Get The App

નવા વર્ષમાં કારકિર્દીલક્ષી નવાં લક્ષ્યો

Updated: Nov 5th, 2022

GS TEAM


Google News
Google News
નવા વર્ષમાં કારકિર્દીલક્ષી નવાં લક્ષ્યો 1 - image


- Lkðk ð»ko{kt Lkðe MkV¤íkk {u¤ððe Au? Võík Lk¬e fhðkÚke Lknª [k÷u, ftEf Lkðwt þe¾ðwt Lku fhðwt Ãkzþu

નવું વર્ષ હંમેશા કંઈક નવું કરવાનો અદમ્ય ઉત્સાહ લાવતું હોય છે. હવેથી રોજ વહેલા સૂઇ જશું, રોજ વહેલા ઉઠીશું, ચા ઓછી કરી નાખવી છે, રોજ ચાલવા જવું છે, યોગા સેશન્સ તો નક્કી કરવાં જ છે, જિમમાં જવું છે, વેઇટલોસ કરવો છે, ઓઇલી ડાયેટ કંટ્રોલ કરવો છે... ટાર્ગેટ્સ તો કંઈ કેટલાંય હોય, એ સેટ કરવાં પણ સહેલાં, પણ પાર પાડવાં મુશ્કેલ.

મોટા ભાગના લોકોનો આવો ઉત્સાહ ચાર-પાંચ દિવસ કે ચાર-પાંચ અઠવાડિયાં ટકે. પરંતુ એવું કહેવાય છે કે કોઈ એક ધ્યેય માટે તમે જિંદગીના ફક્ત છ મહિના મચી પડો, તો એ છ મહિનામાં તમારી જિંદગી બદલાઈ જાય.

અત્યારે તમે પણ કદાચ આવી જ કોઈ બાબતે, કંઈક નવું કરવાના ઉત્સાહમાં હશો. આ ઉત્સાહ ફક્ત છ મહિના માટે, સિરિયસલી, ટકાવી શકો? તો ગેરન્ટીથી તમારી જિંદગી બદલાઈ જશે.

આ ગેરન્ટી, ઉત્સાહ ન ટકવાની નિષ્ફળતા અને ઉત્સાહ ટકવાની સફળતા, બંનેના જાતઅનુભવને આધારે આપું છું!

નીચે, યંગ જનરેશન માટે ફક્ત સૂચન તરીકે કેટલાંક ટાર્ગેટ્સ આપ્યાં છે. ઉપરના ભાગે જે ડિજિટલ સ્કિલ્સની વાત આલેખી છે તે સ્કૂલ-કોલેજમાં શીખવવામાં આવતી નથી, લગભગ જાતે જ શીખવાની હોય છે. તમે તમારા સ્ટડી કે જોબની સાથેસાથે તેના પર ફોકસ કરી શકો. આ બધી સ્કિલ્સ, તમારો જે પણ જોબ રોલ હોય, તેમાં કોઈ ને કોઈ રીતે ઉપયોગી થશે અથવા ફક્ત એમાં જ તમારી કરિયર બનાવી શકાય એટલી એની ડિમાન્ડ છે.

તેની નીચે, સોશિયલ મીડિયાના ઉપયોગની વાત છે એ કોઈ નવાં ટાર્ગેટ નથી. તમે એનો ભરપૂર ઉપયોગ કરતા જ હશો, ફક્ત ફોકસ બદલવાનું છે. ટ્રાય કરી જુઓ, ઓલ ધ બેસ્ટ! છ મહિના પછી તમારા મેઇલની રાહ રહેશે.

Lkðk Mk{ÞLke rzrsx÷ ÂMfÕMk Ãkh VkufMk

ynª sýkðu÷e ÷øk¼øk fkuE ÂMf÷ Mfq÷-fku÷us{kt þe¾e þfkíke LkÚke, Aíkkt Äkhku íkku ½ýwt þe¾e - fhe þfku

ðerzÞku r¢yuþLk

હેડિંગ પર ધ્યાન આપજો - વાત માત્ર વીડિયો એડિટિંગની નથી, વીડિયો ક્રિએશનની છે. એડિટિંગ એક સીમિત સ્કિલ છે, ક્રિએશન તેનાથી બહોળી વાત છે. તમે જે પણ ઇન્ડસ્ટ્રીમાં હો, તેની સર્વિસ કે પ્રોડક્ટ્સ માટેનું કમ્યુનિકેશન વીડિયોના સ્વરૂપે વિઝ્યુઅલાઈઝ કરી શકો? જોનારને જકડી રાખે એ રીતે સર્વિસ/પ્રોડક્ટસનું સ્ટોરી ટેલિંગ કરી શકો છો? જો આટલું તમે કરી શકો તો તમારી ઓફિસમાં તમે ડિમાન્ડમાં રહેશો. તમારા આઇડિયાને વીડિયોમાં ફેરવવાનું કામ બીજા પાસે પણ કરાવી શકાશે. જો વીડિયો બનાવતાં પણ તમે શીખી જાઓ તો વીડિયો ક્રિએટર તરીકે ફ્રીલાન્સ કામ પણ કરી શકો.

