સ્માર્ટફોનમાં સમય સાથે ઉમેરાતા નવા લાભ
- yuÃk÷Lke su{ yuLzÙkuRzLkk Ëhuf Lkðk ðÍoLk MkkÚku íkuLkkt Ve[Mko ðÄw M{kxo çkLkíkkt økÞkt Au
આપણે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારીએ ત્યારે તેમાં કેમેરા કેવો છે અને કેટલા
છે, સ્ક્રીન કેવડો છે, સ્ટોરેજ અને રેમ કેટલી છે એ બધું તપાસીએ,
પણ એન્ડ્રોઇડનું વર્ઝન
કયું છે એની ખાસ ચિંતા કરતા નથી. એપલનો આઇફોન ખરીદવો હોય તો આ ચિંતા નહીં, કેમ કે તેમાં લેટેસ્ટ ફોન ખરીદીએ તો લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જ મળે અને
આઇફોનનું મોડેલ જરા જૂનું હોય તો પણ ઇચ્છીએ ત્યારે ઓએસ અપડેટ કરી શકીએ.
એન્ડ્રોઇડમાં ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન કયું છે તેની ચિંતા કરવી પડે, કેમ કે તેમાં લેટેસ્ટ ફોનમાં પણ એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન મળવાની ખાતરી નહીં.
બજેટ મિડ-બજેટનો ફોન હોય, તો નવું વર્ઝન મળવાની પણ કોઈ
ગેરંટી નહીં. જો તમે ઓફલાઇન સ્ટોરમાં ફોન ખરીદવા જાઓ અને ભૂલેચૂકે એન્ડ્રોઇડનું
વર્ઝન પૂછો, તો સેલ્સમેન તરત કહે કે વર્ઝન
એકદમ લેટેસ્ટ ન હોય તો તેથી શું ફરક પડે છે?
વાસ્તવમાં ફરક પડે છે. પાછલાં પાંચ-છ વર્ષથી એન્ડ્રોઇડનાં નવાં નવાં વર્ઝન
આવતાં ગયાં તેમ તેમ ખરેખર મહત્ત્વનાં કહી શકાય એવાં ફીચર્સ ઉમેરાતાં ગયાં છે.
આમાંથી ઘણાં બધાં ફીચર્સ એવાં છે, જે ફોનના મૂળભૂત ઉપયોગ પર
સીધી અસર કરે છે. મજા એ છ ેકે ફોનની
જાહેરાતોમાં આવાં ફીચર્સને મોટા ભાગે કેમેરાના વધતા પિક્સેલ જેટલું મહત્ત્વ મળતું
નથી. આપણા પોતાના ઉપયોગમાં એ જલદી પરખાતાં નથી, છતાં આપણને ફાયદો અચૂક આવે છે.
અહીં એન્ડ્રોઇડમાં, સમય સાથે જુદી જુદી બાબતોમાં
કેવાં નવાં ફીચર્સ ઉમેરાયાં તેની વાત કરી છે,
દરેક ફોનમાં સેટિંગ્સ
જરાતરા જુદાં હશે, પણ તમે જાતે થોડી ખણખોદ કરશો
તો આ ફીચર્સ વિશે વધુ જાણી શકશો.
VkuLk
MkkÚkuLkk RLxhuõþLk{kt ðÄw M{kxoLkuMk ykðíke økE
વાતની શરૂઆત કરીએ સ્માર્ટફોન સાથેના આપણા પહેલાં સંપર્કથી. ફોનમાં કંઈ પણ કામ
કરવા માટે આપણે ફોન હાથમાં લઇએ એ પછી તેની સાથે જુદી જુદી ઘણી રીતે ઇન્ટરેક્ટ કરી
શકીએ છીએ.
