Get The App

હવે કરિયાણાના દુકાનદાકનો ક્યૂઆર UPI કોડ સ્ક્રેન કરી, રોકડા મેળવો

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
હવે કરિયાણાના દુકાનદાકનો ક્યૂઆર UPI કોડ સ્ક્રેન કરી, રોકડા મેળવો 1 - image

હવે વિવિધ બેંક્સ એટીએમ મશીનમાંથી બેંકના ડેબિટ કાર્ડ વિના યુપીઆઇ એપની મદદથી રૂપિયા ઉપાડવાની સગવડ આપવા લાગી છે. હવે જિઓ પેમેન્ટ્સ બેંક પણ આવી સગવડ આપવા લાગી છે, પરંતુ તે એક ડગલું આગળ વધી છે.

સામાન્ય રીતે હવે વિવિધ બેંકનાં એટીએમમાં યુપીઆઇ એપની મદદથી રૂપિયા ઉપાડવા માટે સ્કેન કરી શકાય તેવાં ક્યૂઆર કોડ સ્ટિકર જોવા મળે છે. આપણે પોતાની યુપીઆઇ એપથી તેને સ્કેન કરી, યુપીઆઇ એપમાં જ તેેને પોતાના યુપીઆઇ પિનથી ઓથોરાઇઝ્ડ કરીને એટીએમમાંથી રોકડ રૂપિયા મેળવી શકીએ છીએ.

જિઓ પેમેન્ટ્સ બેંકના ખાતાધારકોએ પોતાની જિઓ યુપીઆઇ એપની મદદથી રૂપિયા ઉપાડવા માટે આ રીતે પરંપરાગત એટીએમનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં રહે. લોકો જિઓ પેમેન્ટ્સ બેંકના બિઝનેસ કોરસપોન્ડન્ટ (બીસી) નેટવર્કનો ઉપયોગ કરીને તેમની પાસેથી પણ રોકડ નાણાં મેળવી શકશે. ભારતનાં નાનાં-મોટાં શહેરો-ગામમાં વ્યક્તિગત લોકો કે નાના દુકાનદારો પણ જિઓ પેમેન્ટ્સ બેંકના બિઝનેસ કોરસપોન્ડન્ટ તરીકે કાર્યરત થવા લાગ્યા છે.