Get The App

હવે આવે છે ગૂગલબુક

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
હવે આવે છે ગૂગલબુક 1 - image

એપલની મેકબુક, ગૂગલની ક્રોમબુક અને હવે ફરી ગૂગલની ગૂગલબુક! લેપટોપના માર્કેટમાં નવી ચહલપહલ થવાની તૈયારી છે. લેપટોપની પ્રાઇઝની રેન્જ બહુ મોટી છે. પરંતુ આમ તો વર્ષોથી લેપટોપના માર્કેટમાં વિન્ડોઝ લેપટોપનો દબદબો રહ્યો છે. ભારતમાં સ્ટુડન્ટ માટેનાં વિન્ડોઝ લેપટોપ લગભગ ત્રીસેક હજારમાં મળી જાય છે. તેની સામે ટોપ એક્ઝિક્યુટિવ્સ માટેના લેપટોપની પ્રાઇઝ પાંચ થી છ લાખ રૂપિયા જેટલી ઊંચી પણ જાય છે! આ બધાની વચ્ચે એપલ મેકબુકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

ગૂગલે વિન્ડોઝ અને એપલ બંનેથી અલગ ચીલો ચાતરીને ‘ક્રોમબુક’ તરીકે ઓળખાતાં લેપટોપ લોન્ચ કર્યાં છે, જે ક્રોમઓએસ પર ચાલે છે. ક્રોમબુકને આપણે ક્લાઉડ બેઝ્ડ લેપટોપ પણ કહી શકીએ. કારણ કે તેમાં ઘણું ખરું કામ બ્રાઉઝરમાં જ થાય છે. માત્ર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે તેવા કોઈ પ્રોગ્રામ ક્રોમ બુકમાં ચાલતા નથી. એટલે તેનો ઉપયોગ ઘણા લોકો માટે બહુ મર્યાદિત થઈ જાય છે. પરંતુ હવેના સમયમાં આપણું ઘણું ખરું કામકાજ ક્લાઉડમાં શિફ્ટ થવા લાગ્યું છે એ કારણે ક્રોમબુકની પોપ્યુલારિટી ધીમી પણ મક્કમ ગતિએ વધી રહી છે.

ત્યાં હવે સમાચાર છે કે ગૂગલ ગૂગલબુક લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ લેપટોપમાં એન્ડ્રોઇડ અને ક્રોમ ઓએસ બંનેનાં સૌથી સારાં ફીચર્સનો સમન્વય જોવા મળશે. ગૂગલબુકમાં આપણે એન્ડ્રોઇડ એપ્સ નેટિવ એપ્સ તરીકે ચલાવી શકીશું અને તેની સાથોસાથ ક્રોમબુકની જેમ તેમાં ક્લાઉડ વર્કિંગ પણ એકદમ સહેલું બનશે. નવા સમય મુજબ તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની પણ મોટી ભૂમિકા રહેશે.

એવું લાગે છે ક્રોમબુક એકદમ બજેટ ફ્રેન્ડલી રહેશે, જ્યારે ગૂગલબુકમાં પ્રીમિયમ રેન્જ ઓફર થશે.

તમે કદાચ જાણતા જ હશો કે ગૂગલ એન્ડ્રોઇડ આધારિત નવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે એવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. ડિઝાઇનની રીતે જોઇએ તો ગૂગલબુક્સમાં એપલની મેકબુક નિઓની સીધી હરીફાઈમાં પ્રીમિયમ મટીરિયલ્સનો ઉપયોગ થશે.

જોકે અત્યારે ગૂગલે ફક્ત ગૂગલબુક આવી રહી હોવાની જાહેરાત કરી છે અને તેને માટે દુનિયાના મેજર લેપટોપ મેન્યુફેકચર્સ સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહ્યું છે. ગૂગલબુક એક્ઝેટલી ક્યારે લોન્ચ થશે તેની સ્પષ્ટતા નથી.