Get The App

દિવાળીના સમયે છેતરપિંડીથી બચવા શું કરશો? : NPCIએ જાહેર કરી ગાઇડલાઇન્સ, જુઓ…

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીના સમયે છેતરપિંડીથી બચવા શું કરશો? : NPCIએ જાહેર કરી ગાઇડલાઇન્સ, જુઓ… 1 - image

Festival Scam: દિવાળી નજીક હોવાથી લોકો વધુ ખરીદી કરે છે. પૈસાની લેવડદેવડ જેટલી વધે છે એટલી જ છેતરપિંડી થવાની શક્યતા વધે છે. આથી દિવાળી પર છેતરપિંડીથી બચવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(NPCI) દ્વારા કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. કોઈ પણ ડિજિટલ પેમેન્ટ કરતાં પહેલાં એને અનુસરવાથી મોટાભાગની છેતરપિંડીથી પોતાને સુરક્ષિત રાખી શકાશે. NPCIનું કહેવું છે કે કોઈ પણ પેમેન્ટ કરતાં પહેલાં અટકો, વિચાર કરો અને ત્યાર બાદ પેમેન્ટ કરો. છેતરપિંડી કરનારને ખબર હોય છે કે હાલમાં દિવાળી ચાલી રહી હોવાથી કોઈ પાસે સમય ન હોવાથી તે ઉતાવળમાં કોઈ પણ પગલું ભરી શકે છે.

ઓફિશિયલ વેબસાઇટ અને એપ્સ પરથી શોપિંગ કરવી

NPCIનું કહેવું છે કે આ સમયે ફક્ત ઓફિશિયલ વેબસાઇટ અને ઍપ્લિકેશન પરથી જ શોપિંગ કરવી જોઈએ. છેતરપિંડી કરનાર દ્વારા મોટાભાગે ખોટી ઍપ્લિકેશન બનાવવામાં આવે છે. દિવાળી સેલ દરમિયાન આ પ્રકારની ખોટી લિંક મોકલી યુઝરની પર્સનલ માહિતી અને બૅન્કની ડિટેઇલ ચોરી લે છે. આ પ્રકારના સ્કેમથી બચવા માટે યુઝરે ગૂગલમાં અથવા તો વેબ એડ્રેસમાં પોતે એડ્રેસ લખવું. કોઈ લિંક પર ક્લિક કરીને સાઇટ પર ન જવું. બની શકે તો ઓફિશિયલ ઍપ્લિકેશન હોય એનો ઉપયોગ કરવો. મેસેજ અથવા તો ઇમેલ દ્વારા મળતી લિંક અથવા તો ઍપ્લિકેશનથી દૂર રહેવું.

ચેકઆઉટ પેજ પર ટ્રાન્ઝેક્શન ચેક કરવું

NPCIનું કહેવું છે કે જે તે વેબસાઇટ અથવા તો ઍપ્લિકેશનના ચેકઆઉટ પેજ પર ટ્રાન્ઝેક્શન ચેક કરવું. એ વાતનું ધ્યાન રાખવું કે જે પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે એ જે તે ઍપ્લિકેશન અને વેબસાઇટ પર જ થઈ રહ્યું છે ને. ઘણી વાર સ્કેમ કરનાર યુઝર્સને અલગ UPI અથવા તો ID આપીને પેમેન્ટ કરાવે છે. આ પ્રકારના પેમેન્ટથી દૂર રહેવું. સેલરની માહિતી ચેક કર્યા બાદ જ પેમેન્ટ કરવું. તેમજ પેમેન્ટ વખતે પણ દરેક માહિતી બરાબર વાંચવી.

દિવાળીના સમયે છેતરપિંડીથી બચવા શું કરશો? : NPCIએ જાહેર કરી ગાઇડલાઇન્સ, જુઓ… 2 - image

OTP અને એકાઉન્ટ ડિટેઇલ માગનારથી દૂર રહેવું

યુઝર્સ પાસે જ્યારે પણ OTP અથવા તો બૅન્ક ડિટેઇલ માગવામાં આવે ત્યારે એનાથી દૂર રહેવું જોઈએ. NPCIએ જણાવ્યું છે કે છેતરપિંડી કરનાર રિવોર્ડ્સ, ઓફર અને ફેસ્ટિવલ ગિફ્ટની લાલચ આપી યુઝર્સ પાસે માહિતી કઢાવી લે છે. ગિફ્ટના પૈસા ખાતામાં જમા કરાવવા માટે બૅન્ક નંબર માગી શકે છે. તેમ જ એ માટે OTP જોઈતો હોવાનું પણ કહે છે. આ માટે કેટલીક ફી પણ માગવામાં આવી શકે છે. NPCI કહે છે કે સાચી ઓફર અને ગિફ્ટ માટે કંપની ક્યારેય પણ યુઝર્સ પાસે આ પ્રકારની માહિતી નથી માગતી. OTPનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન કરવા માટે થાય છે અને બૅન્ક અથવા તો પેમેન્ટ્સ ઍપ્લિકેશન ફોન કરીને આ વિશે ક્યારેય નથી માગતી.

આ પણ વાંચો: મેસેન્જર એપને બાય-બાય કહી રહ્યું છે મેટા: વિન્ડોઝ અને મેકમાં બહુ જલ્દી એ જોવા નહીં મળે…

પ્રેશરમાં આવીને કોઈ કામ ન કરવું

NPCI દ્વારા દરેક યુઝરને કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ ટ્રાન્ઝેક્શન પ્રેશરમાં આવીને નહીં કરે. છેતરપિંડી કરનાર આ સમયે થોડી જ મિનિટ માટે આ સ્કીમ અથવા તો ઓફર છે એવું કહીને યુઝર્સ પાસે પૈસા પડાવી લે છે. આથી તેમને વિચારવાનો સમય નથી મળતો. આ સાથે જ ઘણી વાર એવું પણ કહેવામાં આવે છે કે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. આથી NPCI કહે છે કે કોઈ પણ બૅન્ક આ રીતે યુઝર્સને ફોન કરીને તેમની પાસે આટલી જલ્દી કામ નથી કરાવતું. તેઓ હંમેશાં નજીકની બ્રાન્ચ પર આવવા માટે કહે છે. આથી કોઈ પણ પ્રકારની વાતમાં આવી યુઝર્સને ટ્રાન્ઝેક્શન ન કરવાની સલાહ આપવામાં આવી છે.