લો હવે ગાયના છાણથી ચાલતું ટ્રેક્ટર આવ્યું માર્કેટમાં, જાણો ખાસિયત
ક્રાયોજેનિક ટાંકી 160 ડિગ્રી તાપમાનમાં બાયોમીથેનને લિક્વિફાઇડ કરે છે
ટ્રેક્ટરનુ પરફોમન્ય સામાન્ય ટ્રેક્ટરો જેવું જ રહેશે અને તે પ્રદુષણ પણ ઓછુ કરશે
![]() |
image Twitter |
તા.12 જાન્યુઆરી 2023, ગુરુવાર
ભારતીય સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ રહેલું છે. અને ગાયનું દુધ, છાસ, ઘી, છાણ વગેરે ઘણુ જ ઉપયોગી છે. જેમા આપણે બધાએ ગાયના છાણમાંથી ખાતર અને રંગ બનાવવાનું તો સાંભળ્યું જ હશે. પરંતુ આજે તમને જે વાત કરવાની છે તે ગાયના છાણમાથી એક ટ્રેકટર પણ ચલાવી શકાય છે તે જાણીને નવાઈ પામશો. હા આ વાત સાચી છે. ગાયના છાણથી ચાલતું ટેક્ટર બનાવવામાં આવ્યુ છે. એક રિપોર્ટ મુજબ ગાયના છાણમાંથી ખેતીના યંત્રો ચલાવવામાં આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એક એવુ ટ્રેક્ટર તૈયાર કરવામાં આવ્યુ છે જે છાણથી ચાલશે. અને આ ટ્રેક્ટરનું નામ ટી7 રાખવામાં આવ્યું છે.
જાણો શુ છે આ ટ્રેક્ટરની ખાસિયત
બ્રિટીશ વૈજ્ઞાનિકોએ ગાયના છાણથી ચલાવી શકાય તેવા એક ટ્રેક્ટરનું નિર્માણ કર્યુ છે. આ ટ્રેક્ટર બેનામન નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. અને તેણે દાવો કર્યો છે કે આ ટ્રેક્ટરનુ પરફોમન્ય સામાન્ય ટ્રેક્ટરો જેવુ જ રહેશે અને તે પ્રદુષણ પણ ઓછુ કરશે. આ ટ્રેક્ટર માટે લગભગ 100 ગાયોના છાણને ભેગુ કરીને બાયોમિથેન સ્વરુપે બદલવામાં આવ્યું છે.
ક્રાયોજેનિક ટાંકી ગાયના છાણને બળતણમાં કેવી રીતે બદલે છે?
ટી7 ટ્રેક્ટરમાં ક્રાયોજેનિક ટાંકી લગાવવામાં આવી છે. આ બળતણની પ્રવાહીતા જાળવી રાખશે. ક્રાયોજેનિક ટાંકી 160 ડિગ્રી તાપમાનમાં બાયોમીથેનને લિક્વિફાઇડ કરે છે. છાણથી બનેલા આ ઈંધણથી 270 બીએચપી ટ્રેક્ટર સરળતાથી ચાલી શકે છે. બ્રિટીશ વૈજ્ઞાનિકોએ ગાયના છાણમાથી મળતી મિથેન ગેસનો ઉપયોગ આ ટ્રેક્ટર ચલાવવા માટે કર્યો છે. આ જેવી રીતે સીએનજી ગેસના ઉપયોગથી આપણે ગાડીઓ ચલાવીએ છીએ તેજ રીતે આ ગેસથી ટ્રેક્ટર ચલાવવામાં આવશે.
આ ટ્રેક્ટરથી ખેડુતોના ખર્ચમાં ઘણો ફાયદો થશે
ખેડુતોને આ ટ્રેક્ટર મળ્યા પછી તેમના ખર્ચમાં મોટો સુધારો જોવા મળશે. અને ખેડુતોના વધુ પ્રમાણમાં થતા ખર્ચ બચતા તેઓ વધારાની રકમને તેમની ખેતીમાં ઉપયોગ કરી શકશે. જેનાથી ખેડુતોને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે જરુરીયાત પ્રમાણે ભવિષ્યમાં તેમા નવા પરિક્ષણ કરી સુધારા પણ કરવામાં આવશે.