એન્ડ્રોઇડમાં નેવિગેશન માટે હાલમાં બોટમ બારમાં ત્રણ બટનનો ઉપયોગ કરી શકાય છે
અથવા ઇચ્છીએ તો તેને બદલે ફક્ત સ્ક્રીન પર જુદી જુદી દિશામાં હળવા લસરકાથી, સ્વાઇપ જેસ્ચરથી નેવિગેશન કરવાની પણ સગવડ
મળે છે.
એન્ડ્રોઇડમાં છેક ચોથા વર્ઝનથી આપણને નેવિગેશન સમયે સ્મૂધ એનિમેશનનો લાભ મળવા લાગ્યો છે.
એ પછી દરેક નવા વર્ઝનમાં નેવિગેશન બાબતે કંઈક કંઈક અનોખી ખૂબી દેખાવા લાગી. આવી એક ખૂબી એટલે પ્રીડિક્ટિવ બેક. આ ફીચરને કારણે આપણે ફોનમાં કોઈ સ્ક્રીન પર હોઇએ અને તેમાંથી પરત જવું હોય તો આપણે બેક સ્વાઇપ કરીએ ત્યારે કયા સ્ક્રીનમાં પરત જઇશું એનો પ્રીવ્યૂ જોવા મળે છે. અત્યાર સુધી ડેવલપર ઓપ્શન્સમાં રહ્યા પછી, આ સગવડ એન્ડ્રોઇડ ૧૫થી સૌને મળવા લાગી છે. ૧૬ વર્ઝનમાં આ સગવડ બોટમબારના ત્રણ બટનમાં પણ ઉમેરાઈ રહી છે. આ બધી સગવડ એવી છે જેના તરફ આપણે સીધું ધ્યાન જતું નથી પરંતુ આપણાં રોજબરોજના ઉપયોગમાં એ ગાઢ રીતે વણાઈ શકે છે.
VkuLkLke çkuxheLkwt {uLkus{uLx çkLÞwt ðÄw M{kxo yLku Mkh¤
જેમ હવે આપણો જીવ સ્માર્ટફોનમાં પુરાયો છે તેમ સ્માર્ટફોનનો જીવ તેની બેટરીમાં
સમાયેલો છે. ફોનમાં બેટરી સારી એવી ચાર્જ હોય ત્યાં સુધી આપણે તેની ચિંતા ન કરીએ, પણ જેવી તે પૂરી થવા આવે તેમ તેમ આપણો જીવ અધ્ધર થતો જાય.
એન્ડ્રોઇડમાં દરેક નવા વર્ઝન સાથે બેટરીમાં એવી સ્માર્ટ ખૂબીઓ ઉમેરવામાં આવી
છે જેને કારણે આપણે ચાર્જ થયેલી બેટરી પાસેથી વધુમાં વધુ કામ લઈ શકીએ. એન્ડ્રોઇડના
છેક છઠ્ઠા વર્ઝનથી બેટરીમાં ડોઝ મોડ ઉમેરાયો હતો. જેને કારણે આપણે ફોનનો ઉપયોગ ન કરતા હોઇએ ત્યારે તે ડીપ સ્લીપમાં જતો રહે છે જેને કારણે
બેટરી ઓછામાં ઓછી વપરાય.
એ પછી એન્ડ્રોઇડ નવમાં એડેપ્ટિવ બેટરીની સુવિધા મળી. તેને કારણે એન્ડ્રોઇડની સિસ્ટમ ફોનના આપણા વપરાશની પેટર્ન
સમજીને જે એપ્સનો આપણે વધુ ઉપયોગ કરતા હોઇએ તેને વધુ પ્રમાણમાં બેટરીનો પાવર ફાળવે
છે. બીજી તરફ, જે એપનો આપણે બહુ ઓછો ઉપયોગ
કરતા હોઇએ તેને બેકગ્રાઉન્ડમાં ધકેલી દેવામાં આવે છે જેથી તેની પાછળ ઓછામાં ઓછો
બેટરી પાવર ખર્ચાય!
