Get The App

Aadhaar FaceRD એપ લોન્ચ: હવે કોઈ પણ કામ ચહેરાથી જ થઈ જશે, આધારકાર્ડની કોપીની જરૂર નહીં

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
Aadhaar FaceRD App Launched


Aadhaar FaceRD App Launched: લાંબા સમય સુધી રાહ જોયા પછી UIDAI એ ગુગલ પ્લે સ્ટોર પર તેની નવી આધાર એપ લોન્ચ કરી છે. તે હાલમાં અર્લી એક્સેસ વર્ઝનમાં એટલે કે હાલમાં ટેસ્ટીંગ ફેઝમાં છે પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સ તેને ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરૂ કરી શકે છે, પરંતુ આઇફોન યુઝર્સે તેના માટે વધુ રાહ જોવી પડશે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ નવી આધાર એપમાં શું નવું અને ખાસ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તે જાણીએ.

શું છે Aadhaar FaceRD App?

આ વર્ષે એપ્રિલમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે X પર પોસ્ટ કરીને આ નવી આધાર એપ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'આ નવી એપ, આધાર શેરિંગને ખૂબ જ સુરક્ષિત અને સરળ બનાવવા માટે લોન્ચ કરવામાં આવી છે. હવે લોકોને હોટલ, એરપોર્ટ પર, સિમ લેતી વખતે કે બીજે ક્યાંય પણ તેમના આધાર કાર્ડની ફોટોકોપી આપવાની જરૂર રહેશે નહીં. પરંતુ આ એપ આવતા, આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને સુરક્ષિત બની ગઈ છે. આ નવી આધાર એપ દ્વારા, કોઈપણ યુઝર હવે પોતાની ઓળખ ડિજિટલ રીતે ચકાસી શકશે.'

Aadhaar FaceRD Appનો ઉપયોગ આ રીતે કરો 

આ નવું Aadhaar FaceRD App હાલ Google Play Store પર ઉપલબ્ધ છે. જેને હાલ ડેવલોપર વર્ઝનમાં છે, જેનો માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ જ ડાઉનલોડ કરીને ઉપયોગ શરૂ કરી શકે છે.

નવી એપનો ઉપયોગ કરવા માટે, તમારે તેને તે જ મોબાઇલમાં ડાઉનલોડ કરવી જરૂરી છે જેમાં આધાર સાથે લિંક કરેલ સિમ કાર્ડ હોય છે. ફોનમાં એપ ઇન્સ્ટોલ કર્યા પછી, તમારે તમારો આધાર નંબર એડ કરવો પડશે. 

આધાર સાથે લિંક કરેલ નંબર પર મળેલો OTP એડ કર્યા પછી તમને ફેસ ઓથેન્ટિકેશનનો વિકલ્પ દેખાશે. ફેસ સ્કેન કર્યા પછી, તમને 6 અંકનો પિન સેટ કરવાનું કહેવામાં આવશે.

એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એટલે આધાર એપમાં લોગ ઇન કર્યા પછી, યુઝરને એક QR કોડ દેખાશે. આ QR કોડ સ્કેન કરીને, તમે સરળતાથી તમારો આધાર નંબર ડિજિટલી શેર કરી શકો છો.

આ પણ વાંચો: નબળા પાસવર્ડને કારણે 158 વર્ષ જૂની કંપની થઈ બરબાદ, 700 લોકોએ નોકરી ગુમાવી

એપમાં એક શેર આઈડી વિકલ્પ પણ મળશે

આ ઉપરાંત તમને એપમાં એક શેર આઈડી વિકલ્પ પણ મળશે, જેના દ્વારા તમે તમારી ઓળખ ડિજિટલી શેર કરી શકો છો. આ સમગ્ર પ્રક્રિયામાં તમારી વ્યક્તિગત માહિતી જેમ કે જન્મ તારીખ કે સંપૂર્ણ આધાર નંબર શેર નહીં થાય એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો, બીજી વ્યક્તિને ફક્ત ખબર પડશે કે આધાર અસલી છે કે નકલી એ સિવાયની બધી વિગત શેર નહીં થાય.

જો હોટલ કે એરપોર્ટ પર આના ઉપયોગ વિષે વાત કરીએ તો તમને આ એપમાં જ સ્કેન કરવાનો વિકલ્પ મળી જશે. જ્યારે પણ કોઈ આધાર ચકાસવા માટે QR સ્કેન કરે છે, ત્યારે એપ તમને પૂછશે કે તમે કઈ આધાર સંબંધિત માહિતી શેર તેમની સાથે કરવા માંગો છો. જેમકે ઘરનું સરનામું કે ફેસ વેરિફિકેશન સાથે અન્ય કોઈ માહિતી એટલે કે એવું કહેવું પણ ખોટું નથી કે કેટલો ડેટા શેર કરવો તે પણ તમારા કંટ્રોલમાં છે.

Aadhaar FaceRD એપ લોન્ચ: હવે કોઈ પણ કામ ચહેરાથી જ થઈ જશે, આધારકાર્ડની કોપીની જરૂર નહીં 2 - image


Tags :