Get The App

હવે સપના ઉપર પણ તમારો કંટ્રોલ હશે, વિજ્ઞાનીઓ ડ્રીમ હેકિંગનું ડિવાઇસ બનાવી રહ્યા છે

Updated: Jan 4th, 2021

GS TEAM


Google News
Google News
હવે સપના ઉપર પણ તમારો કંટ્રોલ હશે, વિજ્ઞાનીઓ ડ્રીમ હેકિંગનું ડિવાઇસ બનાવી રહ્યા છે 1 - image

નવી દિલ્હી, તા. 4 જાન્યુઆરી 2021, સોમવાર

આપણને બધાને સપનાઓ આવે છે. કેટલાક સપના સારા હોય છે તો કેટલાક સપના ખરાબ પણ હોય છે. સપના ઉપર આપણું કોઇ નિયંત્રણ નથી. તમારી ઇચ્છા પ્રમાણે તમે સપના ના જોઇ શકો. ત્યારે કદાચ નજીકના ભવિષ્યમાં તમારા સપનાને પણ તમે કંટ્રોલ કરી શકો તો નવાઇ નહીં. તે પણ હાથમાં એક નાનું અમથું ડિવાઇસ પહેરીને. જેની મદદથી તમે સારા સપનાઓ જોઇ શકશો અને ખરાબ સપનાને દૂર કરી શકશો. અમેરિકાના વિઠજ્ઞાનીઓ આવા ડિવાઇસના સંશોધનમાં લાગ્યા છે.

અમેરિકાની મૈસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ના વિજ્ઞાનીઓ સપના હેક કરી શકે તેવું ડિવાઇસ તૈયાર કરી રહ્યા છે. જેની મદદથી તમે સપનાને હેક કરી શકશો. સંશોધકે જણાવ્યું કે આપણા જીવનનો એક ભાગ સપના જોવામાં જ જાય છે. જો આ સપનાઓ ઉપર નિયંત્રણ મેળવવામાં આવે તો આપણું વ્યક્તિત્વ વધારે નિખરશે. સાથે જ ખરાબ સપનાન પ્રભાવથી પણ બચી શકાશે. સાથે જ સંશોધકોને આશા છે કે આમ કરવાથી મગજની તાકાતમાં પણ વધારો થશે.

આ ડિવાઇસનું નામ છે ડોરિમો, જને હાથના મોઝાની માફક પહેરવાનું રહેશે. આ ડિવાઇસમાં અનેક પ્રકારના સેન્સર લાગેલા હશે. ડોરિમો નામનું આ ડિવાઇસ સૂતેલા વ્યક્તિની સ્થિતિ જાણશે કે તે જાગે છે, સૂતો છે કે પછી અર્ધચેતનામાં છે. અત્યારે તો 50 લોકો પર આ ડિવાઇસની ટ્રાયલ કરવામાં આવી છે. સાથે જ ડિવાઇસમાં જરુરી બદલાવ થઇ રહ્યા છે.

જ્યારે માણસ ચેતના અને અર્ધચેતનાની વચ્ચેની સ્થિતિમાં હોય છે, ત્યારે તેને હિપ્નાગોગિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ડિવાઇસ હિપ્નાગોગિયામાં સૂતેલા વ્યક્તિના મગજમાં બની રહેલી તસવીરો અને આભાસોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એવી સ્થિતિ છે જ્યારે માણસને સપના આવે છે. હિપ્નાગોગિયાની સ્થિતિમાં જ માણસને ઘટનાઓનો આભાસ થાય છે, અવાજ સંભળાય છે અને દેખાય પણ છે. 

આ ડિવાઇસની અંદર પહેલાથી જ રેકોર્ડ કરેલા મેસેજ હશે. જે 50 લોકો ઉપર  ડિવાઇસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આ તમામ લોકોને એક શબ્દ સંભળાવામાં આવ્યો અને ત્યારબાદ ડિવાઇસની મદદથી તમામ લોકોના સપના જોવાની રીત, અસર અને ફેરફારનું અવલોકન કરાયું. હજુ તો આ ડિવાઇસ પ્રાયોગિક ધોરણે છએ. તેને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં થોડો સમય લાગશે. જો તેમાં સફળતા મળી તો માનવજાતિ માટે એક સિમાચિહ્ન હશે.

Tags :