પછી એન્ડ્રોઇડ ૧૫થી આપણને ચાર્જિંગ પર વધુ કંટ્રોલ મળ્યો. આપણે તેનો લાભ લઇને ફોન ચાર્જ કરવા મૂક્યો હોય ત્યારે બેટરીનું લેવલ ૮૦ ટકાએ પહોંચ્યા પછી ચાર્જિંગ આપોઆપ અટકી જાય તેવું સેટિંગ કરી શકીએ છીએ. બેટરીને સતત ફૂલ ચાર્જ કરવામાં આવે તો તેની ક્ષમતા પર વિપરિત અસર થાય છે. ચાર્જિંગ ઓપ્ટિમાઇઝેશન ફીચરનો લાભ લઇને આપણે આવું થતું ટાળી શકીએ છીએ.
ykÃkýe
«kRðMke Mkk[ðíkkt Lkðkt Lkðkt Ve[Mko ykÔÞkt
એપલની સરખામણીમાં ગૂગલ અને મેટા જેવી કંપની પર આપણી પ્રાઇવસી ન જાળવવાના
મુદ્દે અવારનવાર તવાઈ આવે છે. આ કંપનીઓની મુખ્ય આવક જાહેરાતોમાંથી છે અને તેના
નેટવર્ક પર જાહેરાત આપતા લોકોને વધુમાં વધુ વળતર મળી શકે એ સુનિશ્ચિત કરવા માટે આ
કંપનીઓ આપણો શક્ય એટલે વધુ ડેટા મેળવવાનો પ્રયાસ કરે છે.
બીજી તરફ એ પણ હકીકત છે કે એન્ડ્રોઇડમાં આપણી પ્રાઇવસી જાળવવા માટે દરેક નવા
વર્ઝન સાથે નવા નવા પ્રયાસો કરવામાં આવે છે.
પ્રાઇવસીનો અર્થ છે ફોનમાંનો આપણો ડેટા કે પ્રવૃત્તિ જુદી જુદી કંપની કે અન્ય
લોકોથી ખાનગી રાખવાની ક્ષમતા. આ ક્ષમતાની શરૂઆત થાય ફોનમાં ઇન્સ્ટોલ થતી એપ્સને
આપણે આપેલી પરમિશનથી.
અગાઉ એવી સ્થિતિ હતી કે આપણે ફોનમાં કોઈ પણ નવી એપ ઉમેરવી હોય તો એપ જે
પરમિશન્સ માગે એ બધી આંખો મીંચીને આપી દેવી પડે. એન્ડ્રોઇડના નવા નવા વર્ઝન સાથે
વાત બદલાતી ગઈ.
હવે આપણે એપ્સને કઈ કઈ પરમિશન આપવી તે નક્કી કરી શકીએ છીએ. એ પરમિશન માત્ર
એપનો ઉપયોગ કરીએ ત્યારે લાગુ થાય કે પછી સતત,
એ પણ આપણે નક્કી કરી
શકીએ.
એવી રીતે હવે આપણને એવી સગવડ પણ મળી છે કે કોઈ એપને આપણે અમુક મંજૂરીઓ આપી હોય
પરંતુ એ એપનો લાંબા સમયથી ઉપયોગ ન કર્યો હોય તો એપને આપણે આપેલી બધી મંજૂરીઓ રદ થઈ
જાય!
