Get The App

Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કૂક પદ છોડશે, જાણો કોણ છે નવા CEO જ્હોન ટર્નસ

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કૂક પદ છોડશે, જાણો કોણ છે નવા CEO જ્હોન ટર્નસ 1 - image


Apple CEO Change: Tim Cook Steps Down | વિશ્વની સૌથી મોટી ટેક કંપની Appleમાં નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી CEO તરીકે ફરજ બજાવતા ટિમ કૂક 1 સપ્ટેમ્બરના રોજ પોતાના પદ પરથી ઉતરી જશે અને તેમની જગ્યાએ એપલના 25 વર્ષનો અનુભવ ધરાવતા જ્હોન ટર્નસ નવા CEO તરીકે કાર્યભાર સંભાળશે. ટિમ કૂક હવે કંપનીમાં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપશે.

કોણ છે જ્હોન ટર્નસનો પરિચય

50 વર્ષના વર્ષીય ટર્નસ 2001માં એપલમાં જોડાયા હતા. હાલમાં તેઓ હાર્ડવેર એન્જિનિયરિંગના વડા છે અને મેક, આઈપેડ તથા એરપોડ્સ જેવી ફ્લેગશિપ પ્રોડક્ટ્સના વિકાસમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.

ટિમ કૂકના કાર્યકાળમાં એપલનો વિકાસ 

૨૦૧૧માં સ્ટીવ જોબ્સ પાસેથી જવાબદારી સંભાળ્યા બાદ, કૂકે 15 વર્ષમાં એપલની માર્કેટ વેલ્યુમાં 3.6 ટ્રિલિયન ડોલરનો જંગી વધારો કર્યો છે. તેમના નેતૃત્વમાં કંપનીના શેરમાં 20 ગણો ઉછાળો આવ્યો છે.

નવા CEO સામે પડકારો

નવા CEO ટર્નસ સામે AIના ક્ષેત્રમાં એનવીડિયા અને મેટા જેવી કંપનીઓ સામે ટકી રહેવાનો સૌથી મોટો પડકાર હશે. ફોલ્ડેબલ ડિવાઈસ અને સ્માર્ટ ગ્લાસ જેવી નવી કેટેગરીમાં એપલને આગળ લઈ જવાની જવાબદારી પણ તેમના પર રહેશે.

એપલે જોની સ્રૌજીને ચીફ હાર્ડવેર ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ટોમ મેરીબ હાર્ડવેર એન્જિનિયરિંગ ગ્રુપની જવાબદારી સંભાળશે.