હવે N 95 માસ્ક Wireless Earphones કનેક્શન સાથે લૉન્ચ થયું
- જાણો, શું છે આ નવા માસ્કફોનની ખાસયિતો..?
નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર 2020, ગુરુવાર
કોવિડ-19 મહામારીએ લોકોને ઘરમાં રહેવા માટે મજબૂર કર્યા છે અને તેનાથી બચવા માટે લોકો કેટલાય પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા છે, જેમ કે યૂવી સ્ટરલાઇઝર, ડિસઇન્ફેક્ટેન્ટ, પલ્સ ઑક્સીમીટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર વગેરે. જ્યારે તમે ઘરમાંથી બહાર નિકળો છો ત્યારે માસ્ક પહેરવું પણ જરૂરી બની જાય છે. હવે ટેક કંપનિઓ માસ્કની સાથે પણ પ્રયોગ કરવા લાગી છે. Hubble Connectedએ હવે માસ્કફોન લૉન્ચ કર્યો છે. આ વૉઇસ એક્ટિવેશન ફીચરથી સજ્જ છે એટલે કે તેની મદદથી યૂઝર એલેક્સા, સિરી અને ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકશે.
શું ખાસ છે આ માસ્કફોનમાં?
માસ્કફોન મૂળ રીતે ફેસમાસ્ક જ છે, પરંતુ તેમાં ઇયરફોન અને માઇક્રોફોનને કનેક્ટ કરવામાં આવ્યું છે જેથી યૂઝર ગીત સાંભળી શકે અને કૉલને અટેન્ડ કરી શકે. કંપનીએ માસ્કફોનમાં ઇલાસ્ટિક ન્યોપ્રેન ઇયરહૂકનો ઉપયોગ કર્યો છે. તેમાં મેડિકલ-ગ્રેડ બદલવાને યોગ્ય પીએમ 2.5 (PM 2.5) અને એન 95/ એફએફપી 2 ફિલ્ટર (N95/FFP2 filters), આઇપીએક્સ 5 (IPX5) ફ્રેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને પાણીથી પણ ધોઇ શકાય છે.
આ માસ્ક એકવાર ચાર્જ કર્યા બાદ 12 કલાક સુધી પ્લેટાઇમની સુવિધા આપે છે. તમે ઇચ્છો તો કૉલ અટેન્ડ કરી શકો છો અથવા તો તેની મદદથી મ્યૂઝિકનો આનંદ પણ લઇ શકો છો. માસ્ક પર જમણી બાજુ ત્રણ બટન આપવામાં આવ્યા છે, જેમાં પૉઝ/પ્લેની સાથે વૉલ્યૂમને ઓછું અને વધારે કરવા માટેના બટન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
માસ્કફોનના અન્ય ફીચરની વાત કરીએ તો તેમાં ડાયરેક્ટ વૉઇસ આસિસ્ટન્ટ ફીચર છે, જેની મદદથી ન માત્ર એલેક્સાને એક્ટિવેટ કરી શકાય છે, પરંતુ તમે વૉઇસ આસિસ્ટન્ટ સિરી અને ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. તેનો અર્થ એ છે કે યૂઝર આ માસ્કની મદદથી સ્માર્ટ હોમ ડિવાઇસને પણ કંટ્રોલ કરી શકશે. તેને કંપનીના Hubble Connect appથી કનેક્ટ કરીને ઉપયોગ કરી શકાય છે. આ માસ્કને 49 ડૉલર (3,600 રૂપિયા)ની શરૂઆતની કીંમત પર લૉન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં આ માસ્ક ક્યારે લૉન્ચ કરવામાં આવશે તેની માહિતી સામે આવી નથી.