રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: આર્યભટ્ટના શૂન્યથી ઇસરોનાં આદિત્ય L-1 સુધી, ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનનો ઇતિહાસ
National Science Day: ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ શોધ રામન અસર(Raman Effect)ની યાદમાં આ દિવસની ઉજવણી થાય છે. ડૉ. રામને આ મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ 1928માં કરી હતી, જેના માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. રામન અસરે પ્રકાશના ગુણધર્મ વિશે નવી સમજ આપી, જે રાસાયણિક સંયોજનોની ઓળખ અને વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોમાં ખૂબ ઉપયોગી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રથમ વખત 1987માં ઉજવવામાં આવ્યો હતો, જ્યારે ભારત સરકારએ વિજ્ઞાન અને ટૅક્નોલૉજી વિભાગે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો.
સી. વી. રામન ભારતીય વિજ્ઞાનની ઉજ્જવળ જ્યોત
જન્મ અને પ્રારંભિક જીવન
- જન્મ: 7 નવેમ્બર 1888, તમિલનાડુના તિરૂચિરાપલ્લી.
- માતા-પિતાઃ ચંદ્રશેખર અય્યર (ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક) અને પાર્વતી અમ્માલ.
- 11 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યું.
- 13 વર્ષની ઉંમરે BA પાસ કર્યું.
- 16 વર્ષની ઉંમરે MA (ભૌતિકશાસ્ત્ર)માં સુવર્ણચંદ્રક મેળવ્યો.
કારકિર્દી
- 1907: કોલકાતા ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી સ્વીકારી.
- 1917: કોલકાતા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રમાં પ્રોફેસર બન્યા.
- 1928: રામન ઇફેક્ટની શોધ કરી.
- 1930: ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મેળવનારા પ્રથમ એશિયન બન્યા.
- 1933: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલોરના ડાયરેક્ટર બન્યા.
- 1947: રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી.
મુખ્ય સંશોધન અને શોધો
1. રામ ઇફેક્ટ: પ્રકાશના પ્રકીર્ણન અંગેનું સંશોધન. આ શોધનો ઉપયોગ આજે કેમિકલ એનાલિસિસમાં થાય છે.
2. અન્ય મહત્ત્વપૂર્ણ સંશોધનો: ધ્વનિ અને સંગીતના વાદ્યોનો અભ્યાસ. સ્ફટિકના પ્રકાશીય ગુણધર્મ. કોલોઇડ્સનું સંશોધન.
સન્માન અને પુરસ્કારો
- 1929: નાઇટહૂડ
- 1930: નોબલ પુરસ્કાર (ભૌતિકશાસ્ત્ર)
- 1941: ફ્રેન્કલિન મેડલ
- 1054: ભારત રત્ન
- 1957: લેનિન પીસ પ્રાઇઝ
જીવનના અંતિમ વર્ષો
- આજીવન સંશોધન કાર્ય ચાલુ રાખ્યું.
- 21 નવેમ્બર 1970ના રોજ બેંગલોરમાં અવસાન.
- આજે પણ તેમની શોધો વિજ્ઞાન જગતમાં પ્રેરણાદાયી છે.
વારસો
- ભારતીય વિજ્ઞાનને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા અપાવી.
- યુવા વિજ્ઞાની માટે પ્રેરણાસ્ત્રોત.
- વિજ્ઞાન શિક્ષણ અને સંશોધનમાં અમૂલ્ય યોગદાન.
- રામન ઇફેક્ટનો ઉપયોગ આજે પણ વિવિધ ક્ષેત્રોમાં થાય છે.
ભારતના પ્રાચીન વિજ્ઞાનીઓ
પ્રાચીનથી માંડીને આધુનિકકાળમાં થયેલી શોધ અને વિકાસ