ðeyuVyuõMk

આ પણ એવું ફીલ્ડ જેમાં જોબ અથવા ફ્રીલાન્સિંગની સારી એવી તકો છો. આ પેજ પર જણાવેલાં લગભગ બધાં ફીલ્ડની જેમ અા વિષય સ્કૂલ-કોલેજમાં સામેલ નથી, તમે મૂળ ડિગ્રી અભ્યાસ સાથે તેને શીખી શકો. જો તમારામાં ખરેખર ક્રિએટિવિટી હોય તો તમે કોમર્સનું બેકગ્રાઉન્ડ હોય તો પણ આ હાઇલી ક્રિએટિવ ફીલ્ડમાં પોતાનું સ્થાન જમાવી શકો. મૂવીઝ, ટીવી, ઓટીટી, એડવર્ટાઇઝિંગ વગેરેમાં વિઝ્યુઅલ ઇફેક્્ટસના જાણકારની ડિમાન્ડ સતત વધી રહી છે. પરદેશમાંથી આઉટસોર્સિંગ દ્વારા કામ મેળવતી મોટી કંપનીઓ ભારતમાં વિકસી રહી છે, ધગશ હોય તો ફીલ્ડ બહુ મોટું છે.

fLxuLx hkR®xøk

આજના સમયની ખાસ્સી ડિમાન્ડમાં રહેતી બીજી સ્કિલ. ફેસબુક પર કંઈક લખવું અને તમારી ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ કે સર્વિસ માટે કંઈક અલગ લખવું એ સાવ અલગ વાત છે.  એ માટે તમારે તમારા ટાર્ગેટ ઓડિયન્સની જરૂરિયાતો બરાબર સમજવી જોઈશે, આ જરૂરિયાતો તમે કે તમારી કંપની કઈ રીતે પૂરી કરી શકો તે ટૂંકા, ક્રિસ્પ વાક્યોમાં લખતાં શીખવું પડે. વાત કહેવાની શૈલી, શબ્દોની પસંદગી, ભાષાશુદ્ધિ એ બધા પર પકડ મેળવી શકો તો માર્કેટિંગ સિવાય જનરલ કમ્યુનિકેશનમાં પણ ફાયદો થાય. અહીં પણ, આ બધી બાબતોમાં માસ્ટરી કેળવી શકો તો ફ્રીલાન્સિંગની અપાર તકો છો. બધી ભાષામાં.

økúkrVf rzÍkR®Lkøk

એક સમયે ક્લાયન્ટ માટે ડિઝાઇનિંગ મોંઘું હતું કેમ કે તેમાં ડિઝાઇન ઉપરાંત પ્રિન્ટિંગ અને ડિસ્પેચ કોસ્ટ બહુ આકરી હતી. હવે કમ્યુનિકેશન માટે માત્ર ડિઝાઇનિંગ જરૂરી છે, બાકીનું બધું ડિજિટલ થઈ ગયું છે! એટલે જ આ ફીલ્ડમાં કામ ખૂબ વધ્યું છે અને સારા ડિઝાઇનરની ડિમાન્ડ પણ એકદમ વધી છે. તમારા મૂળ કામમાં કોઈ પણ રીતે કમ્યુનિકેશન જરૂરી હોય, તો તમારે ગ્રાફિક ડિઝાઇનિંગની કમ સે કમ બેઝિક બાબતો જાણવી જોઈએ. હવે એવાં સંખ્યાબંધ ઓનલાઇન ટૂલ્સ પણ છે, જેનાથી ડિઝાઇનિંગ સહેલું બન્યું છે. ઇચ્છો તો તમારા પોતાના માટે ડિઝાઇન કરો અથવા એજન્સી બનાવી ક્લાયન્ટ માટે કામ કરો!

