હવે કિન્ડલમાં પણ જાણો ' કહાની અબ તક...! '

- rfLz÷ R-hezMko yLku ykykuRyuMk yuÃk{kt çkwfLkku hefuÃk {u¤ððk WÃkhktík yuf ðÄkhkLke MkwrðÄk ykðe
આપણે ટીવી પર કોઈ સીરિયલનો એપિસોડ જોતા હોઇએ ત્યારે શરૂઆતમાં કહાની અબ તક...! જેવા કંઈક ટાઇટલ સાથે
સીરિયલમાં અગાઉ શું શું બની ગયું તેનો સારાંશ આપવામાં આવતો હોય છે. ટિપિકલ સાસ-બહુ ટાઇપની સીરિયલ હોય ને તેમાં
જાતભાતના ટ્વિસ્ટ-ટર્ન્સ હોય તો આવો સારાંશ સમજવો બહુ મુશ્કેલ બને, પરંતુ મોટા ભાગે પાછલા બે-ચાર એપિસોડનો જ સારાંશ હોય એટલે વાત સમજવી થોડી
સહેલી બને.
હવે આવી જ કંઈક સુવિધા એમેઝોન કિન્ડલ પર આવી રહી છે. નામ આપવામાં આવ્યું છે સ્ટોરી સો ફાર.
નામ મુજબ, આપણે કિન્ડલમાં કોઈ પુસ્તક
વાંચી રહ્યા હોઈએ ત્યારે જે પેજ પર પહોંચ્યા હોઈએ, ત્યાંથી અગાઉનાં પેજિસમાં શું આવી ગયું તેનો સારાંશ જાણી શકાય છે!
બરાબર ધ્યાન આપજો, આ આખઆ પુસ્તકના સારાંશની વાત
નથી, આપણે જ્યાં સુધી પહોંચ્યા હોઈએ
ત્યાં જ સુધીની વાત ટૂંકમાં જાણી શકાશે!
મતલબ કે દરેકેદરેક રીડર માટે આ સારાંશ યુનિક હોય છે અને ખાસ તેના માટે જ જનરેટ
કરવામાં આવે છે.
વાંચનના ખરા શોખીન લોકો કિન્ડલ પર મોટા ભાગે એક સાથે બે-ત્રણ પુસ્તકો વાંચતા
હોય છે. એ સમયે કોઈ એક પુસ્તક થોડું વાંચ્યા પછી આપણે થોડો લાંબો બ્રેક લઇએ અને
ફરી તેને ઓપન કરીએ તો પુસ્તકમાં શું હતું એ યાદ કરવું થોડું મુશ્કેલ બની જાય.
તેના ઉપાય તરીકે કિન્ડલમાં એકાદ વર્ષથી રીકેપ નામે એક ફીચર છે જે સામાન્ય રીતે આખેઆખા પુસ્તકનો સારાંશ આપે છે. સ્ટોરી સો ફાર તેનાથી આગળ વધે છે અને આપણે
પુસ્તક જ્યાં સુધી વાંચ્યું હોય ત્યાં જ સુધીની વાત તેમાં કહેવામાં આવે છે.
એક રીતે જોઇએ તો રીકેપ નામ ગેરસમજ ઊભી કરે તેવું છે કેમ કે તેમાં ફક્ત શું બની ગયું તેની વાત હોતી
નથી. પરંતુ આખા પુસ્તકમાં શું છે તેની વાત હોય છે. સ્ટોરી સો ફારમાં પુસ્તકમાં આગળ શું થશે
એના સ્પોઇલર હોતા નથી.
તમારા કિન્ડલ કે કિન્ડલ રીડર એપમાં આ ફીચર આવી જાય એ પછી આ ફીચરનો લાભ લેવા
માટે, તમારી કિન્ડલ લાયબ્રેરીમાં
કોઈ પણ પુસ્તક પર જરા લાંબો સમય પ્રેસ કરતાં રીકેપ અનેે તેમાં આગળ સ્ટોરી સો ફાર નો વિકલ્પ જોવા મળશે. એ
ઉપરાંત આપણે પુસ્તક વાચી રહ્યા હોઇએ ત્યારે પણ આ ફીચરનો લાભ લઈ શકાય છે. એ માટે
કોઈ પણ બુક ઓપન કરીને તેના પેજ પર ડબલ ક્લિક કરી, સેટિંગ્સ વ્યૂમાં જાઓ. અહીં જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરતાં એક પેનલ ઓપન થાય
છે. જેમાં એ પુસ્તક સંબંધિત વિવિધ વિગતો તથા અલગ અલગ એકશન્સ જોવા મળે છે. અહીં જ રીકેપ અને સ્ટોરી સો ફારનો વિકલ્પ પણ જોવા મળશે. તેને
ક્લિક કરતાં પુસ્તક પર આપણે જે પેજ પર હોઇએ એ પહેલાંના પેજીસમાં આવેલી વિગતોનો
સારાંશ જોવા મળશે.
કિન્ડલ ઇ-રીડરનાં લગભગ તમામ મોડર્ન મોડેલમાં આ સુવિધા લોન્ચ થઈ ગઈ છે. એ
ઉપરાંત આઇઓએસ માટેની કિન્ડલ એપમાં પણ આ સુવિધા મળવા લાગી છે. એન્ડ્રોઇડ માટે
કિન્ડલ એપમાં હજી આ સુવિધા આવી નથી. થોડી રાહ જોવી પડશે.