એન્ડ્રોઇડમાં આપણી પ્રાઇવસી સામે બીજું પણ એક જોખમ હોય છે. ફોનમાં આપણે જેટલી વાર કંઈ પણ સિલેક્ટ કરીને કોપી કરીએ એટલી વાર પ્રાઇવસી જોખમાય, ખાસ કરીને આપણે જ્યારે કોઈ પાસવર્ડ કોપી કરીએ ત્યારે. આપણે કોપી કરેલી દરેક બાબત સ્માર્ટફોનના ક્લિપબોર્ડમાં સચવાઈ જતી હોય છે. આપણો ફોન બીજી કોઈ વ્યક્તિના હાથમાં ખુલ્લો મળે તો એ આવી કોપી કરેલી બાબતો જોઈ શકે. એન્ડ્રોઇડના ૧૩મા વર્ઝનથી ક્લિપબોર્ડને આપોઆપ ખાલી કરવાની સગવડ મળી છે, જેને કારણે આપણે પાસવર્ડ કે ઇમેલ જેવી સંવેદનશીલ બાબતો કોપી કરી હોય તો એ ડેટા અમુક નિશ્ચિત ટૂંકા સમય પછી આપોઆપ ક્લિપબોર્ડમાંથી ડિલીટ થાય છે.
fk{Lkkt Lku
Lkfk{kt LkkurxrVfuþLk Ãkh ðÄw ftxÙku÷ {¤íkku økÞku
લાંબા સમયથી એક બાબતે સૌ કોઈ સહમત થવા લાગ્યા છે - ફોનમાં આવતાં વિવિધ
નોટિફિકેશન આપણને કોઈ પણ કામમાં ફોકસ જાળવવામાં નડતરરૂપ થાય છે.
ફોન બાજુએ મૂકીને આપણે કોઈ કામ કરી રહ્યા હોઇએ એ સમયે ફોનમાં ટપકી પડતા
નોટિફિકેશન તરફ નજર દોડાવવાની લાલચ આપણે રોકી શકતા નથી. અમુક નોટિફિકેશન આપણે માટે
મહત્ત્વનાં હોઈ શકે, પરંતુ એપ્સ મોટા ભાગે આપણું
ધ્યાન તેના તરફ ખેંચવા માટે જ નોટિફિકેશન મોકલતી હોય છે.
એન્ડ્રોઇડના દરેક નવા વર્ઝનમાં નોટિફિકેશન પર આપણને વધુ ને વધુ કંટ્રોલ મળતો
ગયો છે. હવે આપણે ઇચ્છીએ તે એપનાં નોટિફિકેશન સદંતર બંધ કરી શકીએ. ઉપરાંત જે તે
એપમાંથી પણ માત્ર અમુક પ્રકારના નોટિફિકેશન આપણને મળે એવાં સેટિંગ કરી શકાય છે.
હવે એન્ડ્રોઇડની સિસ્ટમ એઆઇની મદદથી આપણે માટે મહત્ત્વના અને બિનજરૂરી
નોટિફિકેશનને અલગ તારવી આપે છે અને માત્ર મહત્ત્વના એલર્ટસ આપણી સમક્ષ મૂકે છે. જે
નોટિફિકેશન તરફ આપણે ધ્યાન ન આપતા હોઇએ તેમને એન્ડ્રોઇડની સિસ્ટમ બતાવે છે ખરી, પરંતુ આપણું ખાસ ધ્યાન ન ખેંચાય એ રીતે અને પછી તેમને સદંતર બંધ કરવાનું પણ
સૂચવે છે.
અલબત્ત નોટિફિકેશન બંધ કર્યા હોય ત્યારે પણ ફોન અને એલાર્મ પર તેની કોઈ અસર ન
થાય તેની કાળજી પણ રાખવામાં આવે છે. એ જ રીતે આપણા પર મેસેજમાં કોઈ ઓટીપી આવે
ત્યારે નોટિફિકેશનમાંથી જ આપણે ઓટીપી કોપી કરી શકીએ છીએ. એ માટે આપણે મેસેજ ઓપન
કરવાની જરૂર રહેતી નથી.
