Get The App

નાસા 170 કરોડની કિંમતના શૌચાલય અંતરીક્ષમાં મોકલશે, ચંદ્ર અને મંગળ ઉપર પ્રયોગ કરાશે

Updated: Sep 27th, 2020

GS TEAM

Google News
Google News


નાસા 170 કરોડની કિંમતના શૌચાલય અંતરીક્ષમાં મોકલશે, ચંદ્ર અને મંગળ ઉપર પ્રયોગ કરાશે 1 - image

વોશિંગટન, તા. 27 સપ્ટેમ્બર 2020, રવિવાર

અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસા 2.3 કરોડ ડોલર (અંદાજે 170 કરોડ રુપિયા)ની કિંમતના શૌચાલય આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર મોકલશે. જ્યાં આ શૌચાલયોના ઉપયોગ કરવામાં આવશે અને તેના અનુભવો પરથી ચંદ્ર અને મંગળ ગ્રહ ઉપર તેના ઉપયોગની સંભાવના ચકાસવામાં આવશે. બીજા સામાનની સાથે આ શૌચાલયને 29 સપ્ટેમ્બરના રોજ વર્જિનિયામાં આવેલા નાસાના વૈલપ્સ ફ્લાઇટ ફેસિલિટીથી અંતરીક્ષ યાન મોકલશે. 

અંતરીક્ષમાં મોકલાઇ રહેલા શૌચાલયોને યૂનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું નામ આપવામાં આવ્યું છે. જે નાના અનવે સુવિધાજનક છે. વર્તમાન સમયે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જે શૌચાલયો છે, તેની સરખામણીમાં આ શૌચાલય 65 ટકા નાના અને 40 ટકા ઓછા વજનવાળા છે. આ ટોયલેટનો ઓરિએન્ટલ અંતરીક્ષ યાનમાં પણ ઉપયોગ કરાયો છે. જે અંતરીક્ષયાત્રીઓને 10 દિવસ માટે ચદ્ર પર લઇ જશે પરત લઇ આવશે.

આ નવા શૌચાલયમાં મળ અને મૂત્રને રિફાઇન કરવાની વ્યવસ્થા પણ હશે. મૂત્રને રિફાઇન કરીને ફરીથી પાણી બનાવવામાં આવશે. જેથી જરુર પડ્યે અંતરીક્ષ યાત્રીઓ તેને પી શકે. જ્યારે મળને તો ફેંકી દેવામાં આવશે. નાસાની અંતરીક્ષ યાત્રી જેસિકા મીયરે જણાવ્યું કે અમે મૂત્ર, પરસેવો તેમજ અન્ય તરલ પદાર્થોને 90 ટકા સુધી રિફાઇન કરે છે. નાસાની જ બીજી અંતરીક્ષ યાત્રી કેટ રુબિસે કહ્યું કે તે પોતાનો મત અંતરીક્ષમાંથી આપવાની યોજના બનાવી રહી છે. 


Tags :