Get The App

AIના યુગમાં પ્લમ્બર અને મિસ્ત્રી સહિતના લોકોની નોકરી સૌથી સુરક્ષિત: Nvidiaના CEOની ભવિષ્યવાણી

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
AIના યુગમાં પ્લમ્બર અને મિસ્ત્રી સહિતના લોકોની નોકરી સૌથી સુરક્ષિત: Nvidiaના CEOની ભવિષ્યવાણી 1 - image


Why Skilled Trades are the Most Secure Jobs in the AI Era : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે અનેક સેક્ટરમાં યુવાનોને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. આ અંગે એક્સપર્ટ પણ અનેક વખત ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. એવામાં દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કઈ કઈ નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે તે અંગે ચર્ચા કરવામાં આવી. જે દરમિયાન Nvidiaના CEO જેનસેન હુઆંગે મોટું નિવેદન આપ્યું હતું. 

AIના કારણે કોણ નોકરી ગુમાવશે, કોની માંગ વધશે? 

Nvidiaના CEOએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં AI કોડિંગ અને IT જોબ્સને ટેકઓવર કરી લેશે. પ્લમ્બર અને મિસ્ત્રી જેવા લોકોની જ નોકરી સુરક્ષિત રહેશે. કારીગરો માટે આગામી સમયે સારો રહેશે કારણ કે ડેટા સેન્ટરની ડિમાન્ડ વધશે અને મેન્યુઅલ કામ કરતાં લેબરની જરૂર પડશે. ઈલેક્ટ્રિશિયન, કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટીલ વર્કરની જરૂર તો રહેશે જ. આ સેક્ટર સાથે જોડાયેલા લોકોની ડિમાન્ડ પણ વધશે અને નોકરી પણ સુરક્ષિત રહેશે. AIના કારણે માનવ ઈતિહાસમાં સૌથી મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થશે. જેના કારણે ઘણા લોકોને રોજગારી મળી રહેશે.