નોટિફિકેશનમાં સમય સાથે ઉમેરાયેલાં આ બધાં ફીચર મહત્ત્વની બાબતો અને બિનજરૂરી બાબતોને અલગ કરીને સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે.
rðrðÄ
Ve[Mko{kt yuykRLkku WÃkÞkuøk ðÄíkku økÞku
અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની ચર્ચા મોટા ભાગે કન્ટેન્ટ કે ઇમેજ જનરેટ કરવાના
સંદર્ભે થાય છે, પરંતુ એઆઇનો વ્યાપ તેનાથી ઘણો
વધુ છે. વિવિધ એપ્સમાં તથા ઓપરેટિંગ સિસ્ટમમાં એઆઇનો ઘણી બધી જુદી જુદી રીતે ઉપયોગ
થાય છે. તેમાં મોટા ભાગે આપણા ઉપયોગની પેટર્ન સમજીને એ મુજબ આપણું કામ સહેલું
બનાવવા પર ફોકસ કરવામાં આવે છે.
જેમ કે ફોનમાં લાંબા સમયથી એડેપ્ટિવ બ્રાઇટનેસનું ફીચર છે. આપણે ફોનના ડિસ્પ્લેની બ્રાઇટનેસ પોતાની રીતે નક્કી કરવાને બદલે
એડેપ્ટિવ બ્રાઇટનેસ ફીચર ઓન કરી દઈએ તો ફોનની સિસ્ટમ આસપાસ કેટલો ઉજાસ કે અંધારું
છે તે તપાસીને તેને અનુકૂળ ફોનની બ્રાઇટનેસ આપોઆપ એડજસ્ટ કરે છે (જોકે આ સતત ચાલતી
મથામણને કારણે ફોનની બેટરી વધુ ખર્ચાય છે). ફોનમાં આ ફીચર લાંબા સમયથી છે, હવે તેમાં ફક્ત અંધારું કે અજવાળું ધ્યાનમાં રાખવાને બદલે એવા સમયે આપણે
બ્રાઇટનેસ કેટલી વધુ કે ઓછી રાખીએ છીએ તેની પેટર્ન સમજીને એ મુજબ બ્રાઇટનેસ
રાખવાનું ફીચર પણ મળ્યું છે!
એ જ રીતે ફોનમાં જે તે સમયે આપણે જે એપનો વધુ ઉપયોગ કરતા હોઇએ એ સમયે ફોનની
સિસ્ટમ એ એપ આપણી નજરમાં લાવી દે છે. જેમ કે ફોનમાં એપ ડ્રોઅર ઓપન કરીએ ત્યારે
જુદા જુદા સ્ક્રીન સ્ક્રોલ કરીને કોઈ એપ શોધવાનો પ્રયાસ કરવાને બદલે આપણે એપના
સર્ચ બોક્સમાં ટેપ કરીએ તો પાછલા થોડા સમયમાં આપણે જે એપનો વધુ ઉપયોગ કર્યો હોય
તેના આઇકન બતાવવામાં આવે છે. આ પણ એઆઇની કમાલ છે!
એ જ રીતે ફોનમાં કોઈ પણ જગ્યાએ આપણે ફોન નંબર કે વેબપેજનું એડ્રેસ વગેરે સિલેક્ટ કરીએ તો તે મુજબ આગળનું એકશન સૂચવવામાં આવે છે. જેમ કે કોઈ મેસેજમાં ફોન નંબર સિલેક્ટ કરીએ તો ફોન એપ કરવાનું સૂચન થાય છે!
M{kxoVkuLkLkku
WÃkÞkuøk Ëhuf ÔÞÂõík {kxu Mkh¤ çkLkíkku økÞku
આપણા સ્માર્ટફોનમાં સમય સાથે જુદાં જુદાં એવાં ઘણાં ખાસ પ્રકારનાં એક્સેસિબિલિટી ફીચર ઉમેરાતાં જાય છે જે
ફોનનો આપણો ઉપયોગ વધુ ને વધુ સરળ બનાવે છે. સરેરાશ લોકોને આવા ખાસ પ્રકારના
ફીચર્સની કદાચ જરૂર ન પડે, પરંતુ અલગ અલગ પ્રકારના
પડકારનો સામનો કરતા લોકો માટે આવાં એક્સેસિબિલિટી ફીચર વરદાનરૂપ બની શકે.