ðkuxTMkyuÃk {kfuo®xøk

વોટ્સએપ પર મેસેજિસની ધડાધડ આપલે અલગ વાત છે, માર્કેટિંગ માટે તેનો ઉપયોગ બિલકુલ અલગ વાત છે. અત્યારે વોટ્સએપની બિઝનેસ એપીઆઇની સર્વિસ આપતી ઘણી કંપની શરૂ થઈ રહી છે, તમે તેનાં વિવિધ પાસાં સમજી લો તો તમારી કંપની માટે તમે ઇન્ડિસ્પેન્સિબલ બની જશો! તમારું પોતાનું નાનું-મોટું સ્ટાર્ટઅપ હોય તો પણ આ બાબત સમજવી અનિવાર્ય છે. શરૂઆત ફક્ત વોટ્સએપ બિઝનેસ એપથી કરી શકાય, એનાં બધાં ફીચર્સ બરાબર સમજ્યા અને ઉપયોગમાં લીધા પછી આગળના સ્ટેપમાં જઈ શકાય. ધારો તો માત્ર વોટ્સએપ માર્કેટિંગનો બિઝનેસ પણ શરૂ કરી શકો.

ðuçk rzÍkR®Lkøk

આ ફીલ્ડમાં ભીડ બહુ વધી ગઈ છે, તદ્દન નજીવી ફીમાં વેબસાઇટ ડેવલપ કરી અાપનારા વધી રહ્યા છે, પણ ક્વોલિટી ક્યારેય આઉટડેટેડ થતી નથી, આ ફીલ્ડમાં પણ નહીં. આખી દુનિયા હવે ડિજિટલ કમ્યુનિકેશન તરફ વળી ગઈ છે ત્યારે વેબસાઇટ તમામ કમ્યુનિકેશનના એક સેન્ટર તરીકે કામ આપે છે. નાના-મોટા દરેક બિઝનેસ, સંસ્થાઓને હવે સારી વેબસાઇટ વિના ચાલે તેમ નથી. તમે તેનાં વિવિધ પાસાં સમજતા હશો તો તમારી ઓફિસ માટે બીજા પાસેથી સારું કામ લઈ શકશો, અથવા ફરી, પોતાની વેબ ડિઝાઇન એજન્સી પણ ઊભી કરી શકો છો, કેટલીય જાતનાં ઇઝી ટૂલ્સ તમારી મદદ કરશે.

rzrsx÷ yuzðxkoR®Íøk

ડિજિટલ માર્કેટિંગ કે એ઼ડવર્ટાઇઝિંગ બહુ બહોળો વિષય છે અને તેમાં ઘણાં બધાં પાસાં છે, પણ તમને તેની બેઝિક જાણકારી હોવી જોઈએ. પે-પર-ક્લિક એડવર્ટાઇટિંગ શું છે? એડ્સનો ક્વોલિટી સ્કોર કેવી રીતે નક્કી થાય? બજેટિંગ કેવી રીતે થાય? કીવર્ડ્સ કેવી રીતે નક્કી કરાય? ઓડિયન્સનું ટાર્ગેટિંગ કેવી રીતે કરાય? આ બધાં પાસાં ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ પર માર્કેટિંગ માટે થોડાં થોડાં અલગ છે, પણ બેઝિક્સ લગભગ સમાન છે. અહીં પણ, આ બધું તમારી કંપની માટે કામે લગાડી શકો અથવા તમારી પોતાની એજન્સી શરૂ કરી, ક્લાયન્ટ્સ માટે કેમ્પેઇન્સ ચલાવી શકો.

zuxk yuLkkr÷rxõMk

અહીં સુધી જે વાત કરી એ કોઈ ને કોઈ રીતે કોર સ્કિલ - ચોક્કસ આવડત માગી લેતાં ફીલ્ડ છે - ડેટા એનાલિટિક્સમાં તમારે માત્ર તમારી બુદ્ધિ દોડાવવાની છે. દરેક પ્રકારનું કામ - સર્વિસ, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ, સેલ્સ, માર્કેટિંગ... બધું જ આખરે તો ડેટા ડ્રીવન છે. તેમાં આંધળૂકિયાં ન થાય. ચોક્કસ ડેટા મેળવી, તેનું વિશ્ર્લેષણ કરી, આગળના નિર્ણયો લેવાના થાય. વેબસાઇટ કે ડિજિટલ માર્કેટિંગનું સાદું ઉદાહરણ લઈએ તો તેમાં ટ્રાફિક અને એડ્સ માટે થતા ખર્ચનું પ્રોપર એનાલિસિસ બહુ જરૂરી છે. તમારો રોલ કોઈ પણ હોય, ડેટા એનાલિટિક્સ અને તેનાં ટૂલ્સ તમારે સમજવાં જોઈએ.

Tags :