Updated: Mar 15th, 2023
![]() |
Image NASA Web |
તા.15 માર્ચ 2023, બુધવાર
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ (NASA)ધી વેબ સ્પેસ ટેલીસ્કોપ દ્વારા એક વિશાળ તારો ખરી રહ્યો છે તેની દુર્લભ તસ્વીર કેદ કરવામાં આવી છે. નાસાએ મંગળવારનો રોજ તેની તસ્વીર પણ જાહેર કરી છે. આ ફોટોમાં તારાઓ વચ્ચે ધુળ અને ગેસ જેવો પદાર્થ ઉડી રહ્યો હોય તેવુ દેખાઈ રહ્યો છે. મૃત્યુની નજીક પહોચેલા આ તારાનુ નામ WR-124 છે. આ તારો સુર્યથી લગભગ 30 ગણો મોટો છે.
ધી વેબ સ્પેસ ટેલીસ્કોપ 2021 માં અંતમાં તેની સ્થાપના કરવામાં આવી છે
આ યોજનામાં સામેલ યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિક મેકારેના ગાર્સિયા મારિને કહ્યું કે,સ આ પહેલા અમે આવુ ક્યારેય જોયું નથી. ખરેખર ખૂબ આશ્ચર્યજનક અને રોમાંચક છે. ધી વેબ સ્પેસ ટેલીસ્કોપ 2021 માં અંતમાં તેની સ્થાપના કરવામાં આવી છે, જે બાદ આજે તેની પહેલી આ પ્રતિક્રિયા છે.
WR-124 પોતાના શક્તિશાળી ઈંફ્રારેડ ઉપકરણો સાથે અદ્દભૂત નજર આવે છે.
વુલ્ફ-રેઈટ સ્ટાર દ્વારા આ દુર્લભ તસ્વીરમાં સૌથી ચમકદાક, સૌથી વિશાળ અને સૌથી સંક્ષિપ્ત રુપથી ઓળખી શકાય તેવા તારાઓ મે-જૂન 2022માં નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ દ્વારા કરવામાં આવેલ પહેલુ અવલોકન હતુ. વેબ દર્શાવે છે કે આ WR-124 પોતાના શક્તિશાળી ઈંફ્રારેડ ઉપકરણો સાથે અદ્દભૂત નજર આવે છે. આ તારો 15,000 પ્રકાશ વર્ષ દૂર હતો.
WR-124 જેવા તારાઓ બ્રહ્માંડના શરુઆતના ઈતિહાસમાં એક મહત્વપુર્ણ સમયને સમજવા માટે ખગોળશાસ્ત્રીઓની મદદ કરવા માટે એક એનાલોગના તરીકે કામ કરે છે. આવી રીતે મરવાવાળા તારાઓને સૌથી પહેલા યુવા બ્રહ્માંડના ભારે તત્વો માટે પસંદગી કરવામાં આવી છે. આવા તત્વો પૃથ્વી સહિત વર્તમાન યુગમાં જોવા મળે છે.