For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વોટ્સએપનો ઉપયોગ હવે બે ફોનમાં

Updated: Nov 22nd, 2022

Article Content Image

વોટ્સએપનો આપણે અત્યાર સુધી એક જ સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકીએ છીએ - સત્તાવાર રીતે. ‘અમુક રીતે’ લોકો વોટ્સએપનો બે ફોનમાં ઉપયોગ કરવા લાગ્યા હતા, પણ તેમાં એકાઉન્ટ બ્લોક થવાનું જોખમ હતું. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એકાઉન્ટ રજિસ્ટ્રેશનની અલગ પદ્ધતિ હોવાથી આપણે ઇચ્છીએ તેટલા ડિવાઇસમાં તેની એપ ઇન્સ્ટોલ કરીને કે તેના વેબવર્ઝનમાં લોગ-ઇન કરી શકીએ છીએ, પરંતુ વોટ્સએપમાં મોબાઈલ નંબરનો જ એકાઉન્ટ તરીકે ઉપયોગ થતો હોવાથી તેનો ઉપયોગ અત્યાર સુધી એક સ્માર્ટફોન પર મર્યાદિત રહ્યો છે.

વોટ્સએપના વેબવર્ઝનની મદદથી જુદા જુદા ચાર ડિવાઇસમાં તેનો ઉપયોગ થઈ શકે પરંતુ સ્માર્ટફોનમાં એપ સ્વરૂપે ફક્ત એક જ ફોનમાં તેનો ઉપયોગ થઈ શકે. જોકે હવે આ સ્થિતિ બદલાશે. ટૂંક સમયમાં આપણે પોતાના વોટ્સએપ એકાઉન્ટને બીજા ડિવાઇસ કે એન્ડ્રોઇડ ટેબલેટમાં લિંક કરી શકીશું. મહત્ત્વની વાત એ છે કે અત્યારે વોટ્સએપના બીટા વર્ઝનમાં જોવા મળી રહ્યું છે એ મુજબ આપણે પોતાના પ્રાયમરી વોટ્સએપ એકાઉન્ટને વધુમાં વધુ ચાર એન્ડ્રોઇડ ફોનમાં લિંક કરી શકીશું. એન્ડ્રોઇડ ઉપરાંત આઇફોન અને એપલ ડિવાઈસીસ માટે આ ફીચરનો ક્યારેય લાભ મળશે તે વિશે સ્પષ્ટતા નથી.

Gujarat