Science & Technology

કટોકટીમાં અર્થતંત્રને ઉગારવાની ફોર્મ્યુલા આપનારા અમેરિકાના રોબર્ટ હૉલ અને માઈકલ વુડફોર્ડને અર્થશાસ્ત્રનો નોબેલ

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
સ્ટોકહોમ સ્થિત રોયલ સ્વીડિશ અકાદમી ઓફ સાયન્સિસ દ્વારા વર્ષ 2026નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જાહેર થયો છે. અમેરિકી અર્થશાસ્ત્રીઓ રોબર્ટ ઈ. હૉલ અને માઈકલ વુડફોર્ડને 'મેક્રો-ઈકોનોમિક સ્ટેબિલાઇઝેશન'ના સિદ્ધાંત બદલ સંયુક્ત રીતે આ સન્માન મળ્યું છે. તેમના સંશોધનોએ સેન્ટ્રલ બૅંકો અને સરકારો માટે મજબૂત સૈદ્ધાંતિક પાયો પૂરો પાડ્યો છે. વિજેતાઓને 1.2 કરોડ સ્વીડિશ ક્રોનોરની ઈનામી રકમ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કટોકટીમાં અર્થતંત્રને ઉગારવાની ફોર્મ્યુલા આપનારા અમેરિકાના રોબર્ટ હૉલ અને માઈકલ વુડફોર્ડને અર્થશાસ્ત્રનો નોબેલ

Nobel Prize of Economics 2026 : વર્ષ 2026ના નોબેલ પુરસ્કારોની શ્રેણીમાં અંતિમ અને સૌથી મહત્ત્વના ગણાતા અર્થશાસ્ત્રના નોબેલ મેમોરિયલ પુરસ્કારની સોમવારે સ્ટોકહોમ સ્થિત રોયલ સ્વીડિશ અકાદમી ઑફ સાયન્સિસ દ્વારા જાહેરાત કરાઈ. આ વર્ષનો નોબેલ પુરસ્કાર અમેરિકી અર્થશાસ્ત્રીઓ રોબર્ટ ઈ. હૉલ (Robert E. Hall) અને માઇકલ વુડફોર્ડ(Michael Woodford)ને સંયુક્ત રીતે એનાયત કરાયો છે.

મેક્રો-ઇકોનોમિક સ્થિરતામાં મહત્ત્વનું યોગદાન

આ બંને અર્થશાસ્ત્રીને 'મેક્રો-ઈકોનોમિક સ્ટેબિલાઇઝેશન' એટલે કે આર્થિક સ્થિરતાના 'માઇક્રો-ઈકોનોમિક' પાયા પર કરેલા અભૂતપૂર્વ થિયરી બદલ આ સન્માન અપાયું છે. વિજેતા રોબર્ટ ઈ. હૉલ હાલ કેલિફોર્નિયાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે, જ્યારે માઇકલ વુડફોર્ડ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં કાર્યરત છે.

સેન્ટ્રલ બૅંકો અને સરકારો માટે મજબૂત સૈદ્ધાંતિક પાયો

ઇકોનોમિક સાયન્સિસ માટેની પ્રાઇઝ કમિટીના ચેરમેન જ્હોન હેસલરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘આ બંને નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીઓના સંશોધને વિશ્વભરની સેન્ટ્રલ બૅંકો અને સરકારો દ્વારા ઉપયોગમાં લેવાતા આર્થિક મોડેલોને એક મજબૂત અને સ્થિર સૈદ્ધાંતિક પાયો પૂરો પાડ્યો છે. તેમના સિદ્ધાંતોને કારણે આજે આપણે ઊર્જા સંકટ કે ઘરોના વપરાશમાં આવતા અચાનક ફેરફારો જેવા આર્થિક આંચકા સામે લડવા માટે વધુ સજ્જ અને સક્ષમ બન્યા છીએ.’

અર્થશાસ્ત્ર પુરસ્કારનો ઇતિહાસ અને ઇનામી રકમ

અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારને અધિકૃત રીતે 'બૅંક ઑફ સ્વીડન પ્રાઇઝ ઇન ઈકોનોમિક સાયન્સિસ ઇન મેમરી ઑફ અલ્ફ્રેડ નોબેલ' તરીકે ઓળખવામાં છે. આ પુરસ્કારની શરૂઆત 1968માં સ્વીડનની સેન્ટ્રલ બૅંક દ્વારા અલ્ફ્રેડ નોબેલની યાદમાં કરાઈ હતી. જો કે, નોબેલ પ્રેમીઓ તેને ટેકનિકલ રીતે મૂળ નોબેલ પુરસ્કાર નથી ગણતા. આમ છતાં, અલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ એટલે કે 10 ડિસેમ્બરના રોજ અન્ય નોબેલ પુરસ્કારોની સાથે આ સન્માન પણ અપાય છે. આ વર્ષે નોબેલ પુરસ્કાર વિજેતાને 1.2. કરોડ સ્વીડિશ ક્રોનોર(આશરે 12 લાખ યુએસ ડોલર)ની ઇનામી રકમ અપાીશે. જે વ્યક્તિગત કે સંયુક્ત રીતે વિજેતાઓમાં વહેંચાશે.

વિતેલા વર્ષનું સંશોધન અને નોબેલ સપ્તાહ

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 2025માં વ્યાપારિક નવીનતા (Business Innovation) અને નવા ઉત્પાદનો કેવી રીતે આર્થિક વૃદ્ધિ પ્રોત્સાહિત કરે છે તે વિષય પર સંશોધન કરનાર ત્રણ સંશોધકોને આ પુરસ્કાર મળ્યો હતો. આ વર્ષે મેડિસિન્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી તેમજ સાહિત્ય અને શાંતિ ક્ષેત્રના નોબેલ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે.