Get The App

હવે વોટ્સએપથી પણ કરી શકશો કમાણી! ટૂંક સમયમાં જ લોન્ચ થશે જોરદાર ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
હવે વોટ્સએપથી પણ કરી શકશો કમાણી! ટૂંક સમયમાં જ લોન્ચ થશે જોરદાર ફીચર, જાણો કેવી રીતે કરશે કામ 1 - image

Earn Money via WhatsApp Channel: જો તમે પોતાની વોટ્સએપ ચેનલ (WhatsApp Channel) શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આગામી સમય તમારા માટે શાનદાર રહી શકે છે. આમ, ટૂંક સમયમાં જ વોટ્સએપ જોરદાર ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફીચરથી ક્રિએટર્સ પોતાની ચેનલના માધ્યમથી હવે વોટ્સએપથી પણ કમાણી કરી શકશે. એટલે હવે ફોલોવર્સ વધારવા સુધી જ વાત સીમિત નહીં રહે, પરંતુ તમે હવે કન્ટેન્ટથી કમાણ કરી શકશે.

હવે વોટ્સએપથી પણ કરી શકશો કમાણી!

વોટ્સએપ એક નવા મોનિટાઈઝેન ફીચર પર કામ કરી રહ્યું છે. આમ હવે ક્રિએટર્સ તેમની ચેનલો પર પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ શરૂ કરી શકશે, જેનાથી તેઓ એક્સક્લુઝિવ કન્ટેન્ટ શેર કરીને કમાણી કરી શકાશે. હાલ તો આ ફીચર ટેસ્ટિંગ અને ડેવલપમેન્ટ ફેઝમાં છે અને હજુ સુધી યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું નથી. જો કે, રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની ચેનલોને વધુ ક્રિએટર ફ્રેન્ડલી બનાવવા ઈચ્છે છે. 

આ નવા ફીચર બાદ યુઝર્સ તેમની પસંદગીની ચેનલને સબ્સક્રાઈબ કરી શકશે. તેના બદલામાં તેઓને ખાસ અને એક્સક્લુઝિવ પોસ્ટ્સ જોવા મળશે. વોટ્સએપ આ ફીચરમાં પારદર્શિતા પણ સામેલ કરવા જઈ રહ્યું છે. જેમાં ચેનલ પર કેટલા પેઇડ સબ્સ્ક્રાઈબર્સ છે તે તમામ યુઝર્સને દેખાશે. 

ક્રિએટર્સ ખુદ નક્કી કરી શકશે કિંમત

ચેનલ બનાવનાર ક્રિએટર્સ પોતાની સબ્સ્ક્રિપ્શન્સની ફીઝ જાતે નક્કી કરી શકશે. આ સેટિંગ ચેનલની જાણકારી સેક્શનમાં ઉપલબ્ધ થશે, જ્યાંથી યુઝર્સ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે.

અલગ-અલગ જોવા મળશે ફ્રી અને પેઇડ કન્ટેન્ટ

યુઝર્સને કોઈ પ્રકારની અગવડના ન રહે તે માટે વોટ્સએપ એક ફિલ્ટર ઓપ્શન પણ આપશે. જેમાં ફ્રી અને એક્સક્લુઝિવ કન્ટેન્ટ અલગ-અલગ જોવા મળશે. મહત્ત્વની વાત એ છે કે, કોઈપણ ચેનલ પર સબ્સ્ક્રાઈબ કરવું ફરજિયાત રહેશે નહીં. યુઝર્સ ઈચ્છે તો ફ્રી કન્ટેન્ટનો આનંદ માણી શકે છે. જ્યારે પેઇડ કન્ટેન્ટ ફક્ત એક વધારાનો વિકલ્પ રહેશે.

આ પણ વાંચો: Google Mapsમાં મોટું અપડેટ: Gemini AI હવે ફોટા અને વીડિયો માટે ઓટો કેપ્શન બનાવશે

વોટ્સએપ ચેનલ કેવી રીતે બનાવવી?

▪️ વોટ્સએપ ખોલો અને ચેનલ સેક્શનમાં જાઓ (સ્પીચ બબલ આઇકોન પર ટેપ કરો).

▪️ પ્લસ (+) આઇકોન પર ક્લિક કરો અને 'ક્રિએટ ચેનલ' પસંદ કરો.

▪️ જેમાં 'કન્ટીન્યુ' પર ટેપ કરો, ચેનલ માટે નામ દાખલ કરો અને ડિસ્ક્રિપ્શન-આઇકોન ઉમેરો.

▪️ ત્યારબાદ 'ક્રિએટ ચેનલ' પર ક્લિક કરો.

▪️ એકવાર ચેનલ બની જાય પછી તમે પોસ્ટ કરવાનું શરૂ કરી શકો છો.

▪️ તમે કોઈપણ સમયે ચેનલનું નામ, ડિસ્ક્રિપ્શન-આઇકોન બદલી શકો છો અને જરૂર મુજબ ચેનલને પિન પણ કરી શકો છો.