જેમ કે આપણા ફોનમાં એક ફીચર એવું છે જે,
જે તે એપ કે
વેબપેજમાંની ઇમેજમાં શું છે તેનું વર્ણન કરી બતાવે છે. એ ઇમેજ અપલોડ કરનાર
વ્યક્તિએ ઇમેજ વિશે ઓલ્ટરનેટિવ ટેકસ્ટ ન આપી હોય તો પણ ફોનમાંની સિસ્ટમ ઇમેજમાં
શું છે તે કહી શકે છે. દૃષ્ટિની મુશ્કેલી ધરાવતા લોકોને આ સગવડ મદદરૂપ થઈ શકે. એવી
જ રીતે એન્ડ્રોઇડમાં ટોકબેક નામે એક સ્ક્રીન રીડરની સગવડ મળી છે,
જે સ્ક્રીન પર દેખાતી
બાબતો વોઇસરૂપે સંભળાવી શકે છે.
આવું જ એક ફીચર લાઇવ કેપ્શન ફોન પર પ્લે થતા મીડિયા માટે રિઅલ-ટાઇમમાં કેપ્શન બતાવી શકે છે - ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ન હોય તો પણ! આ સગવડ સૌ કોઈને ઉપયોગી થાય કેમ કે ઘોંઘાટભરી જગ્યાએ આપણે કોઈ વીડિયો જોતા હોઇએ તો લાઇવ કેપ્શન આપણને વીડિયો સમજવામાં વધુ ઉપયોગી થાય!
VkuLk yLku
zuxkLke rMkõÞkurhxe ðÄkhíkkt Ve[Mko W{uhkÞkt
એક સમયે એપલના આઇફોનની સરખામણીમાં એન્ડ્રોઇડ ફોન સલામતીની દૃષ્ટિએ નબળા ગણાતા
હતા. એક કારણ એ પણ ખરું કે એન્ડ્રોઇડધારકોની સંખ્યા બહુ વધુ હોવાના કારણે હેકર્સ
એના પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરતા. સમય સાથે, એન્ડ્રોઇડનાં વર્ઝન બદલાતાં ગયાં તેમ તેમ તેમાં સિક્યોલિટી પર વધુ ધ્યાન
અપાતું ગયું. એન્ડ્રોઇડ ૮ વર્ઝન પહેલાં, અજાણ્યા સ્રોતમાંથી સહેલાઈથી
એપ ઇન્સ્ટોલ થઈ શકતી, એટલે આપણે સોશિયલ મીડિયા કે
ઇમેઇલ વગેરેમાં આવેલી કોઈ ખોટી લિંક પર ક્લિક કરી બેસીએ તો ફોનમાં કોઈ ખોટી એપ
ઘૂસી શકતી. હવે આપણે પ્લે સ્ટોર ઉપરાંત, વિશ્વસનીય સ્રોતને, આપણી મરજી હોય તો એપ ઇન્સ્ટોલ કરવાની પરવાનગી આપી શકીએ છીએ.
એ રીતે, વર્ષ ૨૦૧૮થી ફોનમાં પ્લે પ્રોટેક્ટ નામનું ફીચર ઉમેરાયું, જેને કારણે ફોનમાંથી બધી એપનું નિયમિત સ્કેનિંગ થાય છે અને જોખમી એપ સામે
આપણને ચેતવવામાં આવે છે.
પાછલાં એક-બે વર્ષથી આપણો ફોન ખોવાય કે ચોરાય તો તે જેના હાથમાં આવે તે ફોનનો
કોઈ ઉપયોગ જ ન કરી શકે એવાં ફીચર્સ ઉમેરાયાં છે. ઉપરાંત બધો ડેટા ભૂંસ્યા વિના
ફોનમાં ખોટી રીતે એન્ટ્રી મેળવવાનું હવે અશક્ય બન્યું છે.