For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોન એપ્સ માટે નવા કડક નિયમો

Updated: Aug 7th, 2021

Article Content Image

ભારતમાં કોરોનાને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોને ફટાફટ મોબાઇલ પર જ લોન ઓફર કરતી સંખ્યાબંધ એપ્સ ફૂટી નીકળી છે. આપણે આ વિશે નવેમ્બર ૨૦૨૦માં વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. આમાંની ઘણી એપ્સ ચાઇનીઝ કંપનીઓનાં મૂળ ધરાવતી હોવાનું પણ બહાર આવ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં ગૂગલે પણ ભારતના કાયદાઓ અને નિયંત્રણોનું પાલન ન કરતી હોય તેવી સંખ્યાબંધ લોન એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરી હતી. હવે કંપનીએ આવી એપ્સના ડેવલપર માટે નવી ગાઇડલાઇન તૈયાર કરી છે અને વધુ કડક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે.

પર્સનલ લોન આપતી એપ્સે સપ્ટેમ્બર ૧૫, ૨૦૨૧ સુધીમાં આ નવી ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. તેમ જ એ માટે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. ભારતમાં લોકો પાસેથી પૂરતા પુરાવા મેળવ્યા વિના ઉતાવળે લોન આપ્યા પછી લોનની વસૂલી માટે અનહદ દબાણ કરાતું હોવાનું બહાર આવ્યું છે.

Gujarat