાઇવ ટ્રાન્સલેટનો વિકલ્પ પસંદ કરી શકાશે!
મજાની વાત એ છે કે બંનેમાંથી કોઈ એક જ
છેડે આ ફીચર હોવું જરૂરી છે, એ છેડો લાઇવ ટ્રાન્સલેટ શરૂ કરે, તો બીજા છેડે લેન્ડલાઇન હોય
તો પણ એ આપણી વાત પોતાની ભાષામાં સાંભળી શકે છે!