ટેકન્યૂઝ - ટેકજગતના ખબરઅંતર...
rðrfÃkerzÞk{kt
zkfo {kuz
અત્યાર સુધી વિકિપીડિયાની મોબાઇલ એપમાં ડાર્ક મોડ ઉપલબ્ધ હતો. હવે તે પીસીના
બ્રાઉઝરમાં પણ ઉપલબ્ધ થઈ ગયો છે. તમે ઇચ્છો તો લાઇટ અને ડાર્ક મોડમાંથી જાતે પસંદ
કરી શકો છો અથવા આખી સિસ્ટમના સેટિંગ્સ મુજબ ઓટોમેટિકલી મોડ પસંદ થાય એવું સેટિંગ
કરી શકો છો. મોડ પસંદ કરવા માટે વિકિપીડિયા ડોટ ઓઆરજીની સાઇટ પર જાઓ. જોઇતી ભાષા
પસંદ કરો અને જમણી તરફ એપિયરન્સ સેકશનમાં જઈને તમને જોઇતો મોડ પસંદ કરી લો.
S{uR÷
yuÃk{kt Lkðk yÃkzuxTMk
તમે ફોલ્ડિંગ ફોનનો ઉપયોગ કરો છો? લગભગ ટેબલેટ જેટલી સ્ક્રીન
સાઇઝ ધરાવતા ફોલ્ડેબલ ફોન્સનો ઉપયોગ વધ્યા પછી ગૂગલે તેની જીમેઇલ એપનો ઉપયોગ
ફોલ્ડેબલ ફોન અને ટેબલેટ પર સુધારવા માટેના પ્રયાસો કર્યા છે. કંપનીએ આ માટે એપમાં
સંખ્યાબંધ અંપડેટ્સ રજૂ કર્યા છે.
તમારી પાસે ફોલ્ડેબલ ફોન કે ટેબલેટ ન હોય તો પણ, સ્માર્ટફોનમાં જીમેઇલ એપ ઓપન કરી, તેમાં ડાબી પેનલ ઓપન કરીને
એપનાં સેટિંગ્સમાં જાઓ. અહીં જનરલ સેટિંગ્સમાં અને તમારા જે તે જગૂગલ એકાઉન્ટને
સંબંધિત સેટિંગ્સ તપાસી જુઓ. તમારો ફોનમાં
જીમેઇલનો ઉપયોગ ખાસ્સો બદલાઈ શકે છે.
yuÃk÷
RLxur÷sLMk ÷kuL[ Úkðk ÷køke
એપલ કંપનીએ થોડા સમય પહેલાં એપલ ઇન્ટેલિજન્સ આવી રહી હોવાની જાહેરાત કરી હતી. ટેકનોવર્લ્ડમાં આપણે તેનાં વિવિધ
ફીચર્સની વિગતવાર વાત પણ કરી હતી. કંપનીએ હવે આઇફોન, આઇપેડ અને મેક માટેની ઓપરેટિંગ સિસ્ટમનાં નવાં બીટા વર્ઝન એપલ ઇન્ટેલિજન્સ
સાથે લોન્ચ કરી દીધાં છે. અલબત્ત, હાલમાં આ વર્ઝનનો માત્ર આઇફોન
૧૫ અને આઇફોન ૧૫ પ્રો મેક્સમાં ઉપયોગ કરી શકાશે. તમારે પોતાના આઇફોનમાં તેની
અજમાયશ કરવી હોય તો એપલની વેબસાઇટ પર જઇને એપલ બીટા સોફ્ટવેર પ્રોગ્રામ (https://beta.apple.com)માં જોડાઈ શકો છો.